જામનગરના જોડિયા ખાતે બોર્ડ પરીક્ષાર્થીઓ માટે સ્વ એચ. આર. માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સેવા યજ્ઞનો સતત 14 વર્ષથી કાર્યરત છે. જામનગર જિલ્લાનો છેવાડાનો તાલુકો એટલે જોડિયા, જયાં એક પણ ખાવા પીવા માટે હોટેલ ન હોવાને કારણે તાલુકા ના દૂર દૂર ગામડાના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે. વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા માટે જોડિયાના પરીક્ષા કેન્દ્રમાં આવતા હોય છે. અને પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીઓેને ભોજન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને ઘરે પરત પોંહચે ત્યારે સાંજ પડી જતી હોય છે. વિદ્યાર્થીઓ ની સમસ્યાઓ પ્રત્યે આજ થી 14વર્ષ પહેલા ગામના આગેવાનોએ પુનમબેન માડમ સમક્ષ વિદ્યાર્થીઓની મુશ્કેલીનું ધ્યાન દોરવામાં આવ્યુ હતુ. સાંસદ અને માડમ મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ પુનમબેન માડમ દ્વારા પોતાના પિતા એચ.આર. માડમની સ્મૃતિમાં બોર્ડ પરીક્ષાથીઓ માટે જોડિયાની લોહાણા મહાજન વાડીમાં ભોજન વ્યવસ્થાનો સેવા યજ્ઞ ચાલું કરાવ્યો હતો.
જોડીયા તાલુકા મથક પર બોર્ડનુ સેન્ટર આવેલુ છે. જયાં આસપાસ આશરે 50 જેટલા ગામના વિધાર્થીઓ પરીક્ષા આપવા માટે આવે છે. જોડીયા ગામ નાનુ છે. જયા પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થીઓને પૈસૈ ખર્ચીને પણ ભોજન મળતુ નથી. જેને ધ્યાને લઈને જામનગરના હેમંતભાઈ માડમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આ વિધાર્થી માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે. પરીક્ષા પુર્ણ કરીને તમામ વિદ્યાર્થીઓ જોડિયાની લોહાણા મહાજન વાડીમાં ભોજન કરે છે. અને ખુશી વ્યકત કરે છે.
બોર્ડ પરીક્ષા બાદ અપડાઉન કરતા વિધાર્થીઓ મોડા ગામ કે ઘરે પહોચે. તેથી કોઈ પરીક્ષાર્થીઓને ભુખ્યા ન રહે તે હેતુથી ભોજનની સેવા આપવામાં આવે છે. જેમાં હાલ દૈનિક કુલ 700થી વધુ વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવે છે. વિધાર્થીઓ સાથે આવેલા વાલીઓ, શિક્ષકો કે અન્ય ખાનગી વાહનોમાં આવેલા ડ્રાઈવર સહીતના લોકો માટે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અને પરીક્ષા શરૂથી અંતિમ દિવસ સુધી ભોજન સેવા ચાલુ રહે છે.
ધાર્મિક સ્થાનોમાં જતા શ્રધ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા અનેક જગ્યાઓ પર હોય છે. પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓ માટે આ પ્રકારની ભોજન વ્યવસ્થા માત્ર જોડીયામાં જ કરવામાં આવતી હશે.