Jamnagar : આરોપીને છોડી મુકવા CMOના અધિકારીની ખોટી ઓળખ આપનારો નિકુંજ પટેલ અમદાવાદથી ઝડપાયો, અગાઉ પણ નોંધાયેલા છે 3 ગુના

|

Aug 13, 2023 | 9:50 PM

Jamnagar: જામનગરમાં CMOના ઓફિસરની ખોટી ઓળખ આપનાર આરોપીની પોલીસે અમદાવાદથી ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમના આરોપીને છોડાવવા માટે CMO કાર્યાલયના અધિકારીની ઓળખ આપી ભલામણ કરી હતી. આરોપી નિકુંજ સામે અગાઉ પણ ત્રણ ગુના નોંધાયેલા છે.

Jamnagar : આરોપીને છોડી મુકવા CMOના અધિકારીની ખોટી ઓળખ આપનારો નિકુંજ પટેલ અમદાવાદથી ઝડપાયો, અગાઉ પણ નોંધાયેલા છે 3 ગુના

Follow us on

Jamnagar: આરોપીને છોડાવવાના પ્રયાસમાં યુવાન ખુદ આરોપી બન્યો. જામનગર એસપીને કોલ કરીને મુખ્યમંત્રીના કાર્યાલયમાં અધિકારીની ઓળખ આપી. સાયબર ક્રાઈમે સુરતથી પકડાયેલ આરોપીને છોડવા માટે ભલામણ કરી. તે અંગે પોલીસે ખોટી ઓળખ આપનાર નિકુંજ પટેલ સામે ગુનો નોંધીને તેને પકડી પાડેલ છે.

આરોપીને છોડી મુકવા CM કાર્યાલયની ઓફિસમાંથી ખોટી આપી ઓળખ

જામનગરના પોલીસ અધિકારીને વોટસઅપ કોલ આવ્યો. જેમાં યુવાને પોતાનુ નામ નિકુંજ અરવિંદ પટેલ જણાવ્યુ, જે પોતે મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિકારી હોવાની ઓળખ આપી. પોલીસને જણાવ્યુ કે સાયબર પોલીસની ટીમે સુરતથી પકડેલા આરોપી આમીર ઉર્ફે અરમાન અસલમ ગરાણાને છોડી દેવા અંગત ભલામણ હોવાનુ કહ્યુ. આ વાતથી પોલીસને શંકા જતા પોલીસે ફોન કરનારની ઓળખ મેળવી. પોલીસની તપાસમાં ખુલ્યુ કે નિકુંજ પટેલ નામની કોઈ વ્યકિત સીએમ કાર્યાલયમાં ફરજ બજાવતુ નથી. તેથી પોલીસે તેના નંબરની ચકાસણી કરીને તેની પુછપરછ કરતા ખોટી ઓળખ આપી હોવાનુ કબુલ્યુ. પોલીસે તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

આરોપી નિકુંજ પટેલને જામનગર સીટી પોલીસને સોંપાયો

નિકુંજ પટેલે જામનગરના એસ.પીને વોટસઅપ કોલ કર્યો. જે દરમિયાન એલસીબીના પોલીસ જવાને તે કોલ રીસીવ કર્યો હતો. જે વખતે નિકુંજ આરોપીને છોડવવા ભલામણ કરી. આરોપી પકડયાની સાથે ભલામણ કરતા પોલીસને શંકા ઉપજી અને પોલીસ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય તપાસ કરી. બાદ કોલ કરનારના નંબરની તપાસ કરીને તેને અમદાવાદના ગોતાથી પકડીને તેની પુછપરછ કરી. ત્યારે આરોપી ખોટી ઓળખ આપ્યાની કબુલાત આપી. એલ.સી.બીના પોલીસ જવાન ભરત પટેલે ગુનો નોંધાવ્યો. તેની સામે આ પ્રકારના કેટલા ગુના છે. તેની પણ તપાસ પોલીસે આરંભી છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

આ પણ વાંચો : Jamnagar: જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો, દૈનિક 500થી વધુ શરદી અને ઉધરસના કેસ નોંધાયા, જુઓ Video

આરોપી સામે અગાઉ પણ નોંધાઈ ચુક્યા છે ત્રણ ગુના

નિકુંજ પટેલ મુળ પાટણના મણુંદ ગામના અને હાલ અમદાવાદના ગોતા વિસ્તારમાં રહે છે. જામનગરની સાઈબર ક્રાઈમની ટીમે 10 તારીખે સુરતમાંથી આરોપી આમીર ઉર્ફે અરમાન અસલમ ગરાણાનાને એક કેસમાં પકડયો હતો. તે આરોપીના મિત્રએ તેને છોડાવવા માટે નિકુંજ પટેલને જણાવ્યુ. નિકુંજ મિત્ર માટે પોતાની ખોટી ઓળખ આપીને જામનગરના એસપીના ફોન પર વોટસઅપ કોલ કર્યો અને આરોપીને છોડવા ભલામણ કરી.

પોલીસ તેને આરોપી બનાવીને કાયદાનુ ભાન કરાવ્યુ. નિકુંજ પટેલ સામે અગાઉ પણ ત્રણ ગુના નોંધાઈ ચુક્યા છે. આરોપીની પૂછપરછમાં ખૂલ્યુ છે કે વર્ષ 2017માં મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ફરીયાદ કરવામાં આવી હતી. સેક્ટર 17માં મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ફરીયાદ કરવામાં આવી હતી. વર્ષ 2018માં પાટણ જિલ્લામાં પૈસાની લેતીદેતીમાં મારામારી અને લૂંટનો ગુનો દાખલ થયો હતો. વર્ષ 2022માં મહેસાણાના નંદસણા પોલીસ મથકે પીધેલી હાલતમાં બાઈક ચલાવવાનો કેસ નોંધાયો હતો.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article