Gujarari Video: MLA રીવાબા જાડેજાએ મેયરને ઓકાતમાં રહેવાનું કહેતા વિરોધ, જૈન સમાજે શહેર ભાજપને કરી રજૂઆત
Jamnagar: જામનગર ભાજપના ત્રણ વગદાર મહિલા નેતાઓ વચ્ચે ગઈકાલે ઉગ્ર બોલાચાલીના ઘેરા પડઘા પડ્યા છે. જામનગર ઉત્તરથી ધારાસભ્ય રીવાબા જાડેજાએ મેયર બીનાબેન કોઠારીને ઔકાતમાં રહેવા કહેવા બાબતે કોઠારી પરિવાર અને મેયરના શુભેચ્છકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.
Jamnagar: 17 ઓગસ્ટે ભાજપના ત્રણ મહિલા નેતા વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રીવાબા અને મેયર બીના કોઠારી વચ્ચેના વિવાદ બાદ દાવો થઈ રહ્યો હતો કે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. ત્યારે જૈન સમાજે જામનગર શહેર ભાજપ પ્રમુખને રજૂઆત કરી કે મહિલા ધારાસભ્ય દ્વારા મેયરને જાહેરમાં અપમાનજનક શબ્દો કહેવાની ઘટના નીંદનીય છે.
સાથે જૈન સમાજના આગેવાનોએ પોતે ભાજપની સાથે હોવાની વાત કરી અને કહ્યું કે આ ઘટના યોગ્ય ન હતી પરંતુ અમે ભાજપની સાથે છીએ. શહેર પ્રમુખે અમને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
આ અંગે મેયરના સંબંધી નવીનચંદ્ર કોઠારીએ શહેર ભાજપ પ્રમુખને રજૂઆત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ કે ધારાસભ્યએ મેયરને તમારી ઔકાત શું તેમ કહ્યુ તે શબ્દનો પ્રયોગ કરીને જાહેરમાં અપમાન કરાયુ છે. સામે વિરોધ દર્શાવ્યો છે અને આવુ ન થવુ જોઈએ તેમ રજૂઆત કરી છે. જે અન્વયે ભાજપે આવુ ફરીવાર નહીં થાય તેવી ખાતરી આપી છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો