jamnagar : ભગવાન પરશુરામ જયંતિએ પરંપરાગત ભવ્ય શોભાયાત્રા યોજાશે, બ્રહ્મસમાજના યુવાનો દ્વારા તૈયારીને આખરી ઓપ અપાયો

|

Apr 20, 2023 | 7:27 PM

પરશુરામ જયંતિના દિવસે સવારે બ્રહ્મણોના ઈષ્ટદેવ શ્રીપરશુરામજીની સોડસોપ્ચાર પુજા શ્રીમાળી બ્રાહ્મણ સામવૈદી શાખાની વાડી, પંચેશ્વર ટાવર ખાતે સવારે 9 વાગે થશે. જેનો દરેક ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

jamnagar : ભગવાન પરશુરામ જયંતિએ પરંપરાગત ભવ્ય શોભાયાત્રા યોજાશે, બ્રહ્મસમાજના યુવાનો દ્વારા તૈયારીને આખરી ઓપ અપાયો

Follow us on

જામનગર જીલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ પરીવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પરશુરામ જન્મ જયંતિના દિવસે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તારીખ 22 એપ્રિલ 2023 શનિવાર રોજ અખાત્રીજના શુભ દિને પરશુરામ જન્મ જયંતિના દિવસે પરંપરાગત ભવ્ય શોભા યાત્રા નીકળશે.

શોભાયાત્રામાં અલગ-અલગ કુલ 35 જેટલા ફલોટસ જોડાશે. જેમાં 11 બ્રહ્મસમાજની વિવિધ પેટાજ્ઞાતિઓ અને ધટકો ફલોટસમાં વિવિધ ભગવાન શ્રી પરશુરામજી વિવિધ સ્વરૂપો રજુ કરશે. 18 ખુલ્લા ફલોટસમાં વિવિધ અવતારોમાં આશરે 150 બાળકો વેશભુષા સાથે જોડાશે.

બ્રહ્મસમાજની દિકરીઓ દ્વારા નવદુર્ગાના અવતારનુ ફલોટસ આકર્ષણનું કેન્દ્ર રહેશે.આ સાથે જ શણગારેલા ઘોડા, શણગારેલી સાયકલ, ટ્રકમાં ખાસ બાહ્મણોના સંત, મહાપુરૂષના ફલોટસ, 4 ડીજે સાઉન્ડ સાથે રહેશે. શોભાયાત્રાના કન્વીર રૂપેશ કવેલિયા, સહકન્વીનર નિલેશ ઓઝા તથા દિલીપ વ્યાસ, તેમજ યુવા ટીમ શોભાયાત્રામાં વધુ સારી રીતે પ્રસાર થાય અને વધુ લોકો જોડાય તે માટે સક્રિય છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

શોભાયાત્રા પહેલા સવારે ધાર્મિક વિધી

પરશુરામ જયંતિના દિવસે સવારે બ્રાહ્મણોના ઈષ્ટદેવ શ્રીપરશુરામજીની સોળસોપ્ચાર પુજા શ્રીમાળી બ્રાહ્મણ સામવૈદી શાખાની વાડી, પંચેશ્વર ટાવર ખાતે સવારે 9 વાગે થશે. જેનો દરેક ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

પરશુરામ શોભાયાત્રા બાલા હનુમાનજી મંદિર તળાવની પાળથી પ્રસ્થાન કરીને હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર ચોક, ચાંદી બજાર, દિપક ટોકીઝ, પંજાબ બેંક, વંડા ફળી, પંચેશ્વર ટાવર ખાતે પુર્ણાહુતી થશે. પરશુરામ શોભાયાત્રા શનિવારના સાંજે 5 કલાકે શ્રી બાલા હનુમાનજી મંદિર તળાવની પાળેથી જાણીતા સંતો-મહંતો દ્વારા પ્રસ્થાન કરાશે.

જેમાં બ્રહ્મસમાજના વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ અને આગેવાન મોટી સંખ્યામાં હાજર રહેશે. સાથે શહેરના આગેવાનો, શાસકો લોક-પ્રતિનિધીઓ હાજરી આપશે. બ્રહ્મસમાજના યુવા કોર્પોરેટ અને સક્રિય મહિલા કોર્પોટરો સ્વયંસેવક બનીને સાથે જોડાશે.

હરીયાણાના તિલકધારી ગ્રુપ વિશેષ આકર્ષણ

પરશુરામ શોભાયાત્રામાં દર વર્ષે નવું આકર્ષણ ઉમેરાય છે. જેમાં આ વર્ષે પ્રથમ વખત ખાસ હરીયાણા રાજયના જાણિતા અનિલતિલકધારી આર્ટ એન્ડ ગ્રુપ વિશેષ આકર્ષણનુ કેન્દ્ર બની રહેશે. તિલકધારી આર્ટ એન્ડ ગ્રુપ દ્વારા વિરાટ સ્વરૂપે ભગવાન બંજરગબલીના વેશમાં વાનરો સાથે શોભાયાત્રામાં જોડાશે. તે પ્રકારે વિરાટ સ્વરૂપે મહાદેવજીના વેશમાં શોભાયાત્રા સાથે જોડાશે. તે સાથે અધોરી નૃત્ય તેના કલાકારો દ્રારા હવાઈ ચોક, ચાંદીબજાર, દિપક ટોકીઝ, બેડીગેટ તેમજ પંચેશ્વર ટાવર ખાતે પ્રસ્તુત થશે.

આ પણ વાંચો-Gujarati Video : સિંહની પજવણી કરનાર વ્યક્તિને વન વિભાગે ઝડપ્યો, આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

કોમી એકતાનું પ્રતિક

પરંપરાગત યોજાતી ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રામાં છેલ્લા ઘણા વર્ષોથી કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ સાથે અન્ય ધર્મ,જ્ઞાતિના લોકો સાથે જોડાય છે. શહેરના દિપક ટોકીઝ નજીક શોભાયાત્રાનું સ્વાગત મુસ્લિમ ભાઈ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે ઈદ અને પરશુરામ જંયતિ સાથે હોવાથી હિન્દુ ભાઈઓ ઈદ પર્વની શુભેચ્છાઓ પાઠવશે. અને મુસ્લિમ ભાઈઓ પરશુરામ શોભાયાત્રામાં સહભાગી બનશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:20 pm, Thu, 20 April 23

Next Article