Jamnagar: હોળીના પર્વને અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ રીતે ઉજવાય છે. ફાગણ માસની પુનમની અનેક સ્થળોએ હોળી (Holi) પ્રગટાવવામાં આવતી હોય છે. જેમાં હોળીકાના (Holika) પુતળા મુકવામાં આવે છે. તો જામનગરમાં હોળીના દિવસે હોળીકાનું વિશાળ પુતળા તૈયાર કરવામાં આવે છે. અને, બાદ શોભાયાત્રા અને સરઘસ જેમાં વાજતે-ગાજતે ભોઈ સમાજની (Bhoi Samaj) દ્વારા ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવે છે.
જામનગરમાં ભોઈ સમાજ દ્વારા છેલ્લા 66 વર્ષથી હોળીના પર્વની અનોખી રીતે પરંપરાગત વિશેષ ઉજવણી કરવામાં આવે છે. જેમં હોળીકાનું આશરે 25 ફુટનુ પુતળું તૈયાર કરવામાં આવે છે. આ ખાસ પુતળાને તૈયાર કરવામાં આશરે એક માસનો સમય લાગે છે. જેમાં કોથળા,સુતરી, ખડ, પીઓપી સહીતની સામગ્રીનો ઉપયોગ થાય છે. અને તેમાં કાપડ પર પેન્ટીંગ કરવામાં આવે છે. આ પુતળાને તૈયાર કરવામાં ભોઈ સમાનજના આશરે 30 વધુ યુવાનો એક માસ સુધી દિવસ-રાત મહેનત કરતા હોય છે. ખાસ ઘરેણા પહેરાવીને સજાવવામાં આવે છે. જે હોળી કરતા પણ પુતળું વિશાળ હોય છે. જે આકર્ષણનું કેન્દ્ર બને છે.
હોળીના દિવસે હોળીકાના પુતળાને હોળી ચોક સુધી વાજતે-ગાજતે લઈ જવાય છે.
હોળીના દિવસે છાણા અને લાકડાની હોળીનું વિશેષ મહત્વ હોય છે. પરંતુ અહીં હોળીકાના વિશાળ પુતળાને તૈયાર કરીને મુકવામાં આવે છે. જેને ત્યાં સમાનજી વાડી પાસે તૈયાર કર્યા બાદ હોળીના દિવસે વાજતે-ગાજતે હોળી ચોક સુધી શોભાયાત્રા સ્વરૂપે લઈ જવામાં આવે છે. જેમાં ભોઈસમાજના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. ભોઈ સમાજ માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. જેમાં પુતળાને તૈયાર કરવામાં કારીગરો કામ લાગે છે. હોળીની અન્ય તૈયારીઓ સમાનના આગેવાનો કરતા હોય છે.
તો યુવાનો દ્વારા વિવિધ કરતબો રજુ કરવામાં આવે છે. અખાડાના અનેક દાવ રજુ કરાય છે. તો અનેક યુવાનો પોતાનુ જુથ બનાવીને એક સરખા કપડા સાથે એક સાથે પોતાની અનોખી કલા રજુ કરતા હોય છે. વર્ષોથી આ પ્રકાર હોળીકાના પુતળાને લઈ નીકળતી શોભાયાત્રાને જોવા લોકો ખાસ ઉપસ્થિત રહે છે. મોટી સંખ્યામાં આ વિસ્તારમાં વસ્તા અને ખાસ ભોઈ સમાજના લોકો ઉત્સાહથી આ પર્વને ઉજવે છે. હોળી અહીંના લોકો માટે ખાસ પર્વ હોવાથી આખુ વર્ષ તેની રાહ જોતા હોય છે. અને શોભાયાત્રામાં ઉત્સાહથી જોડાય છે.
વિશાળ પુતળા સાથેની વિશેષ હોળીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. અનેક વિશેષતાઓના કારણે રાજયભરમાં જામનગરની હોળી પ્રખ્યાત બની છે. ફાગણની પુનમના દિવસે હોળીકાના પુતળાનુ દહન અનેક જગ્યાએ થયુ હોય છે, પરંતુ આ પ્રકારે વિશાળ પુતળાને તૈયાર કરીને તેની શોભાયાત્રા માત્ર જામનગરમાં નીકળે છે. અને બાદ મોડી સાંજે આ પુતળાનુ દહન કરવામાં આવે છે.
આ પણ વાંચો : Gujarat માં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય, હવે ધોરણ 1 થી અંગ્રેજી વિષય ભણાવાશે
આ પણ વાંચો : હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડા રાહુલ ગાંધીને મળ્યા, ત્યારબાદ ગુલામ નબી આઝાદને મળવા તેમના ઘરે ગયા