Jamnagar: જામનગર શહેરના સાધના કોલોની ગત 23 જુનના રોજ એક ઇમારત( Building) ધરાશાઈ થઈ હતી. જેની બાદ મહાનગર પાલિકા ટીમ દ્રારા શહેરના આવા વિસ્તારોનો સર્વે કરવા આદેશ આપ્યો છે. જેમાં શહેરના કુલ 16 વોર્ડમાં 16 જુનિયર ઈજનેરની ટીમ બનાવવામાં આવી છે.
બે સપ્તાહમાં વોર્ડમાં તમામ બીલ્ડીંગનો સર્વે કરીને જર્જરીત ઈમારતનો સર્વેની કામગીરી પુર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં અનેક ઈમારતો જર્જરીત હાલત છે. 23 જુનના રોજ બિલ્ડિંગ ધરાશાયી થતા ત્રણ લોકોના મોત થયા હતા. તેમજ ફરી આવા બનાવ ના બને તે માટે મહાનગર પાલિકા દ્રારા આવી ઇમારતોના સર્વે માટે 16 ટીમ કાર્યરત કરવામાં આવી છે. જે 16 ટીમ 16 વોર્ડમાં 2 સપ્તાહમાં સર્વે પુર્ણ કરીને તમામ વિગતો વિભાગને સોપશે. ત્યાર બાદ જે વધુ જોખમી હોય તેવી ઈમારતોને દુર કરવાની કાર્યવાહી કરાશે.
તેમજ શકય હોય તેને માલિકો દ્રારા નિયત સમયમા રીપેર કરવાની નોટીસ આપવામાં આવશે. હાલ 16 ટીમમાં જુનિયર ઈજનેર અને સાથે એક વર્ક આસિસ્ટન્ટ બે લોકોની ટીમ દ્રારા આ સર્વેની કામગીરી કરવામાં આવે છે. બે સપ્તાહ બાદ આવી ઈમારતો, માલિકનુ નામ, સરનામુ, બીલ્ડીંગની હાલ ફોટા સહિતની વિગત તૈયાર કરીને વિભાગને આપવામાં આવશે. ત્યાર બાદ તંત્ર દ્રારા જર્જરીત બિલ્ડિંગ મુજબ કાર્યવાહી કરાશે.
બીપોરજોય વાવાઝોડા આગાહી થઈ ત્યારથી જુન માસના અંત સુધીમાં શહેરમાં 28 જગ્યાએ ટીપીઓ શાખા કામગીરી કરવામાં આવી. ખુબ જ જોખમી લાગતી ઈમારતોને દુર કરવાની અથવા ઈમારતનો કેટલોક ભાગ જોખમી હોવાથી તે દુર કરવાની કામગીરી મહાનગર પાલિકાની ટીપીઓ શાખા દ્રારા કરવામાં આવી. વાવાઝોડા વખતે આવી ઈમારતો દુર કરવાની કામગીરી કરવામાં આવી.
જેમાં લાંબા સમયથી જોખમી ઈમારતો હોય, નોટીસ બાદ પણ ઈમારતના માલિક દ્રારા કામગીરી ના થતા ટીપીઓની ટીમે ત્યાં હથોડા લગાવીને જોખમી ભાગ દુર કર્યો. તેમજ ચોમાસા પહેલા આવી ઈમારતના કારણે આસપાસના લોકોને ભય લાગતા ફરીયાદ મળી હોય, લાંબા સમયથી ઈમારતોને ઉપયોગ થતો ના હોય જોખમી હોય તેવી ઈમારતોને દુર કરવાની કામગીરી કરવામાં આવી.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:10 pm, Thu, 6 July 23