Dwarka : ઓખા ખાતે સાગર પરિક્રમા-2022 કાર્યક્રમ યોજાયો, 22 લાભાર્થીઓને 20 લાખની સહાય વિતરણ

|

Mar 05, 2022 | 11:26 PM

રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યના મત્સ્યોદ્યોગને વેગ મળે તે હેતુથી બજેટની રકમમાં 93 ટકાનો વધારો કરી રાજ્ય સરકારે બજેટમાં 880 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

Dwarka : ઓખા ખાતે સાગર પરિક્રમા-2022 કાર્યક્રમ યોજાયો, 22 લાભાર્થીઓને 20 લાખની સહાય વિતરણ
Jamnagar Okha Sagar Parikrama 2022 Programme

Follow us on

ભારત સરકારના મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને આઝાદીકા અમૃત મહોત્સવ(Azadi ka amrit mahotsav) અંતર્ગત  દ્વારકાના  (Dwarka) ઓખા ખાતે ‘સાગર પરિક્રમા 2022’ (Sagar Parikrama 2022) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પરિક્રમાના પ્રથમ ચરણ અન્વયે કચ્છના માંડવી ખાતેથી દરિયાઈ માર્ગે મંત્રી ઓખા ખાતે આવી પહોંચ્યા હતા.આ પ્રસંગે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ યોજના હેઠળ 7 લાભાર્થીઓને 4. 42 લાખની સહાય, ઓ.બી.એમ.એન્જીનની ખરીદી પર સહાય યોજના હેઠળ બે લાભાર્થીઓને રૂપિયા 1.20 લાખની સહાય અને જમ્બો પ્લાસ્ટીક ક્રેટની ખરીદી પર સહાય યોજના હેઠળ બે લાભાર્થીઓને રૂ. 14 હજારની સહાય, પશુપાલન વિભાગની કે.સી.સી.સહાય યોજના હેઠળ કુલ 10 લાભાર્થીઓને રૂપિયા 9.6 લાખની સહાય તથા મરીન એન્જીનની ખરીદી પર સહાય યોજના હેઠળ એક લાભાર્થીને રૂ.2,57, 143 ની સહાય મળીને જિલ્લામાં કુલ 22 લાભાર્થીઓને રૂપિયા 20 લાખથી પણ વધુ રકમની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સોમનાથની દરિયાઈ માર્ગ સર્કિટ તૈયાર થવાની પૂરી સંભાવનાઓ

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે માંડવી-ઓખા-પોરબંદર -સોમનાથની દરિયાઈ માર્ગ સર્કિટ તૈયાર થવાની પૂરી સંભાવનાઓ છે. હાર્બરનો વિકાસ થાય તે માટે જળચર શ્રુષ્ટિ પણ ન જોખમાય અને માછીમારોને પણ યોગ્ય લાભ મળી રહે તેનું યોગ્ય સંતુલન કરી ઉચિત નિર્ણય લેવા કેન્દ્ર સરકાર તરફે પૂર્ણ પ્રયાસ કરાશે તેમજ જે નાગરિકોને પાકિસ્તાન દ્વારા બંદી બનાવવામાં આવ્યા છે તેઓને છોડાવવા અને સ્વદેશ પરત લાવવા ભારત સરકારમાં સફળ રજુઆત કરી ત્વરિત નિરાકરણ લાવવા પણ તત્કાલ પ્રયાસ હાથ ધરવામાં આવશે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ લાભાર્થીઓને આર્થિક સહાય

સાગર પરિક્રમાનો હેતુ લોકો સમક્ષ મૂકતા મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સરકારે અમલમાં મૂકેલી મત્સ્યોદ્યોગની કિસાન ક્રેડિટ કાર્ડ જેવી વિવિધ યોજનાઓ સાગરકાંઠાના લોકો સુધી પહોંચાડી શકાય એ હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્ર અને રાજ્ય સરકારોને સામાન્ય માણસની પીડાનો ખ્યાલ છે અને તેથી 3 ટકા કેન્દ્ર તથા 4 ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવી ઝીરો ટકા વ્યાજથી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ લાભાર્થીઓને આર્થિક સહાય પુરી પાડી રહી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વિના વ્યાજે લૉનની આ સુવિધા આપતું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

આ યોજના હેઠળ વિના વ્યાજે લૉનની આ સુવિધા આપતું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.તેમ જણાવી વધુમાં વધુ માછીમારો, પશુપાલકો તથા ખેડૂત ભાઈઓને આ યોજનાનો લાભ લેવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.આ તકે મંત્રીએ મત્સ્યોદ્યોગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી તે પરત્વે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

માછીમારોને તથા મત્સ્યોદ્યોગને વિકસિત કરવા કટિબદ્ધ

મત્સ્યોદ્યોગ અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ દેશમાં લાવવા સક્ષમ છે ત્યારે આ કાર્યક્રમના માધ્યમથી દેશના મત્સ્યોદ્યોગને વેગ મળશે તેઓ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે આશાવાદ વ્યક્ત કર્યો હતો.જ્યારે સાંસદ પૂનમ માડમે ભારત સરકાર સતત માછીમારોના પ્રશ્નોને ધ્યાને લઇ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સમૃદ્ધ બને અને તેમને અંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળી રહે તે માટે પ્રયત્નશીલ છે તેમ જણાવતાં ઉમેર્યું હતું કે આ વિસ્તારની મોટાભાગની વસ્તી મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલી છે અને સૌથી વધુ નિકાસ આ વિસ્તાર કરે છે ત્યારે સરકાર પણ અનેક યોજનાઓના માધ્યમથી માછીમારોને તથા મત્સ્યોદ્યોગને વિકસિત કરવા કટિબદ્ધ છે.

બજેટની રકમમાં 93 ટકાનો વધારો

આ પ્રસંગે મત્સ્યોદ્યોગને લગતી યોજનાકીય માહિતી આપતા રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યના મત્સ્યોદ્યોગને વેગ મળે તે હેતુથી બજેટની રકમમાં 93 ટકાનો વધારો કરી રાજ્ય સરકારે બજેટમાં 880 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.જ્યારે ડીઝલ ખરીદીમાં બે હજાર લિટરનો વધારો કરી તે અંગેની સબસીડી ઓનલાઇન સીધી ખાતામાં જ જમા થાય તેવી વ્યવસ્થા ઊભી કરી છે.

આ પણ વાંચો : વડોદરાની SSG હોસ્પિટલની સિદ્ધિ , મોયા મોયા બીમારીની સર્જરી કરી બે બાળકોને જીવનદાન બક્ષ્યું

આ પણ વાંચો : Ahmedabad: ડિફેન્સ એક્સ્પો 2022 મોકૂફ રહેતાં અમદાવાદમાં હોસ્પિટાલિટી સેક્ટરને રૂ. 1,000 કરોડનો ફટકો

 

Published On - 10:38 pm, Sat, 5 March 22

Next Article