જામનગર (Jamnagar)ના હાપા માર્કેટીંગ યાર્ડ (Hapa Marketing Yard)માં ધાણા અને ડુંગળી (onion)ની મબલખ આવક થઈ રહી છે.પરંતુ ખેડુતોને પુરતા ભાવ ના મળતા હોવાની ફરીયાદ ખેડુતો કરી રહ્યા છે. ડુંગળીની વધુ આવક થતા ભાવ ઓછા હોવાથી ખેડુતોને નુકસાન થતુ હોવાનુ ખેડુતો જણાવે છે.
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની મલબખ આવક શરૂ થઈ છે. એક દિવસમાં ડુંગળી ભરેલા 75 જેટલા વાહનો સાથે 5300 ગુણીની આવક થઈ. જે અંદાજે કુલ 12375 મણ જેટલી ડુંગળી યાર્ડમાં આવી. જેના એક મણના ભાવ 100 થી 465 સુધીના ખુલ્લા બજારમાં નોંધાયા છે. ડુંગળી જામનગર તથા અન્ય જીલ્લામાંથી પણ હાપા માર્કેટીંગ યાર્ડમાં આવી રહી છે. વધુ આવક થતા ડુંગળીની નવી આવક પર રોક લગાવવાની ફરજ પડે છે.
ડુંગળીની આવક તો વધી છે. પરંતુ ખેડુતોની ડુંગળીથી આવક વધી નથી. ખેડુતોના જણાવ્યા મુજબ આ વખતે એક વીઘામાં જે 300 મણનુ ડુંગળીનુ ઉત્પાદન મળવુ જોઈએ, ત્યાં માત્ર 100 મણ જેવુ જ ઉત્પાદન થયુ છે. ડુંગળીમાં એક મણના 500 સુધીના ભાવ મળે તો ખેડુતોને આવક વધુ થઈ શકે. હાલ જે ડુંગળીના એક મણના 300 જેટલો ભાવ મળે તો આવક કરતા ખર્ચ ખેડુતોને વધુ થાય છે.
હાપા માર્કેટીંગ યાર્ડમાં ધાણા સાથે 250 જેટલા વાહનોમાં કુલ 13000 જેટલી ગુણીની આવક થઈ હતી. એક અંદાજે કુલ 46 હજાર મણ જેટલો જથ્થો યાર્ડમાં આવ્યો. ધાણાના ભાવ એક મણના રૂ. 1000 થી 2750 સુધીનો ખુલ્લા બજારમાં નોંધાયો છે. એક સાથે વધુ આવક થતા જગ્યાના અભાવે નવી આવક પણ રોક લગાવવાની યાર્ડની ફરજ પડે છે. એક સાથે ડુંગળી અને ધાણાની મબલખ આવક યાર્ડમાં થઈ છે.
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી કાલાવડ તથા આસપાસના વિસ્તારમા ખેડુતો અહી લાવે છે. અન્ય યાર્ડમાં વેપારીઓની ઓછી સંખ્યાના કારણે ખેડુતો ખુલ્લા બજારમાં હરીફાઈનો પુરતો ફાયદો ના મળતો હોવાથી ખેડુતો અન્ય તાલુકા અને જીલ્લામાંથી પણ હાપા યાર્ડમાં આવતા હોય છે. હાલના સમયમાં ડુંગળી માટે ખેડુતો અન્ય જીલ્લામાંથી પણ અહી આવતા હોવાથી ડુંગળી તેમજ ધાણાની મબલખ આવક થઈ રહી છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 10:45 am, Wed, 9 March 22