Jamnagar: જામનગર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી, લોકોને વરસાદી પાણીની સમસ્યામાંથી મળશે મુક્તિ

|

Sep 27, 2023 | 11:29 PM

Jamnagar: જામનગરમાં વર્ષોથી શહેરીજનો વરસાદી પાણી ભરાતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે શહેરીજનોને આ વરસાદી પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો મંજૂરી આપી દેવામાં આવી છે. જો કે આ પ્રોજેક્ટ વહેલો શરૂ થઈ વહેલો પૂર્ણ થાય તેવી માગ વિપક્ષે કરી છે.

Jamnagar: જામનગર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી, લોકોને વરસાદી પાણીની સમસ્યામાંથી મળશે મુક્તિ

Follow us on

Jamnagar: જામનગર શહેરમાં વરસાદી પાણી ભરાતા સર્જાતી મુશ્કેલી દુર કરવા અને શહેરને નવી ઓળખ અપાવવા માટે ફરી રીવરફ્રન્ટ પ્રોજેકટ ચર્ચામાં આવ્યો છે. મહાનગર પાલિકા દ્રારા પ્રોજેકટને તો મંજુરી મળી છે, પરંતુ 600 કરોડના આ પ્રોજેકટ કયારે શરૂ થશે અને તે કયારે પુરો તે અંગે કોઈ આયોજન નથી. રંગમતિ-નાગમતિ નદીના કાંઠે વસેલુ નવાનગર શહેર એટલે હાલનુ જામનગર. આ શહેરને ફરી તેની નદી વહેતી જોવા મળે અને શહેરમાં વરસાદી પાણીની સમસ્યા દુર થાય તે માટે પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. રીવરફ્રન્ટનો આ પ્રોજેકટ અંદાજીત 600 કરોડના ખર્ચે તૈયાર થશે છે.

સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રોજેક્ટને મંજૂરી

જો આ પ્રોજેકટ પૂર્ણ થાય તો શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા હોવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે. નદીની આસપાસ દબાણો થયા છે. નદીની આસપાસ ગંદકીનુ પ્રમાણ વધ્યુ છે. નદીના બંને કાંઠે આર.સી.સીની પ્રોટેક્ટ દિવાલ બનાવવાની, વહેણને ચોખ્ખા અને પહોળા કરવાની કામગીરીનો પ્રોજેકટમાં સમાવેશ કરાયો છે. જે માટે સ્ટેડીંગ કમિટીમાં આ પ્રોજેકટને મંજુરી આપવામાં આવી છે.

છેલ્લા સાત વર્ષથી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ કાગળ પર અધ્ધરતાલ

જામનગરમાં રીવરફ્રન્ટ ડેવલોપ્મેન્ટ પ્રોજેકટ જે રીતે આયોજન કરવામાં આવ્યુ છે. જે રીતે પુર્ણ થાય તો શહેરને વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી કાયમી છુટકારો મળી શકે. સાથે શહેરને નવુ નજરાણુ અને પ્રવાસન સ્થળ મળશે. રીવરફ્રન્ટ પ્રોજેકટ કોઈ નવો નથી. છેલ્લા સાત વર્ષથી આ પ્રોજેકટને કાગળ પર તૈયાર કરાયો છે. અને હાલ માત્ર સ્ટેડીંગમાં મંજુરી મળી છે. પરંતુ 600 કરોડના આ પ્રોજેકટ માટે મનપા પાસે નાણા છે નહી અને રાજય સરકાર જયારે કરોડો રૂપિયા આપે ત્યારબાદ આ પ્રોજેકટ શરૂ થઈ શકે અને બાદ લાંબા સમય પછી પ્રોજેકટ પૂર્ણ થશે.

શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં

આ પણ વાંચો: Ahmedabad: અમદાવાદના વેજલપુરમાં વેપારીના બંધ ઘરમાં થયેલી ચોરીનો બેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ

વિપક્ષે પ્રોજેક્ટ વહેલો પૂર્ણ કરવાની કરી માગ

જો સરકાર દર વર્ષે કટકે -કટકે ગ્રાન્ટ આપે તો વર્ષો સુધી પ્રોજેકટ ચાલે. હાલ પ્રોજેકટને માત્ર મંજુરી મળી છે. કયારે શરૂ થશે અને કયારે પૂર્ણ તે અંગે કોઈ કહી શકે નહી. વહેલી તકે પ્રોજેકટ પુર્ણ થાય તેવી માગ વિપક્ષે કરી છે. મહાનગર પાલિકા દ્વારા કરોડોનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ તે પ્રોજેકટના નાણા માટે રાજય સરકાર પર નિર્ભર છે. જો નાણા મળે તો આ પ્રોજેકટ અમલી થઈ શકે. જો પ્રોજેકટ પુર્ણ થાય તો અનેક વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યા દુર થાય તેમજ શહેરને નવુ નજરાણુ મળી શકે અને પ્રવાસન સ્થળ તરીકે જગ્યાનો વિકાસ થઈ શકે.

જામનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:28 pm, Wed, 27 September 23

Next Article