Jamnagar: જામનગરનું નામ આવે ત્યારે ખાવામાં પ્રખ્યાત ઘુઘરા અને કચોરીની યાદ આવે. પરંતુ શ્રાવણ માસમાં કે સોમવાર, ગુરૂવાર જેવા વાર રહેતા લોકોને આ પ્રખ્યાત વાનગીનો સ્વાદ માણી શક્તા નહતા. પરંતુ હવે તેમને સ્વાદ મારવો નહીં પડે. જામનગરી ઘુઘરા અને કચોરી હવે ફરાળી ફ્લેવરમાં પણ મળી રહ્યા છે. આથી સ્વાદના શોખીનો હવે ઉપવાસ છતા મનપસંદ વાનગીની લિજ્જત માણી શકે છે.
શ્રાવણ માસમાં અનેક લોકો એક માસ શ્રાવણ માસ કે માત્ર સોમવાર, શનિવાર, ગુરુવાર કે જન્માષ્ટમી જેવા દિવસે માત્ર ફરાળ કે એકટાણું કરતા હોય છે. તેવામાં ફાસ્ટફુડ ખાવાનુ મન થાય, તે માટે અનેક વાનગીઓ ખાસ ફરાળી તૈયાર કરવામાં આવે છે. જામનગરના વેપારીઓ દ્રારા ખાસ શ્રાવણ માસ દરમિયાન ફરાળી વાનગી તૈયાર કરવામાં આવે છે. શ્રાવણમાસમાં લોકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસમાં ફરાળી વાનગીઓ ખાય છે. સ્વાદના શોખીનો માટે બજારમાં ઉપલબ્ધ છે. અવનવી ફાસ્ટ ફુડ ફરાળી વાનગીઓ.
પીઝા, પાણીપુરી જેવી ફાસ્ટફુડની વાનગી પણ ફરાળી હોય તે સાંભળીને માનવામાં ના આવે પરંતુ જામનગરના આવી અનેક વાનગીઓ ફરાળી તૈયાર કરવામાં આવે છે. શ્રાવણ માસમાં અને ખાસ જન્માષ્ટમીમાં લોકો ઉપવાસ કે એકટાણુ કરતા હોય છે. જે દરમિયાન માત્ર ફરાળી વાનગીઓ ખાઈ શકે. પરંતુ ફાસ્ટફુડના યુગમાં ફરાળી વાનગીમાં પણ ફાસ્ટફુડ તૈયાર કરવામા આવે છે. જામનગરમાં ફાસ્ટ ફુડ અને ફરસાણની આશરે 60 થી વધુ વાનગીઓને ફરાળી વાનગીઓમાં બનાવવામાં આવે છે. ફાસ્ટ ફુડમાં જેવી પીઝા, સમોસા, પાણીપુરી, સહીતની વિવિધ વાનગી તૈયાર થાય છે. તેમજ ફરસાણમાં પણ ફરાળી, ટોસ, ખાખરા, ખારી, સેવ સહીત અનેક ફરાળી વાનગી ઉપલબ્ધ છે. તમામ ફરાળી વાનગી બનાવવામાં તમામ પ્રકારની ફરાળી આઈટમો નાખવામાં આવે છે. રાજગરાનો લોટ, સીંગનો ભુકો, ખમણ, સહીત ફરાળી આઈટમોથી ફાસ્ટફુડ તૈયાર થાય છે.
શ્રાવણ માસમાં અને જન્માષ્ટમીમાં અગાઉ પેટીસ, જેવુ જ મળતુ હાલ ફાસ્ટફુડની અવનવી વેરાયટી મળે છે. તેથી નવી જનરેશનમાં આકર્ષણ રહે છે. જે છેલ્લા ઘણા વર્ષોથી ફરાળી વાનગી તૈયાર કરનાર યશ હિતેશ ચોટાઈએ ખાસ ઉપવાસ રહેતા અને ફાસ્ટફુડનો સ્વાદ માણવા આતુર લોકો માટે ફરાળી ફાસ્ટફુડ તૈયાર કરે છે. દર વર્ષે તેમાં વાનગીઓ વધારે છે. લોકોને જન્માષ્ટી, સોમવાર, ગુરૂવાર, શનિવાર કે શ્રાવણ માસ રહેતા હોય ત્યારે ફાસ્ટફુડના સ્વાદ સાથે ફરાળીની વાનગીની મજા માણી શકે તે માટે વિવિધ નતનવી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. જે ફરાળ ના કરતા હોય તેવા લોકો પણ ટેસ્ટ માટે ફરાળી વાનગીની સ્વાદ માણતા હોય છે. હમેશા નવીતમ વાનગીઓ આપવાની નેમના કારણે ફરાળી વાનગીઓ એક સાથે અનેક તૈયાર કરીને ફરાળી વાનગીના સ્વાદના કારણે નવી ઓળખ મેળવી સાથે વેપારમાં વૃધ્ધી થઈ.
આ પણ વાંચો: Gujarati Video: જામનગરમાં ફેસબુક એકાઉન્ટ હેક કરી મેસેજ કરનાર આરોપી પોલીસના સકંજામાં
થોડા વર્ષો પહેલા ફરાળ માટે બજારમાં થોડા જ વિકલ્પ હતા. જેમાં વેફર્સ, ચીપ્સ, ચેવડો, સહીતની વાનગી હતી. તો ઉપવાસ કરનારાઓને ફાસ્ટ ફુડ ખાઈ ન શકતા, બજારમાં અનેક વિવિધ વાનગીઓ ઉપલબ્ધ હોવાથી સ્વાદના શોખીનોને સ્વાદની મજા પણ માણે છે અને ઉપવાસ પણ કરે છે. તો ઉપવાસ ન હોય તેવા લોકો પણ ફરાળી વાનગીઓનો ટેસ્ટ માણે છે. ફાસ્ટફુડના યુગમાં વધુ એક પ્રકારના ફાસ્ટફુડનો ઉમેરો થયો છે. ફરાળી ફાસ્ટફુડ બજારમાં મળતો લોકો ઉપવાસમાં ફાસ્ટફુડનો ટેસ્ટ મેળવે છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:45 pm, Mon, 28 August 23