JAMNAGAR: મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાની નિમણૂક, અગાઉથી પત્ર લીક થઈ જતાં કોંગ્રેસની આબરુ ગઈ

|

Jan 16, 2022 | 3:02 PM

જામનગર મહાનગરપાલિકાના વિપક્ષી નેતા તરીકે કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર આનંદ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વિપક્ષના ઉપનેતા તરીકે બસપાના ફુરકાન શેળની નિમણૂક કરાઈ છે.

JAMNAGAR: મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાની નિમણૂક, અગાઉથી પત્ર લીક થઈ જતાં કોંગ્રેસની આબરુ ગઈ
Letter of appointment of Leader of Opposition in Jamnagar Municipal Corporation leaked

Follow us on

જામનગર મહાનગર પાલિકા (Jamnagar Municipal Corporation) ના ચૂંટણીને બાદ લાંબા સમય સુધી વિપક્ષના નેતા (Opposition Leader) અંગે કોકડું ગુંચવાયેલુ હતુ. જેની આજે સત્તાવાર નામ જાહેર કરવામાં આવ્યુ. ભારે અવઢવ બાદ એક-એક વર્ષમાં માટે બે કોર્પોરેટરને વિપક્ષના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા. જેમાં પ્રથમ વર્ષ આનંદ રાઠોડ અને બીજા વર્ષમાં માટે ધવલ નંદાના નામની જાહેરાત કરવામાં આવી છે.

મહાનગર પાલિકાની 64 બેઠકમાંથી 50 ભાજપ (BJP) પાસે છે. જ્યારે 11 બેઠક પર કોંગ્રેસ (Congress) અને 3 બેઠક પર બસપા (BSP) એ મેળવી હતી. જેમાં વિપક્ષના નેતા તરીકે લાંબા સમય બાદ કોંગ્રેસ દ્વારા આનંદ રાઠોડની પસંદગી કરી છે. જે પદ સંભાળતા જ પક્ષને મજબૂત કરવામાં તેમજ શાસકોના ભષ્ટ્રાચાર અને ગેરરીતિ સામે અવાજ ઉઠાવવાની અને પ્રજાના કામોને પ્રાથમિક આપવાની જાહેરાત કરી હતી.

મહાનગર પાલિકાના વિરોધ પક્ષના ઉપનેતા તરીકે બસપાના ફુરકાન શેખની અને દંડક તરીકેનું પદ મહિલા કોર્પોરેટર (Corporator) જુનેદાબેન નોતિયારને આપવામાં આવ્યું છે. તેઓ સતત બીજી વખત કોર્પોરેટર બન્યાં છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

વિપક્ષના નેતાનું નામ જાહેર થાય તે પહેલાં જ પત્ર લીક

જામનગરમાં મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાની વિધિવત જાહેરાત થાય તે પહેલાં જ તેમનું નામ જાહેર થઈ ગયું હતું. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નામે એક પત્ર લીક થયો હતો જેમાં વિપક્ષી નેતા તરીકે આનંદ રાઠોડનું નામ હતું જ્યારે બીજા વર્ષ માટે ધવલ નંદાનું નામ ફાઈનલ થયું હોવાનું લખેલું છે. પ્રદેશ પ્રમુખના નામનો આ પત્ર ફરતો થઈ જતાં કોંગ્રેસનું પેપર ફૂટી ગયું હોવાની કોમેન્ટો સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, 17 જાન્યુઆરીથી કડકડતી ઠંડીમાંથી રાહત મળશે

આ પણ વાંચોઃ Kheda : કોરોનાને કારણે વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં પોષી પૂનમે યોજાનાર દિવ્ય શાકોત્સવની ઉજવણી રદ્દ કરાઇ

Next Article