જામનગરમાં જામ્યો વરસાદી માહોલ, મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહનચાલકોને હાલાકી

|

Aug 17, 2022 | 11:04 AM

હવામાન વિભાગની (IMD) આગામી મુજબ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ગઈકાલથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

જામનગરમાં જામ્યો વરસાદી માહોલ, મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહનચાલકોને હાલાકી
Rain In Jamnagar

Follow us on

જામનગરના કાલાવડના (Kalavad) ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ (heavy rain)  જામ્યો છે.નવાગામ, જાલણસર, જામવાડી સહિતના વિસ્તારોમાં લાંબા વિરામ વરસાદ થતા ખેડૂતોમાં (Farmer)  ખૂશીની લહેર જોવા મળી રહી છે.તો ભારે વરસાદને પગલે નવાગામના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.હવામાન વિભાગની (IMD) આગામી મુજબ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ગઈકાલથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.રાજકોટ, જૂનાગઢ સહિત જામનગરમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.

જામનગરમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો

જૂનાગઢમાં (junagadh) ગિરનાર પર્વત અને દાતાર ડુંગર પર ધોધમાર વરસાદ વરસ્યો હતો.હાલ ગીરનારની તળેટીમાં નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે.વાદળોથી ગિરનાર અને દાતાર ડુંગર ઢંકાયેલો જોવા મળે છે.મહત્વનું છે કે બે ઇંચ કરતા પણ વધુ ગિરનારમાં વરસાદ પડ્યો છે.તમને જણાવી દઈએ કે,જૂનાગઢમાં મોડી રાતથી અવિરત વરસાદ થઈ રહ્યો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રાજ્યમાં ફરી એક વાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ

રાજ્યમાં (Gujarat) ફરી એક વાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગનું (IMD) માનીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ (Heavy Rain) પડશે. તો બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ, ડીસા, મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આગાહી કરવામાં આવી છે.ઉપરાંત અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Next Article