જામનગરઃ પોલીસ દ્વારા નાગરિકોને અપાઈ રહી છે ઘોડે સવારીની તાલીમ, પોલીસ વિભાગમાં ઘોડાનું છે વિશેષ મહત્વ

કુલ 23 જેટલા લોકો ઘોડે સવારીની તાલીમ પોલીસ દ્વારા મેળવી રહ્યા છે. જામનગર પોલીસ (Jamnagar Police) લોકોપયોગી કામગીરી અંતર્ગત ઘોડે સવારીની તાલીમ આપવાનું કામ શરૂ કર્યું હતું.

જામનગરઃ પોલીસ દ્વારા નાગરિકોને અપાઈ રહી છે ઘોડે સવારીની તાલીમ, પોલીસ વિભાગમાં ઘોડાનું છે વિશેષ મહત્વ
Jamnagar: Horse riding training is being given to the citizens by the police
| Edited By: | Updated on: Jul 28, 2022 | 7:15 PM

પોલીસ (Police) પ્રજાની રક્ષક અને મિત્ર છે તે બાબતની સાબિતી રૂપે જામનગરમાં (Jamnagar) પોલીસ હાલમાં નાગરિકોને ઘોડે સવારીની તાલીમ આપી રહી છે. જેમાં હાલમાં કુલ 23 લોકો તાલીમ મેળવી રહ્યા છે. ઘોડે સવારી શીખવા (Horse riding) માટે જામનગરમાં કોઈ ચોક્કસ કલબ, સંસ્થઆ, કે તાલીમ કેન્દ્ર નથી. એક માત્ર જામનગર પોલીસ દ્વારા ઘોડે સવારીની તાલીમ આપવામાં આવે છે. જેમા વિદ્યાર્થી, મહિલાઓ, યુવાનો દરેકને તાલીમ આપવામાં આવે છે. હાલ કુલ 23 જેટલા લોકો ઘોડે સવારીની તાલીમ પોલીસ દ્વારા મેળવી રહ્યા છે. જામનગર પોલીસ (Jamnagar Police) લોકોપયોગી કામગીરી અંતર્ગત ઘોડેસવારીની તાલીમ આપવાનું કામ શરૂ કર્યું હતું. પોલીસ દ્વારા પોલીસ જવાનોને નહીં, પરંતુ શહેરના સામાન્ય નાગરિકોને પણ ઘોડે સવારીની તાલીમ આપે છે. પોલીસમાં એક માઉન્ટેડ વિભાગ હોય છે. તેમાં તાલીમ પામેલા ઘોડા અને તાલીમ પામેલ પોલીસ જવાન રાઈડર હોય છે.

ઘોડા તથા રાઈડર દ્વારા પોલીસ વિવિધ કામગીરી સાથે ઘોડા સવારીની તાલીમ પણ આપવામાં આવે છે. જામનગરમાં વસાવડા રાઈડીંગ સ્કૂલ ઘોડે સવારી તાલીમ શાળા વર્ષોથી કાર્યરત છે. ઘોડે સવારીની તાલીમ વખતોવખત પોલીસના જવાનોને આપવામા આવતી હોય છે. પોલીસ પાસે રહેલા ઘોડાની સવારી સામાન્ય પ્રજા પણ કરી શકે અને પોલીસ અને પ્રજા વચ્ચે અંતર ઘટે તે હેતુથી સામાન્ય પ્રજાને પણ ઘોડે સવારીની તાલીમ આપવામા આવે છે.

ઘોડે સવારીની તાલીમ લેવા માટે ઉત્સાહી છે યુવક અને યુવતીઓ

ઘોડે સવારી માટેનો ત્રણ માસનો બેઝિક કોર્સ કરાવવામાં આવે છે ત્રણ બેચમાં 23 તાલીમાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. જેમાં 4 છોકરી અને 17 છોકરા તાલીમ મેળવી રહ્યા છે. વર્ષ 2020થી હાલ સુધીમાં કુલ 182 જેટલા તાલીમાર્થીઓ ઘોડે સવારેની તાલીમ મેળવી છે. તાલીમાર્થીઓના જણાવ્યા પ્રમાણે અહીં નજીવી ફી લઇને ઘોડે સવારી શીખવવામાં આવે છે. અનેક યુવાનોને ઘોડે સવારીની શોખ હોય છે. પરંતુ જામનગરમા ઘોડે સવારની કોઈ ખાસ તાલીમ ન હોવાથી આવી સાહસિક પ્રવૃતિ થઈ ન શકતી ત્યારે પોલિસના જવાનોએ ઘોડે સવારીની તાલીમ આપવાનુ શરૂ કરતા ઘોડે સવારીની લોકો મજા માણી રહયા છે. સાથે ફીટનેશ પણ જળવાઈ રહે છે.

સલામતીને પ્રાધાન્ય આપવામાં આવે છે

માઉન્ટેડ વિભાગના પીએસઆઈ જી.એ. ગોહિલે જણાવ્યુ કે ઘોડે સવારી શોખ અને સાહસિકતા માટે શિખવા માટે લોકો આવતા હોય છે. તેમની સલામતી સાથે તેમને તાલીમ આપવા માટે 19 ઘોડા પોલિસના જવાનો છે. જે તમામ ઘોડા ખાસ 42 સપ્તાહની તાલીમ મેળવેલ હોય છે. પોલીસ જવાન ખાસ ઘોડે સવારીની 42 સપ્તાહની તાલીમ મેળવેલ રાઈડર હોય તેમના દેખરખ હેઠળ જ તાલીમ આપવામાં આવે છે. કોઈ અકસ્માત ના થાય તેની પુરી કાળજી લેવામાં આવે છે. જે માટે 10 જવાનો ઘોડે સવારી તાલીમ આપવામાં આવે છે. તાલીમ માટે આવનાર દરેક તાલીમાર્થીને ફરજીયાત સેફટી માટે રાઈડીંગ હેલમેટ, પગમાં વીટવાની બાન્ડીસ, ગેટીસ(બુટ) પગમાં પહેરવાનુ, ડીઝાઈન વગરના પ્લેન બુટ, જીન્સ, ટીશર્ટ પહેરીને તાલીમ માટે આવવાનુ હોય છે.

પોલીસ વિભાગમાં ઘોડાનું વિશેષ મહત્વ, ઘોડાની રાખવામાં આવે છે વિશેષ સંભાળ

ખાસ પોલીસની વિવિધ કામગીરી માટે તાલીમ પામેલા 19 ઘોડામાં મારવાડી, કાઠિયાવાડી અને ઘોરો પ્રકારના ઘોડા છે. જે પોલીસની વિવિધ કામગીરી જેવી કે પરેડ, સિટી નાઈટ પેટ્રોલિંગ, સીમ રક્ષણ, હેલિપેડ કે વીઆઈપી બંદોબસ્ત, તાલીમ સહીતની પ્રવૃતિ થતી હોય છે. પોલીસ વિભાગ પાસે જે હથિયાર, વાહન, ઉપહરણો જેટલા મહત્વના હોય છે. તેવી રીતે તાલીમ પામેલા ઘોડા પર ખાસ હોય છે. જેની વિશેષ કાળજી લેવામાં આવે છે.

માઉન્ટેડ વિભાગના 19 પોલિસ જવાનો દ્વારા દિવસભર ઘોડાની કાળજી લેતા હોય છે. દર મહિને દરેક ઘોડાને પશુચિકિત્સક દ્વારા મેડીકલ ચેકઅપ કરવામાં આવે છે. ઘોડાના પગની નાળ બદલાવામાં આવે છે. દૈનિક એક કલાક દરેક ઘોડાની માલિશ  કરવામાં આવે છે. દૈનિક ઘોડા દીઢ 2 કિલો ચણા, 1 કિલો ચણ(જવ), 20 ગ્રામ જેવી કાળીજીરીનુ મિશ્રણ, 5 કિલો લીલી કદપ, 7.5 કિલો સુકુ ધાસ, 20ગ્રામ જેવુ સિન્ધાલુ મીઠુ ખોરાક માટે આપવામાં આવે છે.

દૈનિક પરેડ રાઈડીંગ 2 કલાક કરવામાં આવે છે. સામાન્ય રીતે પોલીસના જવાનો ગુના નોધવા, ગુનાગારોને શોધવા, કાયદોને વ્યવસ્થા જાળવા પોતાની ફરજ બજાવતા હોય છે. પરંતુ જામનગરના પોલીસ જવાનો દ્રારા પોતાની ફરજ સાથે લોકોને ઉપયોગી થવા ઘોડેસવારની ખાસ તાલીમ આપવામા આવે છે.