બ્રહ્મદેવ સમાજ (Brahmin society) ગુજરાત-જામનગરની (Jamnagar) ટીમ દ્વારા ભગવાન શ્રી પરશુરામજી જન્મોત્સવનું (Birth Anniversary of Lord Parshuram)ત્રીદિવસીય આયોજન કરવામાં આવ્યુ છે. બાઈક રેલી, પરશુરામ ગાથા, વકૃત્વ સ્પર્ધા, રાસ-ગરબા સહીતના કાર્યકમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગરની ટીમ દ્વારા આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજી જન્મોત્સવ નિમિત્તે ત્રિદિવસીય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું.
વિશાળ બાઈક રેલી
આગામી તા.01/05/22 રવિવારના દિવસે પરશુરામ જન્મોત્સવની ઉજવણીનો શરૂઆત આહવાન બાઈક રેલીથી થશે. સમય સવારે 9:00 કલાકે બાઈક રેલી પ્રસ્થાન શ્રી ભીડભંજન મહાદેવ મંદિરથી શરૂ થઈ સાતરસ્તા સર્કલ, રજીણતનગર હવાઈચોક, ચાંદીબજાર, બેડીગેઈટ, પંચેશ્વર ટાવર થઈને ફરી ભીડભંજન મહાદેવ મંદિરે પુર્ણ થશે. આ બાઈક રેલીમાં બ્રહ્મસમાજના આશરે 500થી વધુ યુવાનો-મહિલાઓ જોડાશે. બાઈક રેલીમાં બ્રહ્મસમાજ પોતાની એકતાના દર્શન કરાવશે. બાઈક રેલીમાં તમામ ભાગ લેનાર સફેદ કપડામાં જોડાશે. બાઈક રેલીની સાથે 20 જેટલા યુવાનો સ્કેટીંગ કરતા રેલીમાં આગળ લીડ કરતા નજરે પડશે. બાઈક રેલીમાં બ્રહ્મદેવ સમાજ રાજકોટના 30 જેટલા યુવાનો ચાંદી બજાર ચોકમાં તલવાર બાજી કરતબ રજુ કરશે. બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહાસચિવ મિલનભાઈ શુકલ, પ્રદેશ યુવા પ્રમુખ નીજર જોશી, પ્રદેશ યુવા પ્રભારી વિરલ ભારદ્વાજ, પ્રદેશ અગ્રણી સમીર પંડયા સહીતના બ્રહ્મસમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિતી રહેશે.
ભગવાન શ્રી પરશુરામ ગાથા
જામનગરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ભગવાન શ્રી પરશુરામ ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી પરશુરામ ગાથા પ્રારંભ કેવી રોડ પર આવેલી દયાશંકર બ્રહ્મપુરીમાં તા.01/05/22 રવિવાર બપોર 4:00 કલાકે થશે. જે બે દિવસ ચાલનારી ગાથાની પૂર્ણાહૂતિ 02/05/22 સાંજે 7:00 કલાકે થશે. આ સાથે વકૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્ય છે. જે નાના બાળકોથી લઈને કોઈ પર ઉમરના લોકો ભાગ લઈ શકશે. ભગવાન શ્રી પરશુરામના વિષય પર આ સ્પર્ધા યોજાશે. અને બાળકો માટે ફેન્સી ડ્રેસ સ્પર્ધા તા.01/05/22 રવિવારે સાંજે 7:00 કલાકે યોજશે. જેમાં માત્ર ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વેશપરીધાન કરીને બાળકો ભાગ લેશે. સમસ્ત બ્રહ્મસમાજ પરીવાર માટે રાસ ગરબાનુ તા.02/05/22 સોમવાર રાત્રે 9:00 કલાકે દયાશંકર બ્રહ્મપુરીમાં રાખવામાં આવ્યા છે.
તા.01/05/22 અને 02/05/22 બંને દિવસે સાંજે 7:30 કલાકે ભગવાન શ્રી પરશુરામજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અખાત્રીજના પાવન દિવસે ભગવાન પરશુરામજી જમોત્સવ તા.03/05/22 મંગળવારના રોજ સવારે 8:00 કલાકે દયાશંકર બ્રહ્મપુરીમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. તેમજ તા. 03/05/22 ના બપોરે 12:30 કલાકે દયાશંકર બ્રહ્મપુરીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ત્રિદિવસીય વિવિધ કાર્યકમમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ જામનગર સંપૂર્ણપણે સાથ સહકારથી જોડાશે. તેમજ જામનગર બ્રહ્મણોની વિવિધ સંસ્થાઓ, પેટાજ્ઞાતિ, ધટકો, અગ્રણી, સહીત બ્રહ્મસમાજ એકતા દર્શાવીને એક જુથ થઈને કાર્યકમમાં જોડાશે.
ભગવાન શ્રી પરશુરામજી જન્મોત્સવની ત્રિદિવસીય ઉજવણીના મુદે આજરોજ બ્રહ્મદેવ સમાજ જામનગરની ટીમ દ્વારા સમસ્ત બ્રહ્મસમાજ માટે વખતોવખત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. મીટીંગમાં ત્રિદિવસીય કાર્યક્રમની અનુરૂપ મીટીંગમાં પધારેલ બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા સુચનો આપવામાં આવ્યા અને કાર્યક્રમને સફળ બનાવવા મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી. અને આ ત્રિદિવસીય જન્મોત્સવમાં વધુમાં વધુ ભૂદેવો જોડાશે તેવો સકંલ્પ કરવામાં આવ્યો. ભગવાન શ્રી પરશુરામજી જન્મોત્સવની ત્રિદિવસીય કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મદેવ સમાજ જામનગરની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે.
આ પણ વાંચો :ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં 8 વર્ષમાં1864 શ્રમિકોના મોત: મનીષ દોશી
આ પણ વાંચો :ગુજરાતમાં વધુ ટેક્સ હોવાના કારણે ટ્રાવેલ્સ ધારકો વાહનોના રજીસ્ટ્રેશન માટે અન્ય રાજ્ય તરફ વળ્યા