રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલે ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલતા ચણા તથા રાયડા ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખરીદ- વેચાણ વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી. ચણા તથા રાયડાની થયેલ આવક, થયેલ નોંધણી, ખેડૂતોને ચૂકવવામાં આવતી રકમ વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમજ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાઓ, કાર્યપદ્ધતિ અંગે ઉપસ્થિત ખેડૂત ભાઈઓ સાથે ચર્ચા કરી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા. તેમજ પોતાની જણસ વેચવા આવતા ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની કાળજી લેવા યાર્ડના પદાધિકારીઓને સૂચન કર્યું હતું.
ખેડૂતોને જણસના પૂરતા ભાવ મળે અને પાકની પારદર્શક ખરીદી થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનુ જણાવ્યુ કૃષિમંત્રીએ રાઘવજી પટેલે માર્કેટિંગ યાર્ડ ધ્રોલ ખાતે જિલ્લાના ખેડૂતો સાથે બેઠક યોજી હતી. જ્યાં તેઓએ ખેડૂતોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી અને રજૂઆતોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં ખાતરી આપી. જેમાં ખેડૂતોએ યાર્ડની જગ્યા સી.સી.કરવી, ધ્રોલ તાલુકાના ગામોમાં નર્મદા નીરથી તળાવો, ચેક ડેમો ભરવા, ઉંડ-1 માં ઉપલા સેક્શનમાં આર.સી.સી. સ્ટ્રક્ચર કરવું, આજી-3 ડેમ હેઠળની કેનાલો અંડર ગ્રાઉન્ડ કરવી, તથા પશુઓ માટે 1962 એમ્બ્યુલન્સની સુવિધા વધારવી, પાણીની મોટર જેવા ઉપકરણોની ચોરી થતી હોવાનુ ખેડુતો ફરીયાદ કરી.
ખેડૂતોને સંબોધિત કરતા કૃષિમંત્રીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં વરસાદ આધારિત ખેતી છે અને ચોમાસુ અનિશ્ચિત છે. ત્યારે પાણીનું ટીપે ટીપુ બચાવવું એ આપણા સૌની જવાબદારી છે. સુજલામ સુફલામ યોજના, સૌની યોજના મારફત કચ્છ-ઓખા સુધી રાજ્ય સરકારે પાણી પહોંચાડ્યું છે. ચેકડેમો ભરાય, પીવાના પાણીની સુવિધા ઉભી થાય તે માટે સરકાર સતત ચિંતિત છે. ખેડૂતોને જણસના પૂરતા ભાવ મળે અને પાકની પારદર્શક ખરીદી થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. સાથે ચોરી અંગેની ફરીયાદ અંગે પોલીસ વિભાગને પગલા લેવા જણાવ્યુ. સૌની યોજનાથી પાણી ખેડુતોને મળે તે માટે પાણી વિભાગને જાણ કરી છે.
કૃષિમંત્રીએ લોકોને પોતના પ્રશ્નો સમસ્યા જણાવે, તેના ઉકેલમાં સરકાર પ્રયત્નશીલ છે. સાથેજ કામ જો પ્રજાના થાય તો પ્રજાએ મતદાન વખતે ધ્યાન રાખવુ જોઈએ. ભાજપે ચૂંટણી પહેલા ચૂંટણી માટેની કામગીરી શરૂ કરી છે. જયારે પણ પ્રજા વચ્ચે જાય ત્યારે સરકારની સાથે પક્ષની વાત રાખે છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં અન્ય પક્ષના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થાય તેવો દાવો કૃષિમંત્રીએ કર્યો છે.
આ પણ વાંચો: Amreli: કમોસમી વરસાદના નુકસાન અંગે ભાજપ કિસાન મોરચાના પ્રતિનિધિ મંડળે કૃષિમંત્રી રાઘવજી પટેલને કરી રજૂઆત
Published On - 9:56 am, Sun, 26 March 23