Jamnagar: હિન્દી સિરિઅલમાં બલરામનું પાત્ર ભજવી ઓળખ બનાવનાર કેવિન વતન પરત ફર્યો, ગામમાં થયુ ભવ્ય સ્વાગત

|

Jun 25, 2022 | 6:06 PM

કેવિન ચરાડવાને ખાનગી ચેનલની એક ધાર્મિક સિરિઅલમાં કામ કરવાની તક મળી. કેવિનને આ સિરિઅલના (Serial) 190 એપીસોડમાં લીડ રોલ (Lead roll) ભજવાની તક મળી હતી.

Jamnagar: હિન્દી સિરિઅલમાં બલરામનું પાત્ર ભજવી ઓળખ બનાવનાર કેવિન વતન પરત ફર્યો, ગામમાં થયુ ભવ્ય સ્વાગત
Kevin charadva

Follow us on

જામનગરના (Jamnagar) બાળ કલાકાર કેવિન ચરાડવાએ બલરામનુ પાત્ર ભજવીને ટેલીવિઝનની દુનિયામાં સફળતાનું પ્રથમ પગલુ માંડ્યુ છે. કેવિન ચરાડવાને ખાનગી ચેનલની એક ધાર્મિક સિરિઅલમાં કામ કરવાની તક મળી. કેવિનને આ સિરિઅલના 190 એપીસોડમાં લીડ રોલ ભજવાની તક મળી હતી. ત્યારે હવે તે 9 માસમાં આ સિરિઅલનું શૂટિંગ (Shooting) પૂર્ણ કરીને પોતાના વતન પરત આવ્યો છે. ઘરે પરત ફરતા કેવીનના પરિવાર અને પાડોશીઓએ તેનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. વતન પરત ફરતા કેવિનના મુખ પર પણ ખુશીની લાગણી જોવા મળી હતી

7 વર્ષીય બાળ કલાકારે 35 એવોર્ડ મેળવ્યા

જામનગરના શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા 7 વર્ષીય કેવીન કૌશલ ચરાડવાને નાનપણથી મોડેલીંગ, એકટીંગનો શોખ છે. 7 વર્ષમાં તેણે જુદા-જુદા શહેરમાં વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને 35 જેટલા એવોર્ડ મેળવ્યા છે. જેમાં મોડલીંગ, ફેશન શો, ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન, એકટીંગ વગેરે માટે જામનગર, ગોંડલ, સુરત, મુંબઈ, વડોદરા સહીતના શહેર માંથી એવોર્ડ મેળવ્યા છે. તાજેતરમાં બેસ્ટ ચાઈલ્ડ આર્ટીંસ્ટ તરીકે કેવિને એવોર્ડ મેળવ્યો છે. ધોરણ 2માં અભ્યાસ કરતો બાળ કલાકાર કેવિન અભ્યાસમાં હોશિયાર છે. તેના પિતા કૌશલભાઇએ કેવિન વિશે જણાવ્યુ કે, તે બોલતા પછી શિખ્યો તે પહેલાથી એકટીંગ શીખ્યો છે. દોઢ વર્ષની વયે તેણે બદમાસ રાઉડી હિન્દી ફીલ્મમાં બાળકલાકાર કામ કર્યુ હતુ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

બલરામનુ પાત્ર ભજવતા બલરામ તરીકે ઓળખ મેળવી

ટેલિવિઝનમાં જાણીતી ખાનગી ચેનલમાં લોકપ્રચલિત સિરિઅલ ‘હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી’માં કાન્હાના મોટા ભાઈ બલરામનુ પાત્ર કેવિને ભજવ્યુ છે. સિરિઅલ માટે ઓડીશન આપીને બલરામના પાત્ર માટે કેવિનની પસંદગી કરવામાં આવી હતી. સીરીયલમાં લીડ રોલ મળવા અંગે બાળ કલાકારે કેવિને ખુશ હોવાનું જણાવ્યુ હતુ. કેવિને ઉમરગાંવમાં સતત 9 માસ સુધી દિવસના 14 કે તેથી વધુ કલાક શૂટિંગના સેટ પર કઠોર પરિશ્રમ કરીને બલરામના પાત્રને ભજવી બલરામ તરીકેની ઓળખ મેળવી. દિવસભર શૂટિંગ પર રહેવાનુ થતુ હોવાથી સેટ પર જ તેની માતા રૂપલબેન તેની સાથે રહીને તેને સેટ પર જ અભ્યાસ કરાવતા હતા. તેના શૂટિંગ દરમિયાન વચ્ચે મળતા ટાઈમમાં તે શિક્ષણ મેળવતો હતો અને જે પછી તેણે ધોરણ 1માં એ પ્લસ ગ્રેડ મેળવ્યો છે.

9 માસ બાદ સિરિઅલના શૂટિંગ બાદ વતન પરત

બલરામના પાત્ર ભજવ્યા બાદ સિરિઅલનુ શૂટિંગ પૂર્ણ કરીને ઉમરગાંવથી 9 બાદ પરત વતન શનિવારે આવ્યો. ત્યારે આસપાસના લોકો અને પરીવારજનોએ માતા-પુત્રનુ ભવ્ય સ્વાગત કર્યુ હતુ. ઢોલ સાથે વાજતે-ગાજતે તેનુ ફુલો સાથે સ્વાગત કરાયુ. કેવિને 9 માસ સુધી સિરિઅલના શૂટિંગના સેટ પર રહ્યો હોવાથી તેને પરિવાર અને ઘર માને છે. જો કે સતત શૂટિંગનું કામ રહેતુ હોવાથી એક વખત રાત્રિના અઢી વાગ્યા સુધી શૂટિંગ ચાલતા બલરામનુ પાત્ર ભજવતા સમયે કેવિન રડી પડયો હતો.

ફરી સિરિઅલમાં કામ કરવાની ઇચ્છા

બલરામનુ પાત્ર ભજવતા પહેલા કેવિને એક હિન્દી ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કર્યુ છે. દિલ્હી અને ગોડલમાં બે હિન્દી આલ્બમ સોંગમાં કામ કર્યુ છે. જે ટુંક સમયમાં પ્રસારીત થશે. જાણીતી મનોરંજન ચેનલની અન્ય ત્રણ સિરિઅલની ઓફર બાળ કલાકાર કેવિનને મળી છે. કેવિને હિન્દી સિરિઅલમાં કામ કરવુ વધુ પસંદ છે. ભવિષ્યમાં તક મળે તો હિન્દી ફિલ્મોમાં જશે.

Published On - 6:04 pm, Sat, 25 June 22

Next Article