નવરાત્રીમાં ગરબે ધૂમવા સરકારે મૂકી આ શરત, જાણો વિગતે

નવલી નવરાત્રિમાં ગરબે ઝૂમવા ખેલૈયાઓ ઉત્સુક બન્યા છે. તેમજ લોકો રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા રમી શકશે.જો કે કોરોનાની ત્રીજી સંભવિત લહેરને જોતા ખેલૈયાઓએ કોરોનાની રસીના બે ડોઝ ફરજિયાત કરાયા છે.

નવરાત્રીના(Navratri)  ગરબાને(Garba)  લઈને ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. જેમાં ગુરુવારથી શરૂ થનારી નવલી નવરાત્રિમાં ગરબે ઝૂમવા ખેલૈયાઓ ઉત્સુક બન્યા છે. તેમજ લોકો રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા રમી શકશે.જો કે કોરોનાની ત્રીજી સંભવિત લહેરને જોતા ખેલૈયાઓએ કોરોનાની રસીના બે ડોઝ ફરજિયાત કરાયા છે.

આ ઉપરાંત 400 લોકોની મર્યાદામાં ગરબા રમવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ દુર્ગા પૂજા, શરદ પૂર્ણિમા અને દશેરાની ઉજવણી પણ રાત્રિના 12 વાગ્યા સુધી કરી શકાશે.મહત્વનું છે કે, નવરાત્રિ દરમિયાન લારી-ગલ્લા, શોપિંગ મોલ, કોમ્પ્લેક્સ, માર્કેટ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ, હોટેલ રાત્રિના 10 વાગ્યા સુધી જ શરૂ રહી શકશે.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રીને લઇને સરકારે રાત્રિ કર્ફ્યુમાં થોડીક છુટછાટ આપી છે. જેમાં નવરાત્રિને પગલે રાત્રિ કર્ફ્યુની સમયની અવધિ ઘટાડવામાં આવી છે. હવે 8 શહેરોમાં રાત્રી કર્ફ્યુ 12 થી સવાર ના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કર્ફ્યુમાં એક કલાકની છુટ આપવામાં આવી છે.

આ સાથે જ નવરાત્રીમાં ગરબાના રસિકો માટે પણ સારા સમાચાર આવ્યા છે. આ નિર્ણયમાં શેરી ગરબાને પરવાનગી આપવાની જાહેરાત કરી છે. ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.જે અનુસાર કલબ પાર્ટી પ્લોટમાં ગરબા યોજવાની મંજૂરી આપવામાં નથી આવી. તમને જણાવી દઈએ કે નવરાત્રિમાં 400 વ્યક્તિની હાજરીમાં ઉજવણીની પહેલાથી જ મંજૂરી મળી હતી

આ પણ વાંચો : રાજકોટના જસદણમાંથી 24 લાખની કિંમતનું ગેરકાયદે બાયો-ડીઝલ ઝડપાયું

આ પણ વાંચો: નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં થનગનાટ, વિવિધ થીમ પર ગરબાની પ્રેક્ટિસ શરૂ

Click on your DTH Provider to Add TV9 Gujarati