JAMNAGAR : 18 વર્ષથી નાની ઉંમરના બાળકને મુશ્કેલીમાં જુઓ ત્યારે ડાયલ કરો 1098

|

Feb 21, 2022 | 10:07 PM

ચાઈલ્ડ હેલ્પલાઈનના કો-ઓર્ડીનેટર ગીતાબહેન જોશીએ જણાવ્યું હતું કે ગત અઢી વર્ષમાં જામનગર ચાઈલ્ડ લાઈન દ્વારા ચાઇલ્ડ લેબર, ચાઇલ્ડ બેગર, બાળ લગ્ન, શારીરિક અને માનસીક પ્રતાડન, ખોવાયેલ બાળક, મળી આવેલ બાળક તથા વાલીઓના પ્રશ્નો અંગેના કુલ 1571 કેસોમાં કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

JAMNAGAR : 18 વર્ષથી નાની ઉંમરના બાળકને મુશ્કેલીમાં જુઓ ત્યારે ડાયલ કરો 1098
JAMNAGAR: Dial 1098 when you see a child under the age of 18 in trouble

Follow us on

JAMNAGAR : કેન્દ્ર સરકાર પુરસ્કૃત ચાઈલ્ડ લાઈન 1098 (Child helpline)બાળકો માટે સમગ્ર દેશમાં 24 કલાક કામ કરતી ટેલીફોનીક ટોલ ફ્રી ફોન સેવા (Telephonic toll free phone service)છે. જેમાં 18 વર્ષથી નાની ઉંમરનું કોઈ જરૂરિયાતમંદ બાળક પોતે અથવા તેમના વતી કોઈપણ વ્યક્તિ 1098 પર મદદ મેળવવા માટે કોલ કરી શકે છે. બાળકોના હિતો અને અધિકારોના રક્ષણ તેમજ બાળકોના વિકાસ માટે જામનગર જિલ્લામાં ચાઈલ્ડ લાઈન 1098 છેલ્લા 8 વર્ષથી સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ હાલ કાર્યરત છે.

બાળકનું શોષણ થતુ અટકાવવા, બાળલગ્ન કે બાળમજુરી રોકવા તેમજ તરછોડાયેલા બાળકને મદદરૂપ થવા રાત-દિવસ કાર્યરત છે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098

બાળક ગુમ થયેલ કે મળી આવેલ હોય, બાળક તડછોડાયેલું હોય, બાળકને આશ્રયની જરૂર હોય કે પછી બાળકને બીમાર કે એકલું જુવો ત્યારે, બાળલગ્ન કે બાળ મજુરી કરતું જુવો ત્યારે, બાળકને કોઈ હેરાન કરતું હોય કે તેનું શોષણ થતું હોય અથવા બાળકોને લગતી સરકારની યોજનાઓ વિશે માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે કોઈપણ નાગરિક 0 થી 18 વર્ષના જરૂરિયાતમંદ બાળકો માટે 24 કલાક કાર્યરત ઈમરજન્સી ટોલ-ફ્રી ચાઈલ્ડ હેલ્પલાઈન 1098નો સંપર્ક કરી શકે છે.

જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું

આ અંગે વિગતો આપતા ચાઈલ્ડ હેલ્પલાઈનના કો-ઓર્ડીનેટર ગીતાબહેન જોશીએ જણાવ્યું હતું કે ગત અઢી વર્ષમાં જામનગર ચાઈલ્ડ લાઈન દ્વારા ચાઇલ્ડ લેબર, ચાઇલ્ડ બેગર, બાળ લગ્ન, શારીરિક અને માનસીક પ્રતાડન, ખોવાયેલ બાળક, મળી આવેલ બાળક તથા વાલીઓના પ્રશ્નો અંગેના કુલ 1571 કેસોમાં કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તેમજ જિલ્લામાં 83થી વધુ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરી બાળ લગ્ન, બાળ મજૂરી, ડ્રોપ આઉટ બાળકો, બાળકો સાથે થતી ઘરેલું હિંસા વગેરે થીમ પર બાળકોમાં જાગૃતિ લાવવાના પ્રેરક પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

તદુપરાંત બાળકોનું વાલીઓ સાથે પુનઃમિલન કરવાની વ્યવસ્થા, ઝૂંપપટ્ટીના વિસ્તારના લોકોના સર્વેની કામગીરી, તથા કોવિડ 19ના સંક્રમણથી બચવા બાબતે અવેરનેસ કાર્યક્રમો યોજવા ઉપરાંત બાળકોનો ડેટાબેઝ તૈયાર થાય તે માટે આધારકાર્ડ કેમ્પ સહિતના કાર્યક્રમો ચાઈલ્ડ હેલ્પલાઈન દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : Rajkot : પોલીસ તોડકાંડ-ફરિયાદી સખિયાબંધુને ગૃહ વિભાગે કર્યો ફોન કહ્યું, ધક્કો ન ખાતા ધાર્યુ પરિણામ આપીશું

આ પણ વાંચો : હાર્દિકે ફરી આંદોલન કરવાની વાત કરી છે પણ લોકો સાથ આપશે તેવી પુરેપુરી ખાતરી તેને પણ નથી

Next Article