જામનગરઃ સરકારી શાળામાં અભ્યાસ કરતો ભારતનો સૌથી નાની વયનો ટેનીસ ખેલાડી, નેશનલ લેવલ પર ચોથો ક્રમાંક મેળવવામાં સફળ

|

Feb 07, 2022 | 9:36 PM

આગામી તારીખ 21 ફેબ્રુઆરીએ હીત ફરી નેશનલ ટુર્નામેન્ટ મુંબઈ ખાતે છે તેમાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યો છે. પ્રતિસ્પર્ધીને ટક્કર આપવા હીત તેમજ તેમના પિતા ખુબજ સારી રીતે કમર કસી રહ્યા છે.

જામનગરઃ સરકારી શાળામાં અભ્યાસ કરતો ભારતનો સૌથી નાની વયનો ટેનીસ ખેલાડી, નેશનલ લેવલ પર ચોથો ક્રમાંક મેળવવામાં સફળ
jamnagar-HEET KANDORIA

Follow us on

જામનગરમાં (JAMNAGAR) સરકારી શાળામાં અભ્યાસ કરતો હીત (HEET KANDORIA) ભીમસીભાઇ કંડોરીયા ફક્ત 13 વર્ષની ઉંમરમાં સમગ્ર ભારતમાં સૌથી નાની વયના ખેલાડી (Tennis player) તરીકે નેશનલ નંબર 4નો ક્રમાંક મેળવવામાં સફળ થયો છે.

હાલમાં જ ઓલ ઇન્ડીયા ટેનીસ એશોસીએશન (એ.આઇ.ટી.એ.) દ્વારા સોનીપત હરીયાણામાં યોજાયેલ ચેમ્પયનશીપ સીરીસ ટુર્નામિન્ટમાં અન્ડર 14માં ચેમ્પીયન થઇ અગ્રતાનો ક્રમાંક મેળવી હીત કંડોરીયાએ જામનગરનો ડંકો સમગ્ર ભારતમાં વગાળવામાં સફળતા મેળવી.

હીત છેલ્લા 5 વર્ષથી ટેનીસની ટ્રેઇનીંગ તેમના પિતા પાસે તથા અન્ય ખ્યાતનામ કોચ પાસે મેળવે છે. હીત દ્વારા પાંચથી વધારે ટાઇટલ રાજ્ય કક્ષાએ પણ જીતવામાં આવ્યા છે. જેમાં 2019માં કચ્છ સૌરાષ્ટ્ર ટેનીસ ટુર્નામેન્ટ ભુજ ખાતે યોજાયેલ તેમાં ચેમ્પયનશીપ મેળવેલ. 2020માં અમદાવાદ ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં ચાર અલગ અલગ કેટેગરીમાં ચેમ્પયનશીપ મૅળવેલ.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

એ.આઇ.ટી.એલ. નેશનલ (રાષ્ટ્રીય) ટુર્નામેન્ટમાં 2020માં અન્ડર 12 માં બે વખત સેમી ફાઇનલ સુધી પહોંચેલ અને અન્ડર 14 માં ક્વાર્ટર ફાઇનલની મેચ રમેલ, તેમજ 2021માં અન્ડર 12માં બે વખત સેમી ફાઇનલ 3 વખતે ક્વાર્ટર ફાઇનલ અને એક વખત સીલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી છે. હાલમાં જ બરોડામાં યોજાયેલ નેશનલ સીંગલ્સ અને બલ્સ બન્નેમાં રનર્સ અપ રહ્યો. જોધપુરમાં 8માં મહીનામાં સીંગલ્સ અને ડબલ્સ બંન્નેમાં રનર્સ અપ. નવેમ્બર અને ડીસેમ્બરમાં રોહતક હરિયાણામાં સીંગલ્સ અને ડબલ્સ બન્નેમાં રનર્સ અપ. ઝીરાકપુર (6-9-2021) ચંદીગઢ ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં ડબ્સમાં રનર્સ અપ થયેલ. રાજકોટમાં (24-12-201) યોજાયેલ ટુર્નામેન્ટમાં અન્ડર 14માં રનર્સ અપનું ટાઇટલ મેળવ્યું. માર્ચ 2021 માં અમદાવાદ ખાતે આઈટાની. ટુર્નામેન્ટમાં અન્ડર 12 ડબ્સમાં રનર્સ અપ 2021માં મુંબઇ ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલ પહોંચ્યો.

આ પ્રકારની દરેક ટુર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન દેખાડીને ઓવરઓલ પોઇન્ટ રેટીંગમાં અગ્રેસર રહી ભારતમાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. નોંધનીય બાબત છે કે જે ખેલાડી વર્ષ દરમ્યાનની 18 ટુર્નામેન્ટમાં ભાગ લે છે તેના એવરેજ પોઇન્ટ રેટીંગ પરથી નેશનલ રેકીંગ નક્કી થતું હોય છે.

આગામી તારીખ 21 ફેબ્રુઆરીએ હીત ફરી નેશનલ ટુર્નામેન્ટ મુંબઈ ખાતે છે તેમાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યો છે. પ્રતિસ્પર્ધીને ટક્કર આપવા હીત તેમજ તેમના પિતા ખુબજ સારી રીતે કમર કસી રહ્યા છે. હાલમાં 13 વર્ષનો હીત અન્ડર 14 ટુર્નામેન્ટ રમી રહ્યો છે અને તેનું નેશનલ રેકીગ 4 છે. ઉવેખનીય છે કે તે પોતાની ઉંમર કરતા 1 વર્ષ વધારે ઉંમરના ખૈલાડીઓને ખુબજ સારી ટક્કર આપી રહ્યા છે.

જામનગરના કોઇપણ સ્પોર્ટસના ખેલાડીને નિસ્વાર્થભાવે સંપુર્ણ સહયોગ આપી અને જામનગરનું નામ સ્પોર્ટસ બાબતે સમગ્ર વિશ્વફલક પર સુવર્ણ અક્ષરોમાં અંકિત થાય તેવા શુભાશીષથી જેડીટીટીએના વિક્રમસિંહ જાડેજા તથા ઉદયભાઈ કટારમલ સહીતની સમગ્ર ટીમ હંમેશા તત્પર રહેતા હોય છે.

આ પણ વાંચો : કચ્છ : ભુજમાં પાણી સમસ્યા બનશે ભુતકાળ, સરકારે “નલ સે જલ’ યોજના માટે 41.61 કરોડના કામને મંજુરી આપી

આ પણ વાંચો : કચ્છ : 79 ગામમાં કનેકટીવીટી નથી તો 129 ગામમાં ડેટા નથી, વિધાનસભા અધ્યક્ષે ટેલીકોમ કંપની સાથે બેઠક યોજી !

Next Article