Jamnagar : બેદરકારીના કારણે અકસ્માત ન થાય તે માટે PGVCLની પહેલ, સેફ્ટી સાધનો વિના કામ કરનારા સામે થશે કાર્યવાહી

|

May 27, 2023 | 1:59 PM

PGVCLના જામનગર જિલ્લાના તમામ કર્મચારી-અધિકારીઓને પોતાની નિયત કામગીરી ઉપરાંત વધારાની સુપરવિઝનની જવાબદારી સોપવામાં આવી છે.

Jamnagar : બેદરકારીના કારણે અકસ્માત ન થાય તે માટે PGVCLની પહેલ, સેફ્ટી સાધનો વિના કામ કરનારા સામે થશે કાર્યવાહી

Follow us on

Jamnagar : ચોમાસા પહેલા અને ચોમાસા દરમિયાન વીજળીને (Electricity) લગતા પ્રશ્નો સામે આવતા છે. તે માટે પ્રિમોન્સુનની કામગીરી પણ વિભાગ દ્વારા થાય છે. દર વર્ષે ચાલુ વરસાદે (Rain) પણ PGVCLના કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે. પરંતુ અનેક વખતે થોડી બેદરકારીના કારણે અકસ્માતો બને છે. કર્મચારીઓના જીવ ગુમાવવો પડે છે. આવા અકસ્માતો ના થાય તે માટે જામનગર  PGVCL દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.

આ પણ વાંચો-Junagadh : વિલીંગ્ડન ડેમ નજીક સિંહની લટાર મારતો Video સામે આવ્યો, વન વિભાગનો સ્ટાફ સતર્ક

PGVCLના જામનગર જિલ્લાના તમામ કર્મચારી-અધિકારીઓને પોતાની નિયત કામગીરી ઉપરાંત વધારાની સુપરવિઝનની જવાબદારી સોપવામાં આવી છે. કોઈ પણ કર્મચારી વીજળીને લગતી સમસ્યા હલ કરવાની કામગીરી થાંભલા પર કે જાહેર રસ્તા પર કરે ત્યારે સેફટીના સાધનો ઉપયોગ કર્યો હોય તેનું ધ્યાન રાખવા જણાવાયુ છે. જો સેફટીના સાધનોનો ઉપયોગ ન થયો હોય તેવુ જણાય તો કામગીરીનો મોબાઈલ પર ફોટો પાડીને વિભાગને મોલકવાનો રહેશે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

બેજવાબદાર પૂર્વક કામ કરવાનો દંડ વસુલાશે

આ માટેની કામગીરી માટે ડેપ્યુટી ઈજનેરને કામગીરી સોપવામાં આવી છે. જો ફોટા સાથે અને વિસ્તારની વિગત સાથે ફરીયાદ મળે તો જવાબદાર કર્મચારી, અધિકારી, કે કામદાર અથવા કોન્ટ્રાકટ એજન્સી સામે કાર્યવાહી કાર્યવાહી કરવાની રહેશે. સાથે બેદરજવાબદાર પૂર્વક કામ કરનાર પાસેથી દંડની વસુલાત કરવામાં આવશે.

PGVCL વિભાગનો હેતુ છે કે કોઈ પણ કામ કરતી વખતે અકસ્માત ના થાય. તે માટે સેફટીના નિયમોનુ કડકપણ પાલન કરવામાં આવે છે. તમામ કર્મચારીઓ સેફટી બાબતે કાળજી લે માટે આ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે.
એક સપ્તાહમાં 10 સામે કાર્યવાહી કરી દંડની વસુલાત થઈ.

બેદરકારીના કારણે અકસ્માત ન થાય તે માટે પહેલ

PGVCL વિભાગ દ્વારા આ પ્રકારની કામગીરી મામલે છેલ્લા 8 દિવસમાં 10 ફરિયાદો મળી છે. આ કામગીરી છેલ્લા એક સપ્તાહથી શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ કર્મચારીઓ આ પ્રકારની મોનીટરીંગ કરીને સેફટી મામલે કાળજી લેતા થયા છે. એક પણ અકસ્માત બેદરકારીના કારણે ન થાય તે માટે વિભાગે અનોખી પહેલ કરી છે.

જામનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:58 pm, Sat, 27 May 23

Next Article