
જામનગર નજીક આવેલુ મસીતીયા ગામ, જે ગુજરાતભરમાં અનોખુ ગામ છે. અહીં રહેતા તમામ લોકો એક જ પરીવારના સભ્યો છે. એટલે તમામ લોકોની એક જ અટક છે. ગામની વસ્તી 6 હજારથી વધુની છે. અને ગામમાં એક પરીવારના લોકો વસવાટ કરતા હોવાથી હળમળીને મતભેદ કે વિવાદ વગર રહે છે. ગામમાં આઝાદી બાદથી હાલ સુધી માત્ર 2 વખત જ ચુંટણી થઈ છે.
મોટાભાગે બીન હરીફ ઉમેરવાદ હોવાથી ચુંટણી થતી નથી. ગામનુ નામ મસીતીયા છે. હાલ મસીતીયા ગામના સરપંચ કારા મુસાક ખફી છે. પરંતુ તે સુમરા ખફીનુ ગામ તરીકે પણ ઓળખાય છે. અંહી વસવાટ કરતા લોકો તમામ સુમરા જ્ઞાતિના ખફી કુંટુંબના છે. કુંટુંબ મોટુ હોવાથી એક છત નીચે નથી રહેતા પરંતુ એક ગામની સીમમાં જ રહે છે.
આ ગામની અંદર વસ્તી અંદાજે છ હજાર છે. રસોડા અલગ હશે. પરંતુ પરીવાર એક જ છે. ગુજરાતમાં આવુ ગામ કયાય નથી. આ ગામમાં કોઈ ઝગડા કે મતભેદ નથી. દરેક ગ્રામજનો પરીવારના સભ્ય છે તમામ હળીમળીને રહે છે.
એક પરીવારના લોકો એક જ ગામ હોવાનુ કારણ માનવામાં આવે છે. વર્ષો પહેલા જામનગરની સ્થાપના કરનાર રાજા સાથે આવેલા તેના અંગરક્ષક ખફી હતા. જેને આ ગામની જમીન ગરાસમાં રાજાએ આપી હતી. અને જમીન પર કોઈ પ્રકારના વેરા કે સાલીયાણા લેવામાં આવતા ન હતા. બાદ રાજવી પરીવારમાં તે વખતના યુવરાજનો જન્મ થતા ગામજનોએ પુત્રના જન્મની ખુશી ભેટમાં વેરા ભરવાનુ સ્વેચ્છાએ શરૂ કર્યુ હતુ. જામનગરની સ્થાપના થઈ ત્યારથી મસીતીયા ગામ ખફી પરીવારનુ ગામ બન્યુ છે. અને વર્ષો બાદ પણ આજે પણ આ ગામમાં ખફી સિવાયનુ એક પણ પરીવાર વસવાટ કરતુ નથી.
આજ સમયમાં મોટા કુંટુંબના લોકો એક છત કે એક ફરીયામાં રહેતા નથી. ત્યારે 6 હજારથી વધુ લોકો એક જ ગામમાં વસવાટ કરે છે. ભાઈચાર અને એકતાના આ અનોખા ગામની એક પરીવારની વસ્તીએ તેને અનોખી ઓળખ આપી છે.