Jamnagar: 5 મહિનામાં 1 કોન્ટ્રાક્ટ એજન્સી અને 319 વાર દંડ છતા ભૂગર્ભ ગટર શાખાએ નથી કરી બ્લેક લિસ્ટ, આને કહેવાય ખાડે ગયેલી કામગીરી

Jamnagar:જામનગરમાં ભૂગર્ભ ગટર શાખાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. કોન્ટ્રાક્ટ એજન્સીને 5 મહિનામાં 319 વખત દંડ ફટકારવામાં આવ્યો છે, છતા એજન્સી સામે કોઈ પગલા લેવામાં આવતા નથી ના તો તેને બ્લેકલિસ્ટ કરાઈ રહી છે. આ મામલે કોર્પોરેટરે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.

Jamnagar: 5 મહિનામાં 1 કોન્ટ્રાક્ટ એજન્સી અને 319 વાર દંડ છતા ભૂગર્ભ ગટર શાખાએ નથી કરી બ્લેક લિસ્ટ, આને કહેવાય ખાડે ગયેલી કામગીરી
| Edited By: | Updated on: Aug 28, 2023 | 10:10 PM

Jamnagar: જામનગર મહાનગર પાલિકામાં ભુર્ગભ ગટર શાખા કોન્ટ્રાક એજન્સી પર મહેરબાન છે. કોન્ટ્રાકટ કરનાર એજન્સી પોતાનુ નિયમિત કામ ના કરે તો મનપા દ્રારા દંડ વસુલાત કરાશે. પરંતુ 5 માસમાં 319 વખત દંડ કર્યા બાદ એજન્સીને બચાવવાની ભુમિકા શાખા ભજવે છે. પરંતુ આવી એજન્સીને બ્લેકલીસ્ટ કરવાની તૈયારી પણ નથી. તેથી કોર્પોરેટરે શાખાની મહેરબાની અને એજન્સીની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે.

5 મહિનામાં કોન્ટ્રાક્ટ એજન્સીને 319 વખત દંડ ફટકાર્યો

જામનગર મહાનગર પાલિકાના ભુર્ગભ શાખામાં મળતી ફરીયાદના નિયમિત નિકાલ માટે વિવિધ એજન્સીઓ સાથે કરાર કર્યા છે. જો નિયત સમયમાં ભુર્ગભ ગટરની ફરીયાદનો ઉકેલ ના આવે તો કોન્ટ્રાકટ એજન્સી પાસેથી દંડ લેવાનો કરાર કર્યો છે. આ પ્રકારના દંડ એક બે વખત નહી પરંતુ દૈનિક 2 કે તેથી વધુ કરવામાં આવે છે. 5 માસમાં કુલ 319 વખત દંડ એક જ એજન્સીને કરવામાં આવ્યો છે.

કોર્પોરેટર ફુરકાન પઠાણે માગી વિસ્તૃત જાણકારી

જો કોઈ પણ કામ માટે વખતોવખતો દંડ કરવામાં આવે બાદ પણ ફરીયાદ ઓછી ના થતી હોય તો આવી એજન્સી સાથે કરોડો રૂપિયાનો કરાર કેમ રદ નથી કરતા કે આવી એજન્સી સામે પગલા પણ નથી લેવાતા. માત્ર દંડ કરીને જવાબદારીમાંથી મુકત થવાના શાખા પ્રયાસ કરે છે.

કોર્પોરેટર ફુરકાન પઠાણે આ અંગે વિસ્તૃત માહિતી માંગતા સમગ્ર મામલો સામે આવ્યો. જેમાં 1 વર્ષની માહિતી માંગી હતી પરંતુ શાખા માત્ર 5 માસની વિગત આપી. માર્ચથી હાલ સુધીમાં એજન્સી સામે કરેલી કાર્યવાહી અંગે પુછતા જણાવ્યુ કે તેનુ બિલ ચુકવ્યુ નથી. વિગતો દંડ અંગેની માંગી હતી.

માત્ર પાંચ માસની માહિતી આપવામાં આવી. માર્ચથી હાલ સુધીની વિગતો છુપાવી

શહેરમાં ભુર્ગભ ગટરની ફરીયાદના ઉકેલ માટે ચાર ઝોનમાં કામગીરી આપવામાં આવેલ છે. જેમાં વેસ્ટ ઝોનમાં કામ કરતી નવદુર્ગા એજન્સીને 5 માસમાં કુલ 319 વખત દંડ ફટકારવામાં આવ્યો છે. જેમા 2 લાખ 19 હજારની રકમ વસુલવામાં આવી.

ઓકટોબર-22માં 43 વખત, નવેમ્બરમાં 65 વખત, ડીસેમ્બરમાં 48 વખત, જાન્યુઆરીમાં 86 અને ફેબ્રુઆરી-23માં 77 મળીને કુલ 319 વખત દંડ વસુલવામાં આવ્યો છે. કરારમાં ઉલ્લેખ કરાયો છે,કે નિયત સમયમાં કામગીરી ના થાય તો દંડ વસુલાત થશે.જે મુજબ દંડ કરાયો છે. પરંતુ બાદ કોઈ પગલા લેવાની તૈયારી શાખાની નથી તે સ્પષ્ટ દેખાય છે.

આ પણ વાંચો: Gujarati Video: જામનગરમાં ફેસબુક એકાઉન્ટ હેક કરી મેસેજ કરનાર આરોપી પોલીસના સકંજામાં

આવી એજન્સી સામે પગલા લઈને નિયમિત કામ થાય તેવી માંગણી કોર્પોરેટરે કરી છે. પરંતુ શાખા દ્રારા એજન્સીના દંડ અંગેની પુરતી માહિતી ના આપીને તેના બચવાની ભુમિકા ભજવે છે. આ મહિતી તો અગાઉના મહિનાની છે. જયારે વરસાદની સિઝનમાં ભુર્ગભ શાખામાં ફરીયાદ બમણાથી વધુ હોય છે. નિયમિત કામ ના કરીને નિયમિત દંડાતી એજન્સી ચોમાસામાં તો વધુ દંડ ભર્યો હશે.

જૂનાગઢ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:30 pm, Mon, 28 August 23