PGVCL દ્રારા ટુંક સમયમાં ડિજિટાઇઝેશન માટેની કામગીરી કરાશે. આગામી થોડા સમય બાદથી વીજબીલ નહી આવે પરંતુ વિજળીનો વપરાશ કરવા માટે પ્રિ-પેઈડ પ્લાન અપનાવો પડશે. 2024 સુધીમાં PGVCL ના તમામ ગ્રાહકોને પ્રિ-પેઈડ પ્લાન લાગુ કરાશે. જે માટે હાલના મીટરને બદલીને સ્માર્ટ મીટર લાગવવામાં આવશે. સ્માર્ટ મીટર લગાવવા માટે સર્વેની કામગીરી પુર્ણ થઈ છે. જામનગર માં આશરે 3 માસમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરુ કરી દેવામાં આવશે.
સ્માર્ટ મીટર લગાવવાનો પ્રાંરભ રાજકોટથી થશે. પાયલોટ પ્રોજેકટ તરીકે રાજકોટના મહિલા કોલેજ સબડીવીઝનના ગ્રાહકોને હાલના મીટરને બદલીને સ્માર્ટ મીટર આપવામાં આવશે. જેને એકાદ માસ કામગીરીનુ મોનીટરીંગ કરીને બાદ અન્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. જામનગરમાં આશરે 3 માસમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો પ્રાંરભ કરવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જામનગરમાં થોડા સમયમાં 15 હજાર ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવાશે. સમગ્ર પ્રોજેકટ 2 વર્ષમાં પુર્ણ કરીને તમામ ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.
સ્માર્ટ મીટરની કામગીરી થઈ શકે તે માટે હાલથી પીજીવીસીએલ દ્રારા બાકી રહેતા નાણાની રીકવરીની કામગીરી બમણી ગતિ કરવામાં આવી રહી છે. સ્માર્ટ મીટર પીજીવીસીએલ ઉધાર વિજળી આપી નહી શકે. બાદ ગ્રાહકો પોતાના ઉપયોગ મુજબ અગાઉ મોબાઈલ રીચાર્જની જેમ પેમેન્ટ કરવુ પડશે. બાદ વિજ વપરાશ કરી શકશે.
સ્માર્ટ મીટર લાગતા પીજીવીસીએલ અને ગ્રાહક બંન્નેને ફાયદાઓ થશે. જેમાં પીજીવીસીએલને એડવાન્સ પેમન્ટ મળી રહેશે. રીકવરી માટે કામગીરી નહી કરવી પડે. ડોર ટુ ડોર બીલ દેવાની જરૂર નહી રહે. સ્માર્ટ મીટરથી ડિઝિટલ મોનીટરીંગ થશે. સ્માર્ટ મીટરનો કોઈ અલગથી ચાર્જ વસુલવામાં નહી આવે.
જે વિસ્તારમાં જયારે વધુ કે ઓછા વપરાશના ડેટા સહેલાઈથી કચેરીને મળી રહેશે. હેલ્થી પાવર સપ્લાય મળી રહેશે. નેટવર્ક રીનોવેશન થશે. ગ્રાહકો પોતાના વપરાશ મુજબ કોઈ પણ સમયે પ્રિ-પેઈડ રિચાર્જ કરીને વિજળીનો વપરાશ કરી શકે. ગ્રાહકો પોતાના મોબાઈલમાં ખાસ એપ્લીકેશનથી પ્રિ-પેઈડની વિગત જાણી શકશે. સમય અને મેનપાવરનો બચાવ થશે. વિજબીલ ડોર-ટુ-ડોર દેવાના તેમજ વિજબીલના પેમેન્ટ માટે રોકાયેલ કર્મચારીઓ હવે અન્ય કામગીરી કરી શકશે. મોબાઈલના રીચાર્જની જેમ વિજળી માટે પણ પ્રિ-પેઈડ કરવાના દિવસો હવે દુર નથી. સ્માર્ટ મીટરના લગાવવાની કામગીરી પીજીવીસીએલ દ્રારા 2024ના અંત સુધીમાં પુર્ણ કરવાનો અંદાજ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 8:11 am, Sun, 16 April 23