જામનગરના કલાકારે ભાજપની થીમ પર માટીનો ગરબો બનાવીને સીએમને ભેટ ધર્યો

|

Oct 06, 2021 | 1:39 PM

જામનગરના કલાકારે ભાજપનો ગરબો તૈયાર કર્યો છે.માટીની માટલી પર ભાજપનું કમળ અને શણગાર કરીને ગરબો સીએમ ભૂપેન્દ્ર પટેલને ભેટ ધર્યો છે.

જામનગરના કલાકારે ભાજપની થીમ પર માટીનો ગરબો બનાવીને સીએમને ભેટ ધર્યો
Navratri Jamnagar artist decorates garba pots with BJP theme

Follow us on

જામનગરના(Jamnagar) ગરબા બનાવનાર મહિલાએ(Women) ખાસ ભાજપનો ગરબો (Bjp Garba) તૈયાર કર્યો છે.માટીની માટલી પર ભાજપનું કમળ અને શણગાર કરીને માટીનો ગરબો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને ભેટ ધર્યો છે.

માનવામા આવે છે કે માને ગરબા ખુબ પ્રિય હોય છે અને તેથી જ નવરાત્રીના નવ દિવસ ગરબાની બોલબાલા જોવા મળતી હોય છે..માઇ ભક્તો ગરબા દ્વારા માની આરાધના કરતા હોય છે.ત્યારે માઇ ભક્તો માટે જામનગરની બજારમાં અવનરા રંગબેરંગી અને શણગારેલા ગરબા ધૂમ મચાવી રહ્યા છે.

અગાઉ માત્ર લાલ રંગના સાદા ગરબા જ જોવા મળતા હતા.જોકે સમય સાથે હવે બજારમાં અવનવા રંગબેરંગી ગરબાની માંગ વધી છે.ત્યારે ગ્રાહકોને આકર્ષવા ગરબા બનાવતા વેપારીઓએ જામનગરની પ્રખ્યાત બાંધણી ભાતને ગરબા પર ચિતરી છે.સાથે જ ઘરચોળા અને અવનવી ડિઝાઇન આધારિત ગરબાએ આકર્ષણ જમાવ્યું છે.

તો ગ્રાહકોને પણ અવનવા રંગ અને ડિઝાઇન આધારિત ગરબા પસંદ પડી રહ્યા છે.કેટલાક માઇ ભક્તો ટ્રેડિશનલ ગરબા ખરીદી રહ્યા છે.તો કેટલાક માઇ ભક્તો ડિઝાઇન વાળા રંગબેરંગી ગરબાની ખરીદી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રીને લઇને સરકારે રાત્રિ કર્ફ્યુમાં થોડીક છુટછાટ આપી છે. જેમાં નવરાત્રિને પગલે રાત્રિ કર્ફ્યુની સમયની અવધિ ઘટાડવામાં આવી છે. હવે 8 શહેરોમાં રાત્રી કર્ફ્યુ 12 થી સવાર ના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કર્ફ્યુમાં એક કલાકની છુટ આપવામાં આવી છે.

નવરાત્રીમાં ગરબાના રસિકો માટે પણ સારા સમાચાર આવ્યા છે. આ નિર્ણયમાં શેરી ગરબાને પરવાનગી આપવાની જાહેરાત કરી છે. ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.જે અનુસાર કલબ પાર્ટી પ્લોટમાં ગરબા યોજવાની મંજૂરી આપવામાં નથી આવી. તમને જણાવી દઈએ કે નવરાત્રિમાં 400 વ્યક્તિની હાજરીમાં ઉજવણીની પહેલાથી જ મંજૂરી મળી હતી

આ પણ વાંચો : Ahmedabad માં નવરાત્રીમાં રોમિયોની ખેર નથી, પોલીસે ધડયો આ એકશન પ્લાન

આ પણ વાંચો : નવરાત્રીમાં ગરબે ધૂમવા સરકારે મૂકી આ શરત, જાણો વિગતે

 

Published On - 1:37 pm, Wed, 6 October 21

Next Video