Jamnagar: પરણિત મહિલાને સરા જાહેર છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી

|

Feb 26, 2022 | 5:12 PM

જામનગરમાં પરણિત મહિલાને તેના ઘરની બહાર જ સરા જાહેર છરી મારીને તેની હત્યા કરવામાં આવી છે. બનેવીએ ધોળા દિવસે સરા જાહેર સાળીની હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ બનેવી ત્યાંથી ફરાર થઈ ગયો છે.

Jamnagar: પરણિત મહિલાને સરા જાહેર છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી
જામનગરમાં પરણિત મહિલાને સરા જાહેર છરી મારીને હત્યા કરવામાં આવી

Follow us on

સુરત (Surat) માં ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરાયા બાદ આરોપીને તાત્કાલિક પકડીને તેને ઝડપથી સજા મળે તે માટે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે પણ આમાંથી દાખલો લેવાને બદલે હજુ પણ જાહેરમાં મહિલા (woman) ની હત્યા કરવાના કિસ્સા બની રહ્યા છે. રાજ્યમાં ફરીથી એક મહિલાની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી છે.

જામનગર (Jamnagar) માં પરણિત મહિલાને તેના ઘરની બહાર જ સરા જાહેર છરી મારીને (stabbed) તેની હત્યા કરવામાં આવી છે. બનેવીએ ધોળા દિવસે સરા જાહેર સાળીની હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ બનેવી ત્યાંથી ફરાર થઇ ગયો છે. બનાવની જાણ થતા પોલિસ ગુનો નોંધીને વધુ તપાસ આંરભી છે.

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા સિલ્વર સોસાસટીમાં સવારના સરાજાહેર મહિલાની હત્યાનો બનાવ બન્યો છે. ઘરની બહાર કચરો નાખવા માટે બહાર આવેલી મહિલાને તેનો બનેવી છરીના ઘા મારીને નાસી ગયો. કરીમા શિપાઈ નામની 36 વર્ષથી મહિલાને તેના બનેવી ફિરોઝ(મુન્નાભાઈ)એ છરી મારીને ગંભીર ઈજા કરી હતી. બનેવી છરી મારીને નાસી ગયો હતો. ત્યાર બાદ 108ની મદદથી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા મહિલાનુ મૃત્યુ થયુ હતું.

નિવૃત્તિ છતાં વિરાટ, રોહિત અને જાડેજાને ગ્રેડ A+ માં કેમ સ્થાન મળ્યું?
ભારતીય ક્રિકેટના 'બડે મિયાં-છોટે મિયાં' બંનેને મળી ખુશખબર
10 રૂપિયાની આ વસ્તુ વાસ્તુના બધા દોષ દૂર કરશે,પૈસા આકર્ષિત થશે!
લાલ કે કાળા..ગરમીમાં કયા રંગના માટલાનું પાણી રહે છે વધારે ઠંડુ?
હવે જાણી જ લો કે, દિવસમાં કેટલી છાશ પીવી જોઈએ?
એક એપિસોડ માટે 7 લાખ રૂપિયાનો ચાર્જ લે છે,આ કોમેડિયન

બનાવની જાણ પોલીસને થતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીને શોધવા તપાસ શરૂ કરી છે. જે હાલ ફરાર છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ કે આરોપી ફીરોઝને પત્ની સાથે ઝગડા થતા હોય જેનુ કારણ સાળી કરીમાની દરમિયાનગીરી હોવાની તેમે શંકા હતા. આ શંકાના આધારે તેણે સાળી પર હુમલો કર્યો હતો. જોકે આરોપી પકડાયા બાદ જ હત્યાનુ સાંચુ કારણ જાણી શકાશે. આરોપીને શોધવા માટે પોલીસે તપાસ આંરભી છે.

રાજયમાં ફરી એક લખત મહિલા સુરક્ષાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. સુરત બાદ જામનગરમાં સરા જાહેર ધોળા દિવસે મહિલા પર છરી વડે હુમલો કરીને હત્યાનો બનાવ સામે આવ્યો છે. આરોપી મહિલાને સરાજાહેર હત્યા કરીને પોલીસને પડકાર ફેંકી નાસી જવામાં સફળ થયો છે.

આ પણ વાંચોઃ Rajkot: ખોડલ ધામ ખાતે પાસ આગેવાન અને નરેશ પટેલ વચ્ચેની બેઠક પૂર્ણ, કેસ પાછા ખેંચવાને અને મૃત્યુ પામેલાના પરિજનોને નોકરી બાબતે ચર્ચા

આ પણ વાંચોઃ Devbhoomi Dwarka : કોંગ્રેસની ચિંતિન શિબિરમાં રાહુલ ગાંધીના પક્ષપલટુઓ પર પ્રહારો, કહ્યું કે ગુજરાત કોંગ્રેસને બચાવવા 25-30 લોકોની જ જરૂર