Jamnagar: ભાગવદ્ કથામાં ‘ભાઈશ્રી’ એ મોબાઈલ અને સંબંધોને લઈને કહી આ વાત

|

May 07, 2022 | 9:56 PM

પ્રતિકાર કરવાનું સામર્થ્ય હોવા છતાં વ્યક્તિ સહન કરે તે સહિષ્ણુતા છે. સાંપ્રતકાળમાં પારિવારિક, સામાજિક તથા જાહેરજીવનમાં સહિષ્ણુતાનો અભાવ માનવી- માનવી વચ્ચે ખાઈ રચે છે.

Jamnagar: ભાગવદ્ કથામાં ભાઈશ્રી એ મોબાઈલ અને સંબંધોને લઈને કહી આ વાત
જામનગર વાસીઓ ભકિતમાં તરબોળ થઈ રહ્યા છે

Follow us on

જામનગરમાં (Jamnagar) શ્રી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી શહેરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠેથી ભાગવતાચાર્ય ભાઈશ્રીએ માનવીમાં રહેલાં સત્વગુણ, રજોગુણ તેમજ તમોગુણને વર્ણવી ભાગવતજીના આધારે વ્યક્તિ તથા સમાજની જવાબદારી વિષયક કથા રજૂ કરી હતી. વક્તાએ જણાવ્યું હતું કે, ભાગવતલીલાનું દર્શન લોકશિક્ષા પ્રદાન કરે છે. ઋષિ દ્રષ્ટિ અનુસાર રાજા (શાસક) દેવમય જ્યારે બ્રાહ્મણો વેદમય હશે, ત્યારે પ્રજાજનોનું કલ્યાણ થશે.

જેમાં વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, તથા સત્સંગ જેવા સાત્વિક ગુણો પ્રધાનસ્થાને હોય તે વિપ્ર ગણાય અને આવા બ્રાહ્મણો એ પરમાત્માના સાકાર રૂપનું શરીર છે. રજોગુણ પ્રત્યેક માનવીમાં હયાત હોય છે, પરંતુ તેને નિયત વશમાં રાખનારા ગુરુઓ-સંતો- બ્રાહ્મણોના ક્રોધ- આવેશ પણ કલ્યાણકારી બની રહે છે. આળસ એ તમોગુણની નિશાની છે. યોગ દ્વારા આવા નઠારા તત્વોને સંતુલિત કરી શકાય છે, માટે યોગી સંતુલિતતાના સ્વામી ગણાય છે. ઊંઘ ના આવવી તેને પણ તમોગુણની નિશાની ગણાવી વર્તમાન યુગમાં યુવા વર્ગને લાગેલા મોબાઈલના ચસ્કાને વખોડી કાઢ્યો હતો. મોબાઈલનું અતિ વ્યસન અને સોશિયલ મીડિયામાં ખૂંપી ગયેલા લોકોમાં તેમજ સમાજમાં વ્યાપક નુકસાન પહોંચાડયાનું તારણ રજૂ કર્યું હતું.

મોબાઈલનો મોહ તન અને મન માટે નુકસાનકારક

જ્ઞાનપ્રાપ્તિની 21મી સદીમાં ઉપલબ્ધ વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ વિવેકપૂર્ણ થવો જોઈએ. પરંતુ મોડી રાત્રી સુધી મોબાઈલ સાથે જકડાઈ રહેવાથી લોકોની ઊંઘ ઓછી થઈ ગઈ છે. તબીબી અભિપ્રાય અનુસાર દરરોજ સાત-આઠ કલાકની ઊંઘ પણ નહીં કરનારા મોબાઈલ પ્રેમીઓના કારણે સમાજ મર્યાદા બહાર નીકળી જવાની પૂરેપૂરી સંભાવના જોવા મળે છે. મહિલાઓની મોબાઈલ વ્યસ્તતા સંતાનો તેમજ પરિવાર પ્રત્યે દુર્લક્ષતા સર્જે છે. નકલી બૌદ્ધિકતાનો મોહપાસ યુવાવર્ગના તન – મનને હાનિ પહોંચાડતો જોવા મળે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

આરોગ્યની સંભાળમાં ઉંઘ મહત્વપુુર્ણ

આહાર કરતાં પણ ઊંઘની વિશેષ જરૂરિયાત ઉપર ભાર મૂકતાં પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું હતું કે, ઓછી ઊંઘ ચીડિયો સ્વભાવ, નબળી પાચનશક્તિ, વિસ્મૃતિ, શારીરિક બીમારી જેવી સમસ્યાઓ નોતરે છે. શ્રી ભાગવતજીના શરીર ગણાતા ગાય, તપ, સત્ય, સંયમ, ધ્યાન, શ્રદ્ધા, દયા, તિતિક્ષા અને યજ્ઞ જેવા પ્રમાણોનો ઉલ્લેખ કરી સત્ય ઉપર વિશેષ ભાર મૂકી જણાવ્યું હતું કે, અસત્યથી સત્ય સહન થતું નથી, આમ છતાં સત્ય કદી સમાપ્ત પણ થતું નથી. દુષ્પ્રચારના વાદળો કદાચ સત્યના સૂરજને ઢાંકી શકે, પરંતુ તેનું અસ્તિત્વ તો મિટાવી ના જ શકે.

પ્રતિકાર કરવાનું સામર્થ્ય હોવા છતાં વ્યક્તિ સહન કરે તે સહિષ્ણુતા છે. સાંપ્રત કાળમાં પારિવારિક, સામાજિક તથા જાહેરજીવનમાં સહિષ્ણુતાનો અભાવ માનવી- માનવી વચ્ચે ખાઈ રચે છે. શ્રી રામનામનો મહિમા વર્ણવી તેને ‘તારક મંત્ર’ ગણાવી તેના મંત્રજાપની સાથે પુરુષાર્થની અનિવાર્યતા પણ દર્શાવી હતી. શ્રી રામજીનું સમગ્ર જીવન પુરુષાર્થની અનોખી મિશાલ છે.

છેલ્લા કેટલાક વર્ષોથી નાગરિકોને કેટલીક સુવિધાઓ મફતમાં પૂરી પાડી લોકપ્રિયતા મેળવવાની સરકારની હોડ સામે લાલબત્તી ધરી હતી. પ્રમાણિક લોકો પાસેથી પ્રાપ્ત કરેલા કરવેરાનો ખર્ચ સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહાર, મધ્યાન ભોજન, બાળકોના અભ્યાસ, નબળાં વર્ગની કન્યાઓના લગ્ન, અનાજ વિતરણ, નિવાસસ્થાન, આરોગ્ય સેવાઓ સહિતની સરકાર દ્વારા પૂરી પડાતી અનેકવિધ સવલતો પર્યાપ્ત છે. હવે ભારતમાં ભાવિ પેઢીએ માત્ર જન્મ લેવા સિવાય કંઈ કરવાનું રહેતું નથી. મફતમાં મળે તે મેળવી લેવાની વૃત્તિ પ્રજાજનોને નિર્માલ્ય બનાવી દે છે. તેથી સરકારે આવા ટૂંકાગાળાના લોભ આપવાના બદલે રોજગારીનું સર્જન કરવું જોઈએ અને બહોળા સમાજને રોજગારી તરફ દોરી જવો જોઈએ.

Next Article