Jamnagar: યુવાનની છરી મારીને હત્યા, સમાધાન માટે બોલાવી રહેંશી નાખ્યો, ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

|

Apr 05, 2022 | 4:53 PM

બનાવની જાણ થતાં જ મૃતકના પરિવાર, કુટુંબીજનો અને મિત્રો ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં લોહીના ખાબોચિયામાં પડેલ ગફારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટયો હતો.

Jamnagar: યુવાનની છરી મારીને હત્યા, સમાધાન માટે બોલાવી રહેંશી નાખ્યો, ચાર શખ્સો સામે ગુનો નોંધાયો
Jamnagar: Young man stabbed to death, call for reconciliation, four persons booked

Follow us on

જામનગર (Jamnagar) માં વધુ એક કરપીણ હત્યા (Murder) નો બનાવ બનવા પામ્યો છે. ગઈ કાલે મોડી રાત્રે કાલાવડ નાકા બહાર સામાન્ય બાબતે થયેલ બોલચાલી મામલે સમાધાન માટે બોલાવી, ચાર શખ્સોએ વેતરી નાખતા સનસનાટી મચી જવા પામી છે. સીટી એ ડિવિઝન પોલીસ (Police) એ ચારેય શખ્સોની ભાળ મેળવી લીધી છે. સૂત્રો માંથી મળતી વિગત મુજબ પિતાના એકના એક મૃતક પુત્રના ત્રણ માસ પૂર્વે નિકાહ થયા છે. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

આમ તો શાંત ગણાતા છોટી કાશી જામનગરમાં ગંભીર ગુનાઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે પરંતુ ગઈ કાલે હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના કાલાવડ નાકા બહાર રહેતા સબ્બિરભાઈ ગફાર ભાઈ ઉર્ફે કાલું રાતે પોતાની પત્ની સાથે બાઇક પર નીકળ્યો ત્યારે જુબેર બાજરિયાએ મશ્કરી કરી હતી. જેને લઈને શબ્બીર અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી. પોતાની પત્ની સાથે મોટર સાયકલમાં નીકળેલ ગફાર ત્યાંથી ચાલ્યો ગયો હતો. દરમિયાન બંને પક્ષે સમાધાન અંગે વાતચીત થઈ હતી.

જેને લઈને આરોપી સદામે શબ્બીરને ચાંદી બજાર નજીક સમાધાન માટે બોલાવ્યો હતો. જ્યાં પહોંચેલ શબ્બીર સાથે થોડી વારમાં જ આરોપી સદામ મહમ્મદ બાજરીયા અને તેની સાથેના અન્ય ત્રણ આરોપીઓ જુબેર મહમ્મદ બાજરિયા, મોહશીન ઉર્ફે ખજૂર ઈકબાલ શેખ, વસીમ સુલેમાન બશર સહિતના આરોપીઓએ ઉગ્રતા દાખવતા ફરી બોલચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાઈ ગયેલ ચારેય આરોપીઓએ હુમલો કર્યો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ચાર પૈકીના એક આરોપીએ છરીનો એક ઘા પેટના ભાગે ઝીકી દેતા ગફાર ત્યાં જ ઢળી પડ્યો હતો. જેને લઈને આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવની જાણ થતાં જ મૃતકના પરિવાર, કુટુંબીજનો અને મિત્રો ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં લોહીના ખાબોચિયામાં પડેલ ગફારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટયો હતો.

આ બનાવના પગલે સીટી એ ડિવિઝન પીઆઇ એમ જે જલુ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે ત્વરિત વિગત જાણી તાત્કાલિક તપાસ શરૂ કરી નાસી ગયેલ આરોપીઓ સુધી પહોંચવા કોમ્બિગ કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે ચાર શખ્સો સામે રોહીન ખંભાળિયાવાળા ની હત્યા સબબ ફરિયાદ નોંધી હતી. જેમાં મશ્કરી જેવી સામાન્ય બાબતે થયેલ મનદુઃખને લઈને યુવાનને સમાધાન માટે બોલાવી આરોપીઓએ હત્યા નિપજાવી હોવાનો આરોપ લગાવાયો છે.

મેમણ પરિવારના પિતાનો એક નો પુત્ર શાકભાજીનો ધંધો કરતો હોવાનું જાણવા મળ્યું છે. હત્યા પ્રકરણની મોટી કરુણતા એ છે મૃતક યુવાનના ત્રણ માસ પૂર્વે જ નિકાહ થયા હતા. પોતાની પત્નીને હાથની મહેંદી પણ યથાવત છે ત્યાં વિધવા થઈ જતા પરિવાર ઊંડા આઘાતમાં શરી પડ્યો હતો. પોલીસ ચારેય આરોપીઓ સુધી પહોંચી ગઈ વિગતો જાણવા મળી છે.

આ પણ વાંચોઃ Surat: સોનાની દાણચોરીનો પર્દાફાશ, શારજાહથી આવેલા દંપતિના શરીરમાંથી મળ્યું 1 કરોડનું સોનું

આ પણ વાંચોઃ ગુજરાતના 8 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આજે પ્રચંડ ગરમીનું મોજું યથાવત રહેશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 12:19 pm, Tue, 5 April 22

Next Article