જામનગર : ખેલ મહાકુંભનું સમાપન, ખેલ મહાકુંભથી છેવાડાના રમતવીરોની પ્રતિભા શોધવામાં સફળતા મળી : સાંસદ પૂનમબેન માડમ

|

Mar 26, 2022 | 4:27 PM

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખેલ પ્રતિભાઓને શોધી રાષ્ટ્રીય સ્તરે તેમના કૌવતને આગળ લાવી શકાય તે માટે ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો.

જામનગર :  ખેલ મહાકુંભનું સમાપન, ખેલ મહાકુંભથી છેવાડાના રમતવીરોની પ્રતિભા શોધવામાં સફળતા મળી : સાંસદ પૂનમબેન માડમ
Jamnagar: Khel Mahakumbh succeeds in finding talents of Chhewada sportspersons: MP Poonamban Madam

Follow us on

Jamnagar: સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને 11માં ખેલ મહાકુંભની (Khel Mahakumbh)તાલુકા /ઝોનકક્ષા- સીધી જિલ્લા/મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો, ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના છેવાડાના વિસ્તારો સુધી પણ રમત ગમતમાં કૌવત દેખાડતી અનેક પ્રતિભાઓને શોધવામાં સફળતા મળી છે : સાંસદ પૂનમબેન માડમ (MP Poonamban Madam)

જામનગરના સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-2022ની જામનગર તાલુકા/ઝોનકક્ષા- સીધી જિલ્લા/મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના છેવાડાના વિસ્તારો સુધી પણ રમત ગમતમાં કૌવત દેખાડતી અનેક પ્રતિભાઓને શોધવામાં સફળતા મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખેલ પ્રતિભાઓને શોધી રાષ્ટ્રીય સ્તરે તેમના કૌવતને આગળ લાવી શકાય તે માટે ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતના ગામડે-ગામડે રહેલા બાળકથી લઇ કોઇપણ ઉંમરના વ્યક્તિ પોતાના કૌશલ્યને જાણે અને વિશ્વ પણ તેને જાણે તે માટેની વ્યવસ્થાઓ ખેલ મહાકુંભના માધ્યમથી પ્રધાનમંત્રીએ કરી હતી. આજે વૈશ્વિક કક્ષાએ રમાતી અનેક રમતોમાં ભારત અને ખાસ ગુજરાતની પ્રતિભાઓ પોતાનું કૌશલ્ય દેખાડવામાં અગ્રેસર આવી છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

ખેલ મહાકુંભમાં જીલ્લાભરના ખૈલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો. ખૈલાડીઓને પ્રોત્સાહન આપવા વાલી, શિક્ષકો અને તેમની વિવિધ રમતના કોચ સહીતના શુભેચ્છકોએ બીરદાવ્યા. અને સહકાર આપીને તેમને રમત માટે પ્રેરીત કર્યા. દર વખતે ખેલ મહાકુંભમાં ખૈલાડીઓની સંખ્યામાં વધારો થયો છે. આ વખતે વિવિધ રમતો માટે જેતે રમતના સીનીયર ખૈલાડીઓ, કોચ, નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે. આ તકે, મેયર બીનાબેન કોઠારીએ ગ્રામ્યસ્તર થી લઈ રાજ્યકક્ષા સુધી ખેલ પ્રતિભાઓ આગળ વધી શકે તે માટેની ખેલ મહાકુંભની વ્યવસ્થા વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, ડી.ઇ.ઓ ઓફિસ જામનગરના મધુબેન ભટ્ટ, જિલ્લા રમત-ગમત અધિકારી નીતાબેન વાળા, આહિર કન્યા વિદ્યાલયના પ્રમુખ મુળુભાઇ કંડોરીયા, મહેશભાઇ મુંગરા, ભીખુભાઇ વારોતરીયા, ડી.ડી.ગોરિયા, ગોવિંદભાઇ કરમુર, ભરતભાઇ ઝાલા, આહિર કન્યા વિદ્યાલયના આચાર્યા ભાવનાબેન બોદર, સંસ્થાના ટ્રસ્ટીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ ગાંધીનગર પોલીસના સર્વેલન્સ સ્કવોર્ડે બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપ્યુ, આરોપીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા

આ પણ વાંચો : હજીરા રોડ પર મોડી રાત્રે બે ટ્રકો વચ્ચે જબરજસ્ત ટક્કર : કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને ફાયર જવાનોએ મહામુસીબતે બહાર કાઢ્યો

Published On - 4:26 pm, Sat, 26 March 22

Next Article