અહો આશ્વર્યમ ! હિન્દી ભાષાનું વિદેશમાં ઘેલું, જાપાનીઝ વિધાર્થીનીએ માત્ર વાતચીત દ્વારા હિન્દી ભાષા શીખી

|

Mar 22, 2023 | 9:55 AM

જાપાનના ટોકીયો નજીક આવેલા ચીબા ગામની વતની સાતોમી યોકો જે જામનગરમાં આર્યુવેદમાં પીજીમાં અભ્યાસ કરે છે અને તે માત્ર બોલચાલથી હિન્દી ભાષા શીખી છે.

અહો આશ્વર્યમ ! હિન્દી ભાષાનું વિદેશમાં ઘેલું, જાપાનીઝ વિધાર્થીનીએ માત્ર વાતચીત દ્વારા હિન્દી ભાષા શીખી

Follow us on

Jamnagar : સામાન્ય રીતે ભારતની સંસ્કૃતિ અને ભાષા વિદેશીઓને પણ ખુબ પસંદ આવે છે. ત્યારે ભારતમાં આર્યુવેદના અભ્યાસ માટે જામનગર આવેલી વિધાર્થીનીએ કોઈ પણ પુસ્તક વિના માત્ર બોલચાલથી હિન્દી ભાષા શીખી છે. મુળ જાપાનની આ વિદ્યાર્થીની હાલ ભારતમાં રહે છે. જાપાનના ટોકીયો નજીક આવેલા ચીબા ગામની વતની સાતોમી યોકો જે જામનગરમાં આર્યુવેદમાં પીજીમાં અભ્યાસ કરે છે. આ પહેલા તેણે દિલ્હીમાં 5 વર્ષ અભ્યાસ પુર્ણ કર્યો હતો.

આર્યુવેદના અભ્યાસ માટે જાપાની યુવતી જામનગર આવી

જાપાનની વતની સાતોમી યોકો આર્યુવેદના અભ્યાસ માટે ભારત આવી છે. છેલ્લા સાત વર્ષથી અહીં અભ્યાસ કરે છે. તેણે અભ્યાસમાં આર્યુવેદ તો શીખ્યુ છે. સાથે જે ભારતની રાષ્ટ્રભાષા હિન્દી પણ શીખી છે. જી હા.. હિન્દી શીખવા માટે કોઈ કોર્ષ કે પુસ્તકો વાંચન કર્યા નથી. ભારતમાં સાત વર્ષમાં અનેક જગ્યા જોઈ છે અને દરેક જગ્યાએ લોકોએ તેમને આવકાર આપ્યો છે. લોકો સાથેની વાતચીતમાં જ તે હિન્દી ભાષા શીખી છે.

લોકો સાથેની વાતચીતમાં જ હિન્દી ભાષા શીખી

મહત્વનું છે કે હાલ તે જામનગરમાં બે વર્ષથી જામનગર સ્થિત ITRAના આર્યુવેદ વિષયમાં પીજીનો અભ્યાસ કરે છે. તે પહેલા દિલ્હીમાં ચૌધરી બ્રહ્મપ્રકાશ આર્યુવેદ ચરક સંસ્થામાં સાડા પાંચ વર્ષનો યુ.જી. નો કોર્ષ પુર્ણ કર્યો હતો. દિલ્હીમાં પાંચ વર્ષના સમયમાં અનેક લોકો સાથે વાતચીતમાં પહેલા મુશ્કેલી થતી હતી. બાદ હોસ્ટેલમાં રસોઈ કરતા સુશીલાબેન પાસે દૈનિક વાતચીત થતી. જે સમજવા માટે તેમની જ મદદ લેતી અને દૈનિક કંઈક નવા શબ્દો શીખી છે. યુવતીએ  ભારતમાં દિલ્હી, જયપુર, લદ્દાખ, આસમ, મુંબઈ, ચૈન્નાઈ, કેરળ, પુણે, કન્યાકુમારી, ગુજરાત સહિતના વિસ્તારનો પ્રવાસ કર્યો છે. જાપાનમાં એક જ ભાષા જાપાનીઝ હોય છે, ત્યાં પહેરવેશ સંસ્કૃતિ એક જ હોય છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

ભારતમાં વિવિધમાં એકતા જોવા મળે છે. દરેક વિસ્તારમાં પહેરવેશ, ખોરાક, સંસ્કૃતિ, ભાષા અલગ-અલગ હોય છે. સાતોમી યોકો જાપાનીઝ, હિન્દી અને અંગ્રેજી ત્રણ ભાષા જાણે છે. જેમાં અંગ્રેજી કરતા પણ સારૂ હિન્દી બોલી શકે છે. અભ્યાસમાં તેમજ તબીબી ક્ષેત્રે સહપાઠીઓ મદદરૂપ થાય છે. આર્યુવેદ હોસ્પિટલમાં ઓ.પી.ડી વિભાગમાં કામ કરતી વખતે વધુ લોકો ગુજરાતી આવે છે, ત્યારે સાથેના સહપાઠીઓ, કર્મચારીઓ સહકાર આપે છે.

Published On - 9:07 pm, Tue, 21 March 23

Next Article