જામનગર (Jamnagar) મહાનગર પાલિકાએ (corporation) એક વિશેષ યોજના તૈયાર કરી હતી. જેનાથી જામનગર શહેરને નવી ઓળખ મળી હોત. પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થયો હોત. પરંતુ એ બધું જ સાત વર્ષ બાદ પણ આ યોજના કાગળ પર જ રહી ગઇ છે. સાત વર્ષ સુધી આ યોજના માટે ગ્રાન્ટ ન મળતા હવે આ પ્રોજેક્ટનું કોઇ ભવિષ્ય હોય તેવુ લાગી નથી રહ્યુ.
જામનગર શહેરની નદીના કાંઠે એક એનો પ્રોજેક્ટ આકાર લેવાનો હતો, જેના કારણે હાલના દિવસોમાં અત્યંત રમણીય દ્રશ્યો જોવા મળી શક્યા હોત. કેમ કે જામનગર મહાનગર પાલિકાએ શહેરને નવુ નજરાણું આપવા માટે તેમજ એક પ્રવાસન સ્થળ તરીકે વિકાસવવા માટે ખાસ આયોજન કર્યું હતું. 2014માં શહેરમાં રંગમતી, નાગમતિ નદીના કાંઠે રિવરફ્રન્ટ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યુ. જેને માટે અંદાજે 500 કરોડથી વધુના પ્રોજકેટ તૈયાર કરાયો. પરંતુ અંદાજે સાત વર્ષ બાદ પણ આ યોજના માત્ર કાગળ પર રહી છે. વિપક્ષે આ યોજનાને આવકારીને શહેરને નવું નજરાણુ આપવાની યોજના ઝડપથી અમલી કરવાની માગ કરી છે.
જામનગર શહેરના રંગમતિ-નાગમતિ નદીના કાંઠે રીવરફન્ટ તૈયાર કરવાનુ આયોજન 2014માં થયું હતું. જેને માટે કન્સલ્ટન્ટ એજન્સીએ રિપોર્ટ પણ તૈયાર કર્યો છે, પરંતુ રાજય સરકારમાંથી આ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ જ નહીં આવતા પ્રોજેકટ અધ્ધરતાલ રહી ગયો છે. જામનગર પાલિકા ધૂમકેતુની વાર્તામાં આવતાં ‘કોચમેન અલી ડોસા’ની જેમ સરકારની ગ્રાન્ટની રાહમાં બેસી રહી છે.
જામનગર શહેરને નવું નજરાણુ આપવા માટે આયોજન કરવામાં આવ્યું. એ મુજબનો પ્રોજેકટ તૈયાર કરાયો પરંતુ ગ્રાન્ટની વાત આવી અને અટકી ગઈ. સરકાર વિકાસની વાતો ગાઈ વગાડીને કરતી હોય ત્યારે રિવરફ્રન્ટ અને પ્રવાસન સ્થળ વિકસાવવાનો આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગ્રાન્ટના અભાવે અટકી ગયો. અહીં તો પાલિકા, જામનગરવાસીઓ અને વિપક્ષ પણ ઈચ્છે છે કે આ પ્રોજેક્ટ અમલમાં આવે તો જામનગરને એક નવું નજરાણું અને ઓળખ મળે. ત્યારે આશા રાખીએ કે સરકાર તેમની વાત સાંભળે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો