Jamnagar: LRD અને હોમગાર્ડ જવાન સહિતની ચોર ટોળકીએ 6 માસમાં 12 વાહનોની ચોરી કરી, આખરે ઝડપાયા, જાણો સમગ્ર ઘટના

આરોપીઓએ શહેરના અલગ-અલગ વિસ્તારો માંથી 2 બુલેટ, 3 એક્સીસ, અને 7 બાઈકની ચોરી કરી હતી. તમામ વાહનો વેચીને રોકડા પૈસા લેવાનો તેમનો પ્લાન હતો. પોલીસે કુલ 12 વાહનોની અંદાજીત કિંમત 4,80,000 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.

Jamnagar: LRD અને હોમગાર્ડ જવાન સહિતની ચોર ટોળકીએ 6 માસમાં 12 વાહનોની ચોરી કરી, આખરે ઝડપાયા, જાણો સમગ્ર ઘટના
| Edited By: | Updated on: Apr 22, 2023 | 6:24 PM

જામનગર જિલ્લામાં છેલ્લા 6 માસથી પોલીસ અને સામાન્ય લોકોના નાકે દમ લાવી દેનારી ચોર ટોળકી ઝડપાઈ ગઈ હતી. આ ટોળકીએ છેલ્લા 6 માસમાં એક ડઝન વાહન ચોરી કર્યાનું કબૂલ્યું હતું.

ચાર પૈકીમાંથી એક LRD જવાન અને એક હોમગાર્ડનો જવાન

આરોપીઓએ જણાવ્યું હતું કે ચારેય આરોપી મિત્ર છે અને તેઓ વાહનો ચોરીને તેનું વેચાણ કરવાના હતા. આ આરોપીમાંથી એક જી.આર.ડીનો જવાન દિવ્યરાજસિંહ જાડેજા, હોમગાર્ડનો જવાન વિજયસિંહ જાડેજા તેમજ મુકેશ માડમ તથા યોગીરાજસિંહ જાડેજા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ વાહનો વેચીને આરોપીઓ કાર લેવાનું સપનું સેવતા હતા.

આ પણ વાંચો: Gujarati Video: તાપીના નિઝરમાં કરા સાથે વરસાદ, જૂનાગઢમાં વાદળ છવાયા

આરોપીઓએ શહેરના અલગ-અલગ વિસ્તારો માંથી 2 બુલેટ, 3 એક્સીસ, અને 7 બાઈકની ચોરી કરી હતી. તમામ વાહનો વેચીને રોકડા પૈસા લેવાનો તેમનો પ્લાન હતો. પોલીસે કુલ 12 વાહનોની અંદાજીત કિંમત 4,80,000 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.

વાહન ચોરીની ફરિયાદો બાદ પોલીસ બની હતી સતર્ક

જામનગર શહેરમાં વાહન ચોરીના બનાવ વધ્યા હતા. જેને લઈને પોલિસ સર્તક બની છે. હાલમાં પોલીસે 1 ડઝન વાહન સાથે ચાર આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસને જાણ થઈ હતી કે શહેરના વસંત વાટીકા પાસે આવેલા રિધ્ધી સિધ્ધી એપાર્ટમેન્ટના પાર્કીંગમાં જુદા જુદા બાઇક રાખવામાં આવ્યા છે આ અંગે પોલીસે વાહનોની ચકાસણી કરી હતી અને યુવાનોની પૂછપરછ કરી હતી.

પોલીસે યુવાનોની  આકરી પૂછપરછ કરતા આ  વાહન ચોરીના હોવાનું તેમજ  વેચાણ માટે રાખેલા હોવાનું જણાવ્યું હતું. તેમજ છેલ્લા 6 માસમાં અલગ-અલગ વિસ્તારમાં 12 બાઈકની ચોરી કરી હોવાની કબુલાત કરી.

 આરોપીઓ 6 માસથી કરતા હતા ચોરી

જામનગરમાં છેલ્લા 6 વર્ષથી વાહન ચોરી કરનાર ચાર ચોર મિત્રોને પોલીસે પકડી પાડયા હતા. આ ટોળકી વાહનો વેચવા જાય તે પહેલા પોલીસના હાથે ઝડપાઇ ગઈ હતી. આરોપીઓએ છેલ્લા 6 માસમાં એક ડઝન વાહનની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસને આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ચારમાંથી એક આરોપી હોમગાર્ડનો જવાન અને એક GRDનો જવાન છે. પોલિસે 12 વાહનો કબ્જે કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…