Jamnagar: જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને કર્મચારી સંઘના હોદ્દેદારો અને તમામ શાખાધિકારીઓની સંયુક્ત બેઠક મળી

જીલ્લા પંચાયતના સભાગૃહમાં DDOના અધ્યક્ષ સ્થાને તમામ શાખાધિકારીઓ અને કર્મચારી સંઘના હોદ્દેદારો સાથે આ બેથક રાખવામાં આવી હતી. આ બેઠક કર્મચારી સંઘની હોઈ, ગત બેઠકની માફક DDOએ સંઘ દ્વારા જ બેઠકનું સંચાલન કરવાનું જણાવતા,

Jamnagar: જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને કર્મચારી સંઘના હોદ્દેદારો અને તમામ શાખાધિકારીઓની સંયુક્ત બેઠક મળી
Jamnagar: District Development Officer's Chairperson got a joint meeting of Employees Union office bearers and all branch officers.
| Edited By: | Updated on: Mar 17, 2022 | 7:16 PM

Jamnagar: કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે DDO મિહિર પટેલના અધ્યક્ષસ્થાને રાખવામાં આવતી કર્મચારી સંઘના હોદ્દેદારો અને તમામ DyDDO કિર્તન રાઠોડ અને તમામ વિભાગના અધિકારીઓની સંયુક્ત બેઠક મળવા માટે કર્મચારી સંઘ દ્વારા રજૂઆત કરાઇ. જે ધ્યાને લઈ DDO દ્વારા તા.17/03/2022ના રોજ આ બેઠક (Meeting) યોજવામાં આવી.

જીલ્લા પંચાયતના સભાગૃહમાં DDOના અધ્યક્ષ સ્થાને તમામ શાખાધિકારીઓ અને કર્મચારી સંઘના હોદ્દેદારો સાથે આ બેથક રાખવામાં આવી હતી. આ બેઠક કર્મચારી સંઘની હોઈ, ગત બેઠકની માફક DDOએ સંઘ દ્વારા જ બેઠકનું સંચાલન કરવાનું જણાવતા, કર્મચારી સંઘના સચિવ સેજપાલ શ્રીરામ દ્વારા બેઠકની કાર્યવાહી ચલાવવામાં આવી હતી.

કર્મચારી સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા DDO અને ઉપસ્થિત તમામ વરિષ્ઠ અધિકારીઓને આવકારાયા.બેઠકના એજન્ડામાં વિવિધ કેડરના 09 પ્રશ્નો / રજૂઆતો મુકવામાં આવી. જેના માટે DDOએ નિયમોનુસાર અને સમયસર નિરાકરણ લાવવા જે તે વિભાગના વરિષ્ઠ અધિકારીઓને સુચના આપી. મુખ્ય પ્રશ્નો આ પ્રમાણે હતા.

1. બૃહદ જામનગર જિલ્લાનું વિભાજન થતા દેવભૂમિદ્વારકા જિલ્લાના શિક્ષકોના જી.પી.એફ. ખાતા નવા ખોલીને આ જિલ્લામાંથી ટ્રાન્સફર કરવાની કાર્યવાહી બાબતે DDOએ દેવભૂમિ દ્વારકાના DDO સાથે પરામર્શ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

2. અતિવૃષ્ટી-2021માં જામનગરની કેટલીક શાળાઓ પૂરગ્રસ્ત થવાથી શાળાના મકાનમાં પાણી-કાંપ ભરાઈ ગયો હતો. જેની સાફસફાઈ જે તે શાળાના આચાર્ય/શિક્ષકો દ્વારા ખર્ચ કરાયો હતો. આ માટે ડીઝાસ્ટરની ગ્રાંટમાંથી શાળાદીઠ રૂ.10,000/-ની ગ્રાંટ આપવા માટે દરખાસ્ત તૈયાર કરવા જણાવ્યું.

3. કર્મચારી સંઘની ઓફીસ અતિવૃષ્ટી-2021માં જર્જરીત થઈ ગઇ હોઈ, અને હાલ નવી જિલ્લા પંચાયત બનવાને 2-3 વર્ષ થવાની સંભાવના હોય, કામચલાઉ મરામત કરાવવા માટે ખર્ચના પ્રાથમિક અંદાજો તૈયાર કરવા બાંધકામ વિભાગને જણાવ્યું.

4. જિલ્લા તથા તાલુકા મથકે સ્ટાફ ક્વાર્ટર અને રેસ્ટ હાઉસ જર્જરીત થઇ હોઈ, નવા બનાવવા અગર આવશ્યક મરામત કરાવવા વિગતો મેળવવા બાંધકામ વિભાગને સુચના અપાઈ.

5. નજીકના સમયમાં સિ.કા. (હિસાબી), નાયબ હિસાબનીશ, FHW, MPHW કેડરના કર્મચારીઓને બઢતીઓ મળવાપાત્ર થતી હોઈ, બઢતી કમિટીની બેઠક સત્વરે બોલાવવા માટે મહેકમ શાખાને જણાવ્યું.

6. ગ્રામ સેવકોનું મહેકમ વધારવાની દરખાસ્ત તાત્કાલીક ધોરણે સરકારમાં મોકલી આપવા ખેતી વિભાગને જણાવ્યું.

7. નાયબ ચિટનીસ/મ.તા.વિ.અ. સંવર્ગના પાત્રતા ધરાવતા કર્મચારીને બઢતી આપીને O.S. (ICDS)ની જગ્યા ભરવા બાબતે નિયમોનુસારની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

8. તલાટી મંત્રીઓને માંગણી મુજબના સ્થળે બદલી કરી આપવા માટે રજૂઆતને ધ્યાને લેવામાં આવી.

9. આરોગ્ય વિભાગના FHWને અંદાજે 4 વર્ષ પહેલા આપેલા ટેકો મોબાઈલ હાલ જર્જરીત થયેલ હોઈ, નવા મોબાઈલ અપાવવા માટે સરકારમાં દરખાસ્ત કરવા જણાવ્યું.

આ બેઠકમાં કર્મચારી સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, ઉપપ્રમુખ વી.પી.જાડેજા અને એન.એમ.ઓઝા, સચિવ/મંત્રી એસ.પી.સેજપાલ, ખજાનચી હરેશ હડીયા અને વિવિધ કેડર (જેવી કે શિક્ષક, તલાટી, આરોગ્ય, ટેકનીકલ મંડળ, મુખ્ય સેવિકા, CDPO, વહીવટી મંડળ, હિસાબી મંડળ, ગ્રામ સએવક, વિસ્તરણ અધિકારી વેગેરે)નું પ્રતિનિધિત્વ કરતા તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Gujarat માં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય, હવે ધોરણ 1 થી અંગ્રેજી વિષય ભણાવાશે

આ પણ વાંચો : હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડા રાહુલ ગાંધીને મળ્યા, ત્યારબાદ ગુલામ નબી આઝાદને મળવા તેમના ઘરે ગયા

Published On - 7:16 pm, Thu, 17 March 22