Jamnagar: દરેડ જીઆઈડીસી વિસ્તારમાં ટેકસ મુદ્દે મનપા અને એસોશિયેશન વચ્ચે થશે MOU

|

Aug 21, 2023 | 6:31 AM

જામનગરમાં હદવિસ્તારણ બાદ નવા વિસ્તારમાં ભરેલા ટેક્સ મુદે વિવાદ સર્જાતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. જે બાદ લાંબા સમયથી ચાલતા આ વિવાદનો અંત લાવવા બંને પક્ષો દ્વારા સહમતિ સાથે નિર્ણય કરાયો છે.

Jamnagar: દરેડ જીઆઈડીસી વિસ્તારમાં ટેકસ મુદ્દે મનપા અને એસોશિયેશન વચ્ચે થશે MOU

Follow us on

જામનગર મહાનગર પાલિકા અને દરેડમાં આવેલ જીઆઈડીસી વિસ્તારમાં મિલકત ધારકો વચ્ચે ચાલતા વિવાદનો અંત આવ્યો છે. બંન્ને દ્વારા ટેકસના વિવાદને લઈને સહમતિ સાથે નિર્ણય લેવાયો છે. જેે અંગે ટુંક સમયમાં એમઓયુ થશે. જેનાથી મહાનગર પાલિકાને ટેકસની આવક થશે અને દરેડના જીઆઈડીસી વિસ્તારમાં ટેકસના 75 ટકા સમિતી દ્રારા આ વિસ્તારમાં ઉપયોગ થશે.

જામનગર મહાનગર પાલિકાની હદનું વિસ્તરણ થયુ ત્યારથી નવા વિસ્તારમાં આવતા મિલકત ધારકોને ટેકસ ભરવા નોટીસ આપવામાં આવી. જે મુદ્દે દરેડ વિસ્તારમાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલા મિલકતના માલિકો જીઆઈડીસીની કચેરીમાં રોડ-સ્ટ્રીટ લાઈટ જેવી સવલતો માટે ચાર્જ ભરતા હતા. તેથી ફરી મહાનગર પાલિકામાં ટેકસ ભરવા વિરોધ વ્યકત કરતા વિવાદ થયો હતો.

આ તમામ બાદ મુદ્દો કોર્ટંમા પહોંચ્યો હતો. લાંબા સમયથી ચાલતા આ વિવાદનો અંત લાવવા બંને પક્ષો દ્વારા સહમતિ સાથે નિર્ણય કરાયો. અન્ય મહાનગરમાં જે રીતે ઔદ્યોગિક વિસ્તારમાં ટેકસ માટે એમઓયુ કરવામાં આવ્યો છે. તે રીતે બંને પક્ષે એમઓયુ કરીને ટેકસ મુદે વિવાદનો અંત લાવશે. આ મુદે મહાનગર પાલિકા દ્રારા મંજુરીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ટુંક સમયમાં એમઓયુ થશે.

આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક

2013થી 2018નો દરેડ ફેઝ-2 , ફેઝ-3નો ટેકસનો મુદ્દો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેને લઈ કોર્ટનો જે ચુકાદો આવે તે મુજબ ટેકસની ભરપાઈ કરાશે. જયારે 2019થી હાલ સુધીનો ટેકસની ભરપાઈ એમઓયુ થતા ભરાશે. એમઓયુ મુજબ સ્પેશિયલ પર્પસ વ્હીકલ કંપની (એસ.પી.વી) બનશે. જેમાં મહાનગર પાલિકાના અધિકારી અને જીઆઈડીસી પ્લોટ અને શેઈડ હોલ્ડર એસોશિયેશન દરેડના કેટલાક હોદ્દેદારોની સંયુકત કમિટી બનાવશે.

આ પણ વાંચો : Gujarari Video: MLA રીવાબા જાડેજાએ મેયરને ઓકાતમાં રહેવાનું કહેતા વિરોધ, જૈન સમાજે શહેર ભાજપને કરી રજૂઆત

દરેડના ફેઝ-2 અને ફેઝ-3 વિસ્તારના મિલકત ધારકો દ્વારા ટેકસ મહાનગર પાલિકાને ભરપાઈ કરી તેે પૈકીની રકમ 75 ટકા રકમ એસ.પી. વી. માં જમા કરાશે. જેનો ઉપયોગ દરેડ વિસ્તારમાં પાયાની સવલતો માટે કરાશે. જેનો નિર્ણય સંયુકત સમિતિ દ્રારા કરાશે. જ્યારે બાકીની 25 ટકા રકમ મહાનગર પાલિકાની તિજોરીમાં જમા થશે. જો 2019થી હાલ સુધીના ટેકસની ભરપાઈ થાય તો અંદાજીત 65થી 70 કરોડની રકમ ટેકસની જમા થઈ શકે. આ સહમિતીથી મહાનગર પાલિકાને ટેકસની આવક નિયમિત થશે તો વિસ્તારને જરૂરી સવલતો મળતી થશે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article