Jamnagar: ખીજડિયા પક્ષી અભ્યારણમાં 1 લાખથી વધુ પક્ષીઓ, પક્ષી ગણતરીમાં 276 પ્રકારની જાતો નોંધાઈ

|

Feb 24, 2022 | 6:10 PM

જામનગરથી આશરે 15 કિમીના અંતરે આવેલુ ખીજડિયા પક્ષી અભ્યારણ આવેલુ છે દર વર્ષે અંહી આવતા પક્ષીની ગણતરી કરવામાં આવે છે આ વર્ષે આશરે 30 લોકો દ્વારા ખીજડિયા પક્ષી અભયારણ્યમા પક્ષી ગણતરી ની કામગીરી પૂર્ણ કરી

Jamnagar: ખીજડિયા પક્ષી અભ્યારણમાં 1 લાખથી વધુ પક્ષીઓ, પક્ષી ગણતરીમાં 276 પ્રકારની જાતો નોંધાઈ
ખીજડીયા પક્ષી અભ્યારણમાં 1 લાખથી વધુ પક્ષીઓ, પક્ષી ગણતરીમાં 276 પ્રકારના પક્ષીઓ નોંધાયાં

Follow us on

જામનગર (Jamnagar) નજીક આવેલા ખીજડિયા પક્ષી અભ્યારણ (Khijariya Bird Sanctuary) ને પક્ષીઓ માટે સ્વર્ગ માનવામાં આવે છે. શિયાળામાં દેશ-વિદેશના અનેક પક્ષીઓ અંહીના મહેમાન બને છે. તો દર વર્ષે પક્ષીઓની ગણતરી (Counting) કરવામાં આવે છે. આ વખતે થયેલ પક્ષી (bird) ગણતરીમાં કુલ 276 પ્રકારના પક્ષીઓ જેની કુલ સંખ્યામાં 1,04,096 પક્ષીઓ નોંધાયાં છે.

જામનગરથી આશરે 15 કિમીના અંતરે આવેલુ ખીજડિયા પક્ષી અભ્યારણ આવેલુ છે. દર વર્ષે અંહી આવતા પક્ષીની ગણતરી કરવામાં આવે છે. આ વર્ષે નાયબ વન સંરક્ષક આર. સેનંથીલ કુમારન (IAF), મદદનીશ વન સંરક્ષક શ્રી એન.એન.જોષીના માર્ગદશઁન હેઠળ જામનગર મરીન નેશનલપાર્ક , જામનગર વનવિભાગ નોર્મલ, દેવભૂમી દ્વારકા સામાજીક વનીકરણના રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વનપાલ, વન રક્ષક સહાયક તથા ગાઈડ સાથે મળી આશરે 30 લોકો દ્રારા ખીજડિયા પક્ષી અભયારણ્યમા પક્ષી ગણતરીની કામગીરી પૂર્ણ કરી.

પક્ષીઓને નજીકથી નિહાળી શકાય છે

ખીજડિયામાં પક્ષીઓને નજીકથી નિહાળી શકાય છે. અને વિવિધ પ્રકારના પક્ષીઓ માટેની અનુકુળતા રહેલી છે. અંહી યુરોપ, રશિયા, સાઈબીરીયા સહીતના પ્રદેશમાંથી દુર-દુરથી પક્ષીઓ અંહી શિયાળા દરમિયાન આવતા હોય છે. કોરોના કારણે લાંબા સમય સુધી લોકોની અવર-જવર પર પ્રતિબંધ રહ્યો હતો. વિદેશની સાથે અન્ય રાજયોમાંથી દેશના વિવિધ પ્રાંતમાંથી અંહી પક્ષીઓ મહેમાન બનતા હોય છે. ખીજડીયા પક્ષી અભ્યારણ બે પાર્ટમાં આવેલુ છે. ખીજડીયા પક્ષી અભ્યારણમાં મીઠા વરસાદી પાણીની નદીના પાણી, તળાવ આવેલુ છે. તેમજ ખારા પાણીના કયારા આવેલા છે. સાથે વૃક્ષો, પક્ષીઓને અનુકુળ આશ્રય સ્થાનો, વાતાવારણ, પુરતો ખોરાક મળી રહે તેવી પ્રતિકુળુતા છે. તેમજ મરીન નેશનલ પાર્ક દ્રારા પક્ષીઓના રક્ષણ માટે સ્થાનિક ટીમ સક્રિય રહે છે. આવા અનેક કારણોથી પક્ષીઓ માટે ખીજડીયા પક્ષી અભ્યારણ સ્વર્ગ બન્યુ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અનુભવી ટીમ દ્વારા પક્ષી ગણતરી

પક્ષીઓની ગણતરી માટે સવાર અને સાંજનો સમય પસંદ કરવામાં આવે છે. જેમાં ટીમની પણ પસંદગી વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. જે પક્ષીઓમાં રૂચિ રસ ધરવાતા હોય, તેમની ઓળખ, પ્રકારી, સંખ્યા સહીતની વિગતોને જીવણવટપુર્વક તૈયાર કરવામાં આવી છે. જેમા અનુભવી સભ્યોએ ટીમવર્ક કરીને આ કામગીરી કરી.

 

ખીજડિયા પક્ષી અભ્યારણમાં 1 લાખથી વધુ પક્ષીઓ, પક્ષી ગણતરીમાં 276 પ્રકારના પક્ષીઓ નોંધાયાં

 

ખીજડિયામાં આવતા પક્ષીઓ

ગુબાલી પેણ(પેલીકન), નાની ડુબકી, કાજીયો, બગલો, પીળી ચાંચ ઢોંક, નાની કાંકણસાર, ધોળી કાંકણસાર, ચમચો(સ્પુનબીલ), મોટો હંસ(ફેલેમીંગો), નાનો હંસ, ગાજહંસ, નાની સીસોટીબતક, નકટો, લુહાર, પીયાસણ, ટીલાવાળી બતક, ગયણો, સિંગપર, નાની મુરધાબી, રાખોડી કરચિયો, કરકરો, કુંજ, નીલ જલમુરધો, ભગતડું, કાળી પૂંછ ગડેરો, તુતવારી, નાનો કિચડીયો, ટીલોયો, ઉલ્ટીચાંચ, ટીટોડી, વા ધોમડી, તેતર, નાનો પતરંગો, મોટો અબાબીલ, ગુલાબી વૈયુ, કાબર, બબુના, ટપુશિયું, સહીતના અલગ-અલગ પ્રકારના 276 પ્રજાતિના પક્ષીઓ આ વખતે પક્ષી ગણતરી દરમિયાન નોંધાયા છે.

એક જ સ્થળ પર એક સાથે મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના પક્ષીઓને સમુહો અંહી વસવાટ કરે છે. જે માટે થોડા સમય પહેલા ખીજડીયાને રામપર સાઈડ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ વલસાડઃ વાપીમાં બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, ફરી પ્રદુષણ ઝોનમાં આવવાનું જોખમ

આ પણ વાંચોઃ Kheda: માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ ખેડા પોલીસ સામે લાલઘુમ, “રાજ્યમાં પોલીસ અધિકારીઓનું રાજ ચાલે છે” : ધારાસભ્ય

Next Article