NSGની ટીમ પહોંચી જામનગર એરપોર્ટ, મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટની ચકાસણી શરુ

|

Jan 10, 2023 | 1:45 AM

મોડી રાત્રે મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સંદિગ્ધ વસ્તુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ઘટનાને પગલે NSG ની ટીમ જામનગર એરપોર્ટ પહોંચી છે.

NSGની ટીમ પહોંચી જામનગર એરપોર્ટ, મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટની ચકાસણી શરુ
Moscow-Goa chartered flight
Image Credit source: TV9 gfx

Follow us on

9 જાન્યુઆરીની મોડી રાત્રે જામનગરથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. મોડી રાત્રે મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સંદિગ્ધ વસ્તુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ઘટનાને પગલે NSG ની ટીમ જામનગર એરપોર્ટ પહોંચી છે.અઝુર એર ફ્લાઇટ નંબર ZF-2401નું  ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને ઇમરજન્સીને પગલે જામનગર ફાયરની ટીમ તેમજ પોલીસની ટીમ જામનગર એરપોર્ટ ખાતે તૈનાત છે અને બૉમ્બ સ્કવૉડ, ડોગ સ્કવૉડ સહિતનો કાફલો એરપોર્ટ ઉપર પહોંચી ગયો છે. આ ફલાઈટમાં 236 યાત્રી અને 8 ક્રૂ મેમ્બર સહિત 244 લોકો હાજર હતા. આ તમામ યાત્રીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાને પગલે એરપોર્ટના આસપાસના વિસ્તારમાં ઈમરજન્સી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અઝૂરે એરલાઈન્સની મોસ્કોથી ગોવા આવતી ફ્લાઈટનું લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જોકે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ પદાર્થ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, 2.30 કલાક સુધી ચાલેલી પ્રાથમિક ચકાસણી પૂર્ણ થતા કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો ન હતો.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

 

 

દિલ્લીથી NSGની ટીમ જામનગર એરપોર્ટ પહોંચતા જ તરત ચકાસણી શરુ કરવામાં આવી હતી. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને તેઓના સામાનની NSGની ટીમ દ્વારા ચકાસણી કરાઈ હતી.

ગોવા એરપોર્ટની સુરક્ષા વધારવામાં આવી

 


મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ અને દિગ્ધ વસ્તુ હોવાની માહિતી પ્રાપ્ત થતા જ ગોવા એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો હતો.

દિલ્લીથી બોલાવવામાં આવી NSG ની ટીમ

આ ઘટનાને પગલે દિલ્લીથી NSGની ટીમ બોલવવામાં આવી હતી. હાલમાં તમામ મુસાફરો સલામત છે  વિમાનમાં સવાર તમામ મુસાફરો અને તેમના સામાનની  ચકાસણી પણ કરવામાં આવી છે.  હાલમાં તમામ મુસાફરોને સુરક્ષિત સ્થળે રવાના કરવામાં આવ્યા છે અને NSGના ક્લિયરન્સ બાદ જ ફ્લાઇટ આગળ  ઉડવાની મંજરૂ આપવામાં આવશે.

NSG એટલે શું ?

NSG એટલે નેશનલ સિક્યુરિટી ગાર્ડ. જેને સામાન્ય રીતે બ્લેક કેટ્સ તરીકે ઓળખવામાં આવે છે, તે ગૃહ મંત્રાલય હેઠળનું ભારતનું આતંકવાદ વિરોધી એકમ છે. તેની સ્થાપના 16 ઓક્ટોબર 1984ના રોજ ઓપરેશન બ્લુ સ્ટાર બાદ, આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા અને રાજ્યોને આંતરિક વિક્ષેપ સામે રક્ષણ કરવા માટે કરવામાં આવી હતી.

Published On - 1:17 am, Tue, 10 January 23

Next Article