Jamnagar જિલ્લા પંચાયતમાં સ્ટાફના અભાવે અનેક કામો અટવાયા, સ્ટાફ ભરતી માટે ચેરમેનની CMને રજુઆત

|

Apr 14, 2023 | 9:59 AM

જામનગર (Jamanagar News) જિલ્લા પંચાયતમાં પુરતો સ્ટાફ ન હોવાથી સમયસર કામ થઈ શકતા નથી. જે માટે બાંધકામ સમિતીના ચેરમેને સરકાર પાસે કરાર આધારીત સ્ટાફ ભરવાની મંજુરી માગી છે.જામનગર જિલ્લા પંચાયતમાં તમામ વિભાગમાં 50 ટકા જેટલા સ્ટાફની અછત છે. વર્ષોથી ભરતી ન થતા અનેક જગ્યાઓ ખાલી છે.

Jamnagar જિલ્લા પંચાયતમાં સ્ટાફના અભાવે અનેક કામો અટવાયા, સ્ટાફ ભરતી માટે ચેરમેનની CMને રજુઆત

Follow us on

ગુજરાતની જામનગર જિલ્લા પંચાયતમાં પુરતો સ્ટાફ ન હોવાથી સમયસર કામ થઈ શકતા નથી. જે માટે બાંધકામ સમિતીના ચેરમેને સરકાર પાસે કરાર આધારીત સ્ટાફ ભરવાની મંજુરી માગી છે.સરકારી યોજનામાં અનેક પૈસા ના હોવાથી કે મંજુરી પ્રક્રિયાના કારણે કામમાં વિલંબ થતા હોય છે. પરંતુ જામનગરમાં વિવિધ યોજના હેઠળના વિવિધ કામો મંજુર થયા છે. જેની પુરતી ગ્રાન્ટ અને નાણા હોવા છતા સમયસર કામ શરૂ કે પુર્ણ થઈ શકતા નથી. જામનગર જિલ્લા પંચાયતમાં તમામ વિભાગમાં 50 ટકા જેટલા સ્ટાફની અછત છે. વર્ષોથી ભરતી ન થતા અનેક જગ્યાઓ ખાલી છે. જિલ્લા પંચાયતના બાંધકામ શાખામાં પુરતો સ્ટાફ ના હોવાથી બાંધકામ, રોડ સહીતના કામ નિયત સમયે શરૂ કે પૂર્ણ થઈ શકતા નથી.

તમામ વિભાગમાં સ્ટાફની આટલી અછત

બાંધકામ શાખામાં અધિક મદદનીશ ઈજનેરની 72 ટકા, મદદનીશ ઈજનેરની 40 ટકા અને નાયબ કાર્યપાલક ઈજનેરની 50 ટકા જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓના કારણે ચાલતા કામનુ સુપરવિઝન કરવા, ગુણવતા ચકાસણી કરવા તેમજ કામગીરી માટે પુરતો સ્ટાફ ના હોવાથી કામમા વિલંબ થતો હોય છે.

આ પણ વાંચો- Breaking News : ઉનામાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં કાજલ હિંદુસ્તાનીના જામીન મંજુર

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

મુખ્યમંત્રીને કરવામાં આવી રજૂઆત

જિલ્લા પંચાયત સ્વભંડોળ સદરે ખર્ચ 11 માસના કરાર આધારીત કુલ 9 ટેકનીકલ આસિસ્ટન્ટ રાખવાની મંજુરી માગવામાં આવી છે. જે વિકાસ કમિશનર દ્વારા મંજુરી આવેલી નથી. તે માટે બાંધકામ સમિતીના ચેરમેન મુખ્યમંત્રીને લેખિત રજુઆત સાથે માગણી કરેલી છે. ભાજપ શાસિત જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન કે. બી. ગાગીયાએ મુખ્યમંત્રીને લેખિત પત્ર લખીને સ્ટાફની ભરતી કરવા માટે ભલામણ કરવા રજુઆત કરી છે.

નાયબ કાર્યપાલક ઈજનેરની 4 જગ્યાઓ પૈકી 2 ખાલી અને 2 ભરાયેલી છે

જિલ્લા પંચાયતમાં અધિક મદદનીશ ઈજનેરની કુલ 25 જગ્યામાંથી માત્ર 7 જગ્યા ભરાયેલી છે. તો 18 જગ્યાઓ ખાલી છે. અધિક મદદનીશ ઈજનેરની 72 ટકા જગ્યાઓ ખાલી છે. મદદનીશ ઈજનેરની કુલ 5 જગ્યા પૈકી 3 ભરાયેલી છે અને 2 જગ્યા ખાલી છે. જેમાં 40 ટકા જગ્યાઓ ખાલી છે. નાયબ કાર્યપાલક ઈજનેરની 4 જગ્યાઓ પૈકી 2 ખાલી અને 2 ભરાયેલી છે. જેમાં 50 ટકા જગ્યા ખાલી છે.

કાર્યપાલક ઈજનેર પણ ઈન્ચાર્જ છે. વર્ષોથી ખાલી પડેલ જગ્યાઓ અંગે ધારાસભ્ય, ઉચ્ચ અધિકારી સહીત અનેક વિભાગને રજુઆત કરવામાં આવેલ છે. જેનો કોઈ ઉકેલ ના આવતા મુખ્યમંત્રીને રજુઆત કરી સ્વભંડોળમાંથી પગાર આપીને પંચાયતને 11 માસના કરાર આધારીત ભરતી કરવાની મંજુરી આપવાની માંગ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 5:11 pm, Thu, 13 April 23

Next Article