
Jamnagar: જામનગરમાં વરસાદના વિરામ બાદ પણ લોકોની સમસ્યા ઓછું થવાનું નામ નથી લઇ રહી. વરસાદે વિરામ લેતા ઘરોમાં ભરાયેલા પાણી ઓસરી ગયા છે. પરંતુ હજુ કેટલાક વિસ્તારોમાં જાહેર સ્થળો પર વરસાદી પાણી ભરાયેલા છે. જેને લઇ રોગચાળો ફેલાવાની ભીતિ છે. ગુલાબનગર નજીક આવેલી અનેક સોસાયટીમાં ખુલ્લામાં વરસાદી પાણી હજી પણ ભરાયેલા છે. જેને કારણે લોકોને રોગચાળો ફેલાવવાનો ભય લાગી રહ્યો છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદી પાણી ઓસર્યા બાદ પણ તંત્રએ સફાઈની કોઇ કામગીરી કરી નથી. નારણનગર, મોહનનગર સહિતની અનેક સોસાયટીમાં ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. જેના કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા પડ્યાં છે. સ્થાનિકો આક્ષેપ છે સફાઇ કરવા માટે અનેક રજૂઆત કરી છતાં કોઇ સાંભળવા તૈયાર નથી.
બીજી તરફ વિપક્ષે પણ પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યાં અને યોગ્ય સફાઇ કરવાની માગ કરી અને જો યોગ્ય સફાઇ નહીં થાય તો રોગચાળા ફેલાય તેવી શક્યતા વ્યક્ત કરી. કોર્પોરેશનના મેયરે કહ્યું કે વરસાદ બાદ નિયમિત સફાઈ કામગીરી થાય છે. જ્યાં કામગીરી બાકી હશે ત્યાં ટુંક સમયમાં સફાઇ કરાશે.
ભુવા પડવાના સિલસિલા અંગે કોંગ્રેસે શાસક પક્ષ પર સવાલોનો મારો ચલાવ્યો. વિપક્ષનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાનું તંત્ર કોઈ દુર્ઘટના બને ત્યાર બાદ જ પગલાં લેવા માટે ટેવાયેલી છે. શહેરના વિવિધ રસ્તાઓ અને બ્રિજમાં સમારકામની જરૂર હોવાની રજૂઆતો બાદ પણ મનપા તંત્ર આ અંગે કોઈ જ કાર્યવાહી ન કરતું હોવાના આરોપ થઈ રહ્યા છે.. સાથે જ ચોમાસા બાદ અહીં નવો બ્રિજ બનાવવાની માગ પણ વિરોધપક્ષે કરી છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:15 am, Wed, 5 July 23