Jamnagar : ઈન્ટરનેટ અને મોબાઈલનો ઉપયોગ વધતા યુવાનો તેનો ગેરઉપયોગ પણ કરતા થયા છે. મિત્ર સાથે સંબંધ પુર્ણ થતા તેની માતાને બદનામ કરીને બદલો લેવાના ઈરાદાથી ફેક આઈડી બનાવી ફોટા અને પોસ્ટ મુકનાર આરોપી ઝડપાયો છે.
જામનગરમાં શિક્ષિત મહિલાના નામે અલગ-અલગ સોશિયલ મીડિયામાં 12 ફેક આઈ ડી બનાવીને તેમાં ફોટાને એડીટ કરીને મુકવામાં આવ્યા હતા. તેમજ અભદ્ર ભાષામાં લખાણો લખીને પોસ્ટ મુકવામાં આવી હતી.જેની જાણ મહિલાને થતા મહિલાએ સાયબર પોલીસને ફરીયાદ નોંધાવી હતી.જુન માસમાં મળેલી ફરીયાદના આધારે પોલીસે એક આરોપીને મહારાષ્ટ્રથી પકડી પાડ્યો હતો.જે એક દિવસમાં જામીન પર છુટી ગયો હતો.
આ પણ વાંચો : Jamnagar : પર્યાવરણ બચાવવા યુવકે કર્યો અનોખો પ્રયાસ, સાયકલ પર 8 રાજ્યોનું ભ્રમણ કરી લોકોને આપ્યો સંદેશ
સાયબર પોલીસને મળેલી ફરીયાદના આધારે પોલીસે આરોપીને શોધીને મહારાષ્ટ્રથી ઝડપી પાડવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના પુણેના રાજીવગાંધી ઈન્ફોટેક પાર્ક શીનજેવાડી માંથી આરોપી નિપુણ રજનીકાંત પટેલને પકડી પાડવામાં આવ્યો હતો.જેની પુછપરછ કરતા સામે આવ્યુ કે જે મહિલાના ફેક આઈડી બનાવી હતી, તેના પુત્ર સાથે અભ્યાસ કરતો અને ઉચ્ચ શિક્ષણ મેળવેલ છે.બાદ મિત્ર સાથે સંબંધ પુર્ણ થતા તેની માતાને બદનામ કરવાના ઈરાદે અલગ-અલગ 12 ફેક આઈડી બનાવ્યા હતા.
સોશિયલ મીડિયાના અલગ એપ્લીકેશન પર ફેક આઈડી સાથે એકાઉન્ટ બનાવ્યા હતા. મિત્રની માતાના સાચા આઈડી માંથી ફોટાના સ્ક્રીનશોર્ટ પાડીને તેના ફોટા એડીટ કરીને ફેક આઈડી પર મુકતો અને સાથે અભદ્ર ભાષા સાથેના લખાણ મુકતો.બાદમાં પોતાના મિત્રના એકાઉન્ટમાં રહેલા મિત્રને ફેક આઈડીમાંથી રીકવેસ્ટ મોકલતો.
મિત્રની માતાને બદનામ કરવાના ઈરાદે ફેક આઈડી બનાવ્યુ. ફોટા એડીટ કરીને મુક્યા અને બાદ ગંદા લખાણ મુકતો અને અન્ય લોકોને મહિલાના ફેક આઈડી પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલતો હતો.ઉચ્ચ શિક્ષણ મેળવીને સારી નોકરી કરતો યુવાન નિપુણ પટેલ મિત્ર સાથે બદલો લેવા પોતાની આવડતનો ગેરઉપયોગ કરીને મહિલાના નામે ફેક આઈડી બનાવ્યા હતા.
મહિલાએ સમગ્ર મામલે સાયબર પોલીસને જાણ કરતા સાયબર પોલીસે ટેકનીકલ ટીમની મદદથી આરોપીની ઓળખ મેળવીને તેનું લોકેશન શોધીને તેને મહારાષ્ટ્રમાંથી પકડી ઝડપી પાડ્યો છે.આરોપી એક મહિલાના 12 ફેક આઈડી બનાવ્યા હતા.અન્ય કોઈના નામે કોઈ એકાઉન્ટ બનાવ્યા નથી.જેને કોર્ટમાં રજુ કરીને જામીન પર મુકત કરવામાં આવ્યો છે.
Published On - 9:59 am, Thu, 26 October 23