એક દિવસના અંતરાલમાં પીએમ મોદી આજે ફરી આવશે ગુજરાત, જામનગરમાં રાત્રિરોકાણ અને આવતીકાલે દ્વારકા, રાજકોટમાં હજારો કરોડના વિકાસકામોની આપશે સોગાત

|

Feb 24, 2024 | 8:09 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ અમદાવાદ, મહેસાણા અને નવસારીની મુલાકાત હતા જે બાદ તેઓ ફરી 24મીની રાત્રે ફરી ગુજરાત આવી રહ્યા છે. જામનગરમાં રાત્રિરોકાણ બાદ સવારે સીધા દ્વારકા જશે જ્યાં દ્વારકાધિશના દર્શન કર્યા બાદ આઈકોનિક સુદર્શન સેતુનું ઉદ્દઘાટન કરશે. જે બાદ રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રને સ્પર્શતા હજારો કરોડના વિકાસકામોની સોગાત પીએમ મોદી આપશે.

એક દિવસના અંતરાલમાં પીએમ મોદી આજે ફરી આવશે ગુજરાત, જામનગરમાં રાત્રિરોકાણ અને આવતીકાલે દ્વારકા, રાજકોટમાં હજારો કરોડના વિકાસકામોની આપશે સોગાત

Follow us on

એક દિવસના અંતરાલ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી તેમના હોમસ્ટેટ ગુજરાત આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે જામનગર, રાજકોટ અને દ્વારકામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. પીએમ મોદી તેમના આ પ્રવાસ દરમિયાન વિકાસકામોની વણઝાર લગાવશે. પીએમ મોદી લોકસભા ચૂંટણી પહેલા ઝંઝાવાતી પ્રચાર માટે નીકળી પડ્યા છે.

22 ફેબ્રુઆરીએ અમદાવાદ, મહેસાણા અને નવસારીની મુલાકાત બાદ તેઓ 24મીની રાત્રે ફરી ગુજરાત આવી રહ્યા છે. જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ કરશે અને 25મીની સવારે તેઓ દ્વારકા જશે. પીએમના સ્વાગત માટે દ્વારકા નગરીને ભવ્ય રીતે શણગારવામાં આવી છે. 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી સૌરાષ્ટ્રને કરોડોના વિકાસકામોની યોજનાઓની સોગાત આપશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પીએમ મોદી સવારે 7.45 વાગ્યે દ્વારકાધીશના કરશે દર્શન

ત્યારબાદ 8.25 મિનિટે પીએમ મોદી સિગ્નેચર બ્રિજનું ઉદ્દઘાટન કરશે. અહીંના લોકોની માગને ધ્યાનમાં રાખીને સિગ્નેચર બ્રિજનું નવુ નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 1 વાગ્યે દ્વારકામાં એક બેઠકમાં પણ સામેલ થશે અને કરોડો રૂપિયાની યોજનાનું ખાતમુહૂર્ત કરશે.

આ પહેલા પીએમ મોદીએ તેમની રાજકોટ મુલાકાત પહેલા એક્સ પર પ્રતિક્રિયા આપી.  “મારા હૃદયમાં રાજકોટનું હંમેશા વિશેષ સ્થાન રહેશે. આ શહેરના લોકોએ જ મારામાં વિશ્વાસ મૂક્યો અને મને પહેલીવાર ચૂંટણીમાં જીત અપાવી. ત્યારથી, મેં હંમેશા જનતા જનાર્દનની આકાંક્ષાઓને ન્યાય આપવાનું કામ કર્યું છે. તે પણ એક સુખદ સંયોગ છે કે હું આજે અને આવતીકાલે ગુજરાતમાં હોઈશ, અને એક કાર્યક્રમ રાજકોટમાં યોજાઈ રહ્યો છે, જ્યાંથી 5 એઈમ્સ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.”

રાજકોટમાં પીએમ મોદીના અનેક કાર્યક્રમોમાં સામેલ થશે. જેમા તેઓ 48000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરશે. ત્યારબાદ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભાનું આયોજન કરાયુ છે. આ જનસભામાં દોઢ લાખ જેટલા લોકોના સામેલ થવાની આશા સેવાઈ રહી છે.

ગુજરાતની સૌથી મોટી જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે

25મીએ પીએમ મોદી માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતને અનેક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. રાજકોટમાં ગુજરાતની સૌપ્રથમ એઈમ્સનું પીએમ મોદી ઉદ્દઘાટન કરશે. 750 બેડની ક્ષમતાવાળી રાજકોટ એઈમ્સમાં આમ જનતાને આંતરરાષ્ટ્રીય સ્તરની મેડિકલ સુવિધાઓ સસ્તા દરેથી મળશે. પીએમ મોદી રાજકોટમાં બનેલી ગુજરાતની સૌથી મોટી જનાના હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. આ સાથે જ રાજકોટ, સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેકનું લોકાર્પણ કરશે.

આ પણ વાંચો: બ્રિટનની સંસદમાં ગર્જી કાશ્મીરી એક્ટિવિસ્ટ યાના મીર, હું મલાલા નથી, કાશ્મીરમાં સુરક્ષિત છુ કહીને પાકિસ્તાનની કાઢી ઝાટકણી- સાંભળો પુરો વીડિયો

આપને જણાવી દઈએ કે 22 ફેબ્રુઆરીએ પીએમ મોદીએ ભરૂચ-વડોદરા હાઈવેનું ઉદ્દઘાટન કર્યુ હતુ. આ એક્સપ્રેસવેના શરૂ થવાથી વડોદરાથી ભરૂચનું અંતર 100 કિલોમીટર જેટલુ ઘટી ગયુ ઠે, સ્થાનિક ઉદ્યોગકારો અને આમજનતાને આ એક્સપ્રેસવે બનવાથી અનેક લાભ થશે. ભરૂચ વડોદરા હાઈવે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો હિસ્સો છે. જે હજુ નિર્માણાધિન છે.

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article