Jamanagar: નુરી ચોકડી નજીક બેઠા પુલ ઉપર ભુવો પડયો, ઉપયોગ બંધ કરાતા લોકોને હાલાકી

|

Jul 04, 2023 | 4:41 PM

હાપા નજીકના બેઠા પૂલ પર મોટો ભૂવો પડવાના કારણે દરબારગઢથી હાપા તરફ જતા માર્ગ પર બંને તરફના વિસ્તારના 20 હજાર થી 25 હજાર લોકોનો વાહન વ્યવહાર ખોરવાયો છે. તાત્કાલિક યુદ્ધના ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે નહિતર આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી વિચારવામાં આવી છે.

Jamanagar: નુરી ચોકડી નજીક બેઠા પુલ ઉપર ભુવો પડયો, ઉપયોગ બંધ કરાતા લોકોને હાલાકી
Jamnagar Bridge Sinkhole

Follow us on

Jamnagar : જામનગર શહેરના નુરી ચોકડી નજીક બેઠા પુલ(Bridge) ઉપર આજે મોટો ભુવો પડ્યો છે. આ અંગે જામનગર મહાનગર પાલિકા વિપક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફી દ્વારા બે મહિના અગાઉ જ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્રની બેદરકારીના કારણે આ બેઠા પુલ પર મોટો ભુવો પડયો છે. જેના પગલે હજારો લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

જેમાં જામનગર શહેરના કાલાવડ-નાકા તરફથી હાપા માર્કેટીંગ યાર્ડ તરફ જવાના માર્ગ પર આવેલા બેઠા પુલ પર વચ્ચે મોટુ ગાબડુ પડયુ. પુલની વચ્ચે મોટો ખાડો પડતા પુલ વચ્ચેના ભાગે ટુટી પડયો છે. મંગળવારે સવારે મોટો ખાડો પડતા પુલનો ઉપયોગ તંત્ર દ્રારા બંધ કરવામાં આવ્યો છે.

આ પુલ પર કામચલાઉ કામગીરી કરીને હાલ વહેલી તકે પુન કાર્યરત કરવાની માંગ છે. જે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. પુલ પર મોટા ખાડા પડવાનુ અને ટુકવાના કારણ અંગે તપાસ કરાશે. આસપાસની સોસાયટીના તેમજ યાર્ડમાં જવાનો મુખ્ય માર્ગ હોવાથી દૈનિક હજારો લોકો અને વાહનોની અવર-જવર પુલ પરથી થતી હોય છે. હાલ પુલનો ઉપયોગ બંધ કરાતા લોકોને અંદાજે 3 કિમી ફરીને જવાની ફરજ પડી છે.

ઐશ્વર્યા રાયથી લઈને દીપિકા સુધીના આ બોલિવૂડ સ્ટાર્સે ટીવી એડથી શરૂઆત કરી હતી પોતાની કારકિર્દીની
આજનું રાશિફળ તારીખ 29-09-2024
સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?

પુલનો જર્જરીત ભાગ છે તેને દુર કરવાની કામગીરી કરવામાં આવી

રાજાશાહી વખતનો વર્ષો જુનો પુલ હોય, હાલ વરસાદી પાણી નદી પર વહેણથી વહેતા હોય, ત્યારે પુલના એક ભાગને ભારે નુકશાન થવાથી વચ્ચે મોટુ ગાબડુ પડયુ છે. જેથી પુલના બંન્ને તરફ દોરડા બાંધીને આ માર્ગ હાલ બંધ કરવામાં આવ્યો છે. બનાવની જાણ સ્થાનિકો કરતા વિસ્તારના કોર્પોરેટર, આગેવાન અને મહાનગર પાલિકાના અધિકારીઓ દોડી આવ્યા હતા. અને બાદ પુલનો જર્જરીત ભાગ છે તેને દુર કરવાની કામગીરી કરવામાં આવી.

વિપક્ષના પૂર્વ નેતાએ બે મહિના અગાઉ રજૂઆત કરી છતા તંત્ર જાગ્યુ નહીં

વિપક્ષના નગરસેવકોની રજૂઆત માટે આખ ખાડા કાન કરીને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને હંમેશા છાવરતું હોવાનો આક્ષેપ પુર્વે વિપક્ષના નેતા દ્રારા કરવામાં આવ્યો. આ અંગે મનપાના તંત્રને બે મહિના અગાઉ જાણ કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરાય ને ખાસ કરીને હવે જ્યારે ચોમાસાનો સમય આવ્યો તેમ છતાં પણ આ તંત્ર જાગતું નથી.

જ્યારે નુરી ચોકડી નજીકના બેઠા પૂલ પર સફાઈ કરવા અંગે પણ જાણ કરવામાં આવી હતી, તેમ છતાં આ પુલની બંને બાજુ કોઈ પ્રકારની સફાઈ પણ મનપા દ્વારા કરવામાં આવી નથી અને જેના કારણે પુલની બંને તરફ ભારે કચરો ભરાઈ જતા ચોમાસાના સમયમાં સ્થાનિકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.

હાપા નજીકના બેઠા પૂલ પર મોટો ભૂવો પડવાના કારણે દરબારગઢથી હાપા તરફ જતા માર્ગ પર બંને તરફના વિસ્તારના 20 હજાર થી 25 હજાર લોકોનો વાહન વ્યવહાર ખોરવાયો છે. તાત્કાલિક યુદ્ધના ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે નહિતર આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી વિચારવામાં આવી છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article