
જામનગર શહેર અને ક્રિકેટનો વર્ષો જુનો સંબંધ છે. જામનગરને ‘ક્રિકેટની નગરી’ પણ કહેવાય છે. ક્રિકેટની દુનિયામાં જામનગરમાં અનેક ખૈલાડીઓએ પોતાની આગવી ઓળખ સ્થાન બનાવ્યું છે. જામનગરની ઓલરાઉન્ડર મહિલા ક્રિકેટર નેહા હરસુખ ચાવડા લેફટ હેન્ડ સ્પીનર અને રાઈટ હેન્ડ બેસ્ટમેન છે. BCCI સંચાલિત વેસ્ટ ઝોનની ટીમમાં સૌરાષ્ટ્ર માંથી એક જ મહિલા ક્રિકેટરની પસંદગી થઈ છે. હાલ સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશનની મહિલા ટીમમાં વર્ષોથી રમી રહ્યા છે. જેમાં કુલ 156 મેચ રમીને કુલ 1220 રન બનાવ્યા છે. તેમજ 181 વિકેટો લઈને ઓલરાઉન્ડર મહિલા ક્રિકેટર તરીકે સારુ પ્રદર્શન કર્યુ છે.
નેહા હરસુખ ચાવડા જેમને નાનપણથી અન્ય કોઈ રમતોમાં નહી પરંતુ માત્ર ક્રિકેટ પ્રત્યે જ લગાવ રહ્યો છે. જેમણે 2007થી જામનગરની નવાનગર ક્રિકેટ એકેડમી અને જામનગર ડિસ્ટ્રીક ક્રિકેટ એશોશિયેશનમાં રમી રહ્યા છે. વર્ષોથી સતત દૈનિક 10 કલાકથી વધુ ક્રિકેટની તાલીમ અને પ્રેકટીસ કરે છે. જામનગરના ક્રિકેટ બંગલામાં સરમહેન્દ્રસિંહ ચૌહાણ પાસે તાલીમ મેળવી રહ્યા છે. અને ક્રિકેટની દુનિયામાં આગળ વધવા માટે સર રવિન્દ્ર જાડેજાને પ્રણેતાસ્ત્રોત માને છે. અગાઉ તે સૌરાષ્ટ્ર ક્રિકેટની અન્ડર-19માંની મહિલા ટીમમાં રમી ચુક્યા છે અને વર્ષોથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશનની મહિલા સિનિયર ટીમમાં રમી રહ્યા છે. નિવૃત સરકારી કર્મચારીની પુત્રી નેહા ચાવડા સામાન્ય પરીવારમાંથી આવે છે.
નેહા ચાવડાને ક્રિકેટ શોખથી શરૂ કર્યુ અને હવે તેનુ સમનુ છે વુમન ટીમમાં ઈન્ડીયા માટે રમવાનુ તક મળે ત્યાં પોતાનુ સારૂ પ્રદર્શન બતાવી શકે. ઈન્ડિયાની વુમન ટીમમાં પહોચવા માટેનુ બીજું પગથિયું છે ઝોનની ટીમ. ચાર ઝોનની ટીમમાં હોય છે. જે ઝોન સુધી પહોચવું સહેલું નથી હોતું. નેહાની વર્ષોની તપસ્યાનું પરીણામ સ્વરૂપે ઝોન ટીમમાં સ્થાન મેળવ્યું છે. વેસ્ટ ઝોનની ટીમમાં મુંબઈની 4 મહિલા ખેલાડી, મહારાષ્ટ્રની 5 મહિલા ખેલાડીઓ, 3 વડોદરાની મહિલા ખેલાડી અને 2 ગુજરાતની મહિલા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. સૌરાષ્ટ્રની ટીમમાં નેહા ચાવડા અને જયશ્રીબા જાડેજાનું નામ આગળ આવ્યું છે. જેમાંથી નેહા ચાવડાને એકને વેસ્ટ ઝોનની ટીમમાં સ્થાન મળ્યું છે.
નેહા ચાવડાએ દેશ-વિદેશમાં અનેક ક્રિકેટ ટુનાર્મેન્ટમાં પોતાનું સારુ પ્રદર્શન કરીને જામનગરના ક્રિકેટનો રંગ દેખાડ્યો છે. 2011માં બેંગ્લોર ખાતે ભારતભરમાંથી 30 મહિલાઓને ક્રિકેટની તાલીમ માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં નેહા ચાવડાએ સ્થાન મેળવ્યું હતું. પોડિંચેરી, લખનઉ, રાંચી, ધનબાદ, વિશાખાપટ્ટનમ, બાંગ્લાદેશ, રાજયમાં અનેક શહેરમાં નેહા ચાવડાએ પોતાની ક્રિકેટની આવડત દેખાડી છે.
ચારેય ઝોનની ઈન્ટર ઝોન ટુર્નામેન્ટ 6 નવેમ્બરથી શરૂ થનારી છે. લખનઉમાં ચારેય ઝોનની મહિલા ક્રિકેટરોની ટીમ આમને-સામને ટકરાશે. જેમાં વેસ્ટ ઝોનની ટીમમાંથી નેહા ચાવડા પોતાની ક્રિકેટની કલા રજૂ કરશે. ઈન્ડિયાની વુમન ટીમ અને મહિલા આઈપીએલમાં નેહા ચાવડાએ રમવાની ઈચ્છા વ્યકત કરી છે અને સાથે જ તે માટેની પોતાની તૈયારી, તાલિમ અને પ્રેકટીસ કરે છે. નેહા ચાવડાને સફળતાના પગથિયાં રાતોરાત નથી મળ્યા પરંતુ વર્ષોથી તેમની ક્રિકેટ તપસ્યાનું પરીણામ છે. જે એટલેથી સંતુષ્ટ ના થઈને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જામનગરને ક્રિકેટરની દુનિયામાં મહિલાઓને પ્રતિનિધિત્વ અપાવવા માંગે છે. વેસ્ટ ઝોનમાં જામનગરની મહિલા ક્રિકેટરની પસંદગી થતા જામનગર, સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે ગૌરવની વાત છે. તેમની સફળતા બદલ જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશિયેશન દ્રારા તેમને શુભેચ્છા આપવામાં આવી છે.
Published On - 9:47 am, Sat, 5 November 22