Jamnagar: દેશભરમાંથી 150 વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરના ખાસ કલેકશનનું બે દિવસીય એક્ઝિબિશન યોજાયુ, 486 ફોટાઓની એન્ટ્રી રજૂ કરાઈ

|

Feb 04, 2023 | 11:15 PM

Jamnagar: દેશભરમાંથી 150 વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરોના ખાસ કલેક્શનનું બે દિવસીય એક્ઝીબિશન યોજાયુ. જેમાં નવા નેચર ક્લબ દ્વારા ઓલ ઈન્ડિયા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી કોમ્પિટિશન અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી એક્ઝીબિશનને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.

Jamnagar: દેશભરમાંથી 150 વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરના ખાસ કલેકશનનું બે દિવસીય એક્ઝિબિશન યોજાયુ, 486 ફોટાઓની એન્ટ્રી રજૂ કરાઈ
ફોટોગ્રાફી કલેક્શન

Follow us on

નવી પેઢી પર્યાવરણ અંગે રસ દાખવીને તેનો અભ્યાસ કરે, વન્યજીવ તથા પક્ષીઓ અંગેની જાણકારી મેળવે તેવા હેતુથી જામનગરમાં પર્યાવરણની સંસ્થા દ્વારા દિવસીય વિશેષ કાર્યકમ યોજાયો. જામનગરની નવાનગર નેચર કલબ દ્વારા ઓલ ઈન્ડીયા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી કોમ્પિટિશન અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી એકઝીબિશન બે દિવસીય કાર્યકમ ખુલ્લો મુકવામાં આવ્યો. શનિવાર 4 ફેબ્રુઆરી અને રવિવાર 5 ફેબુઆરી બે દિવસ વન્યજીવ તથા પક્ષીઓના ફોટાગ્રાફનું પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યુ.

આ કાર્યકમ ગુજરાતમાં એક માત્ર નવાનગર નેચર કલબ જામનગર દ્વારા દર ત્રણ વર્ષે આયોજિત કરવામાં આવે છે. આ પાંચમી વખત સંસ્થા દ્વારા યોજાયેલ કાર્યકમમાં દેશભરમાંથી 150 વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરે 486 ફોટાઓની એન્ટ્રી રજુ કરી. જામનગરમાં શહેરની મધ્યમાં ટાઉન હોલ ખાતે શનિવાર તથા રવિવાર બે દિવસીય વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીનું પ્રદર્શન ખુલ્લુમાં આવ્યુ. જે જામનગરની નવાનગર નેચર કલબ તથા વનવિભાગના સહયોગથી આયોજન કરવામાં આવ્યુ.

સાથે ઓલ ઈન્ડીયા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીની સ્પર્ધા યોજાઈ. જેમાં દેશભરમાંથી 150 જેટલા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરોએ પોતાની 486 ફોટાની એન્ટ્રી રજુ કરી. તે પૈકી પસંદ પામેલી 100 એન્ટ્રીને બે દિવસ પ્રદર્શનમાં રજુ કરવામાં આવી છે. જેમાં વનજીવ તથા પક્ષી વિષય પર દેશભરમાંથી જેમાં પંજાબ, ચેન્નાઈ, મધ્યપ્રદેશ, ગુજરાત, કેરલા, રાજસ્થાન, પશ્ચિમબંગાળ સહીતના રાજયમાંથી વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરો જોડાયા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પ્રદર્શનમાં 486 પૈકી 100 ફોટાને 12 બાય 18ની ફેમ મુકવામાં આવ્યા. ખાસ વિજેતા પામેલા 6 ફોટાઓ ખાસ 16 બાય 18ની મોટી ફેમમાં મુકવામાં આવ્યા. દેશના જાણીતા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફની 6 લોકોની ટીમે નિર્ણાયકની ભુમિકા ભજવી. સ્પર્ધામાં ફોટાગ્રાફી ઓગષ્ટથી ડીસેમ્બર સુધી સ્વીકારવામાં આવી હતી. જેમાં બે કેટેગરી રાખવામાં આવી. વન્યજીવ તથા બીજી કેટેગરી પક્ષી. બંન્નેમાં પ્રથમ, દ્રિતીય અને તૃતિય એમ કુલ 6 ફોટાની પસંદગી કરવામાં આવી.

દેશભરના 150 વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરોએ દેશભરના જુદા-જુદા વિસ્તારો, જંગલોમાં કલોકો કે દિવસો સુધી મહેનત કરીને ખાસ કેદ કરેલી તસ્વીરો એક જ જગ્યાએ આ પ્રદર્શનમાં જોવા મળે છે. વિવિધ વનજીવ, પ્રાણીઓ અલગ-અલગ જગ્યાએ ખાસ ફોટોગ્રાફ આ પ્રદર્શનમાં જોવા મળ્યા. જેમાં સંસ્થા તરફથી વિજેતાઓને 25 હજાર, 20 હજાર અને 15 હજાર રૂપિયાનુ પુરસ્કાર આપવામાં આવશે.

આ પણ વાંચો: Gujarati Video: જામનગરમાં હરિપર ગામે ખેડૂતોના રસ્તા પર માથાભારે શખ્સોએ કર્યુ દબાણ, ખેડૂતોએ મામલતદારને આપ્યુ આવેદન

નાના બાળકો માટે ખાસ મોબાઈલ ફોટોગ્રાફી

નાના બાળકો માટે ખાસ પર્યાવરણ વિષય પર મોબાઈલ ફોટાગ્રાફીની સ્પર્ધા રાખવામાં આવી. જેમાં 42 જેટલા બાળકોએ ભાગ લીધો. તમામને જામનગરના લાખોટા તળાવની મુલાકાત તેમજ નેચરના ફોટાગ્રાફી અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ. જેના મોબાઈલ ફોટાગ્રાફને પ્રદર્શનમાં સ્થાન આપવામાં આવ્યુ.

Next Article