Jamanagar: નવરાત્રીમાં ઘટ સ્થાપન માટે તૈયાર થઈ રહ્યા છે આકર્ષક ઘડૂલા અને ગરબા

| Edited By: | Updated on: Sep 17, 2022 | 11:14 AM

માતાજીની આરાધના અને ગુજરાતના પ્રખ્યાત ગરબાનો તહેવાર નવરાત્રિ થોડા દિવસમાં આવી રહ્યો છે, ત્યારે જામનગરના બજારમાં ફેન્સી ગરબાએ ધૂમ મચાવી છે. નવરાત્રીમાં ગરબાનું વિશેષ મહત્વ હોવાથી શહેરમાં નવા રંગરૂપ સાથે રંગબેરંગી અને કલાત્મક ગરબા તૈયાર થઈ રહ્યા છે.

નવરાત્રિ  (Navratri 2022) હવે નજીક છે, ત્યારે ગરબા રસિકો ચણીયાચોળી, કેડિયા અને દાંડિયાની ખરીદીમાં વ્યસ્ત છે, ત્યારે નવરાત્રિ દરમિયાન ઘટ સ્થાપન કરીને માતાજીની વિશેષ ભક્તિ અદા કરતા ભાવિકો પણ રંગબેરંગી ગરબાની ખરીદીમાં વ્યસ્ત થઈ રહ્યા છે અને પૂજા અર્ચનાની તૈયારી કરી રહ્યા છે. હવે નવરાત્રિમાં ઘટ સ્થાપન (Ghat sthapan) માટે પણ રંગબેરંગી ભાત પાડેલા અને આભલાથી સજાવેલા ઘડા બજારમાં જોવા મળી રહ્યા છે, ત્યારે જામગનરમાં પણ આવા માટીના કલાત્મક ગરબા (Decorative clay garba) તૈયાર થઈ રહ્યા છે.

માતાજીની આરાધના અને ગુજરાતના પ્રખ્યાત ગરબાનો તહેવાર નવરાત્રિ થોડા દિવસમાં આવી રહ્યો છે, ત્યારે જામનગરના બજારમાં ફેન્સી ગરબાએ ધૂમ મચાવી છે. નવરાત્રીમાં ગરબાનું વિશેષ મહત્વ હોવાથી શહેરમાં નવા રંગરૂપ સાથે રંગબેરંગી અને કલાત્મક ગરબા તૈયાર થઈ રહ્યા છે. જામનગરના  (Jamnagar) ગાંધીનગર વિસ્તારમાં રહેતા નયના સચાણીયાએ નવરાત્રીના ત્રણ મહિના પહેલા ફેન્સી ગરબા બનાવવાનું શરૂ કરી દીધું છે.

ગરબા ઉપર આભલા, ટીકી, સિતારા, મોતી સહિતના આભુષણોથી ગરબાને તૈયાર કર્યા છે. આ ગરબા 50 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીમાં વેચાય છે. જામનગર સહિત અનેક જગ્યાએથી લોકો અહીં ગરબા લેવા આવે છે. આ રંગબેરંગી ગરબા તૈયાર કરવામાં ત્રણ દિવસ લાગે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ રંગબેરંગી ગરબાની માગ વધી છે અને કલાકારો પણ દર વખતે નવી ડિઝાઈન સાથે સ્ટાઈલીશ ગરબા તૈયાર કરે છે.

Published on: Sep 17, 2022 11:13 AM