જામનગરઃ મ્યુકરમાઇક્રોસિસના દર્દી માટે ‘ગઢ આલા સિંહ ગેલા’ કૃત્રિમ આંખ તો મળી પરંતુ દ્રષ્ટિ નહીં

|

Jun 16, 2022 | 8:09 AM

રાજકોટના અજય માળિયાના નામના વ્યક્તિને જામનગરમાં ઓપરેશન દ્વારા નવી આંખ મળી છે. જોકે આ આંખથી તેઓ જોઈ શકશે નહીં. દર્દીની  આંખ (Artificial Eye) મ્યુકરમાઇક્રોસિસના ચેપને કારણે જતી રહી હતી.  

જામનગરઃ મ્યુકરમાઇક્રોસિસના દર્દી માટે ગઢ આલા સિંહ ગેલા કૃત્રિમ આંખ તો મળી પરંતુ દ્રષ્ટિ નહીં
Jamnagar: A patient with mucormycosis received an artificial eye

Follow us on

જામનગરમાં (Jamnagar)પ્રથમ વાર એવી સર્જરી (Eye Surgery)કરવામાં આવી છે જેમાં રાજકોટના અજય માળિયા નામના દર્દીને નવી કૃત્રિમ આંખ મળી છે આ આંખથી તે જોઈ તો નહી શકે, પરંતુ તેમને જોનારને એવું નહીં લાગે કે અજયભાઇને જોવાની ખામી છે.  રાજકોટના અજય માળિયાનું જામનગરના  ડોક્ટર્સની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતુ. દર્દીની  આંખ (Artificial Eye) મ્યુકરમાઇક્રોસિસના ચેપને કારણે જતી રહી હતી. નવી આંખથી તેઓ   ભલે તેઓ જોઈ ન શકે પરંતુ તેમનો ચહેરો વ્યવસ્થિત થઈ જતા તેમણે પહેલા જેવો દેખાવ અને ગુમાવેલો આત્મવિશ્વાસ પાછો મેળવ્યો છે.

કોરોના બાદ લાગ્યો હતો મ્યુકરમાઇક્રોસિસનો ચેપ

રાજકોટમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા 35 વર્ષીય અજયભાઈ માળિયાને મે 2021માં કોરોનાની બીજી લહેરમાં કોરોના વાયરસની અસર થઈ હતી. જેના કારણે દાંતનો ઉપરના ભાગ, હોઠ, આંખની અંદરનો ભાગમાં ફંગસ લાગી હતી. પરિણામે તેમની એક તરફની આંખ જતી રહી હતી . હવે ઓપરેશન દ્નારા મળેલી નવી આંખથી તેઓ   ભલે તેઓ જોઈ ન શકે પરંતુ તેમનો ચહેરો વ્યવસ્થિત થઈ જતા તેમણે પહેલા જેવો દેખાવ અને ગુમાવેલો આત્મવિશ્વાસ પાછો મેળવ્યો છે.

અજયભાઈ રાજકોટમાં રહે છે પરંતુ તેમને કોરોનાના ચેપ લાગ્યો હતો ત્યારે રાજકોટમાં ખાનગી સરકારી દવાખાના ફુલ હોવાથી તેમને કોરોનાની સારવાર મળી નહોતી અને તેઓએ જામનગરમાં સારવાર કરાવી હતી. આ દરમિયાન તેઓ કોરોનાથી સ્વસ્થ થઈ ગયા પરંતુ એક મહિના બાદ તેમને મ્યુકરમાઇક્રોસિસની અસર થઈ હતી. આ ફંગસને કારણે ત્યારે દાંતનો ઉપરનો ભાગ, જમણી તરફની આંખનો અંદરના ભાગમાં ફંગસની અસર થતા તેને અસર થઈ હતી.  આથી આ તમામ ભાગનું ઓપરેશન કરીને ફંગસ દૂર કરવામાં આવી હતી.  સારવાર બાદ તે સ્વસ્થ તો થયા પરંતુ આંખની જગ્યાએ ખાડો થઈ ગયો હતો. આંખની અંદરના ભાગે જગ્યા થઈ ગઈ હોવાથી ગુમાવેલી આંખ બંધ જ રહેતી. જોકે ત્યાં કૃત્રિમ આંખ મૂકીને ખાડો પડેલી જગ્યા પૂરી શકાય તેમ હોવાથી તેઓ જામનગર આવ્યા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

જામનગરમાં અજ્ય ભાઇની સર્જરી કરનારા ડોક્ટરની ટીમે જણાવ્યું હતું કે અજયભાઈ માટે આંખ ના ખાડામાં રહેલા સ્નાયુનું માપ લઈને (customized) કરીને ખાસ આ આંખ બનાવવામાં આવી છે. આ પ્રકારે કૃત્રિમ આંખ બેસાડવાની ઘટના જામનગરના તબીબી જગતમાં પ્રથમ વાર બની છે. આ સારવાર માટે નિષ્ણાત ડોક્ટર તેમજ તેમની ટીમને ચાર દિવસ લાગ્યા હતા. ડોક્ટરના જણાવ્યા અનુસાર અગાઉ આ પ્રકારની સારવાર અને કૃત્રિમ આંખ કેસર, અકસ્માત કે અન્ય કારણે ગુમાવનાર દર્દીને અન્ય રાજયમાં આવી રીતે સારવાર કરવામાં આવેલ છે. જામનગરમાં પ્રથમ કિસ્સો બન્યો છે.

આંખ ગુમાવવાના કિસ્સામાં વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી ચૂકે છે અને પરિવારજનો પણ ચિંતામાં ગરકાવ થઈ જતા હોય છે. તેવા સમયે અનેક મુશ્કેલી બાદ અજયભાઇને આ રીતે આંખ મળતા પરિવારજનોમાં આનંદ વ્યાપી ગયો હતો. તો અજયભાઈ પણ ખુશ હતા કારણ કે તેઓ પહેલાની જેમ બહાર નીકળીને આત્મવિશ્વાસથી પોતાનું કામ કરી શકશે.

Published On - 7:24 am, Thu, 16 June 22

Next Article