Jamnagar : જામજોધપુરમાં 20 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ, બે આરોપી ફરાર

|

Mar 18, 2023 | 7:54 PM

Jamnagar: જામનગરના જામજોધપુરમાં બે દિવસ પહેલા થયેલી 20 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. લૂંટના બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પકડાયેલા બે આરોપીઓ પાસેથી પોલીસે 18.5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Jamnagar : જામજોધપુરમાં 20 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ, બે આરોપી ફરાર

Follow us on

જામનગરના જામજોધપુરમાં થયેલી 20 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. બે દિવસ પહેલા થયેલી લૂંટની ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને પાસેથી પોલીસે 18.5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ લૂંટના ગુનામાં હજુ બે આરોપીઓ ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

જામજોધપુર યાર્ડમાં બે દિવસ પહેલા ધોળા દિવસે વેપારી લૂંટાયો હતો. માર્કેટીંગ યાર્ડમાં યમુના ટ્રેડીંગ પેઢીના માલિક ભૌતિ રામોલીયા બેન્કમાંથી રોકડ લઈને યાર્ડમાં જતા હતા ત્યારે બે બાઈકસવારોએ આવીને લૂંટ કરી હતી. વેપારી બેંકમાંથી બહાર નીકળ્યા કે લૂંટારૂ શખ્સોએ તેમનો પીછો કર્યો હતો.

યાર્ડ પાસે સ્પીડબ્રેકર પર વાહન ધીમુ થતા પાછળ બે શખ્સો બાઈક પર આવીને તે રોકડ ભરેલી બેગ લઈને નાસી ગયા હતા. જેની પોલીસ ફરીયાદ આપતા પોલીસ દ્રારા તપાસ આરંભી હતી. તેમજ આસપાસના સીસીટીવી પણ ચકાસવામાં આવ્યા હતા. પોલીસને હાલ બે આરોપીને પકડવામાં સફળતા મળી છે. ત્યારે લૂંટમાં સંડોવાયેલ બે આરોપીને હજુ પોલીસ શોધી રહી છે. તેમની પાસેથી 18.5 લાખની રોકડનો મુદામાલ કબ્જે કર્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પોલીસની લૂંટની ફરીયાદ મળતા વિવિધ ટીમ દ્રારા જામજોધપુર, ઉપલેટા, જેતપુર, ગોંડલ, સુરત ધોરાજી, જામકંડોરણા શંકાસ્પદ લોકોની તપાસ કરી. લૂંટમાં ઉપયોગમાં લેવામાં આવેલ મોટરસાઈકલના નંબર પરથી તેના જાણ થઈ સુરતમાં ચોરી થયુ છે. પોલીસની ટીમે જામકંડોરણા નજીક હાઈવે પરથી બે શંકમદોને પકડી તેની પુછપરછ કરી. દસ્તગીર કુરેશી અને નરશી ખાણધરની પોલીસે અટકાયત કરી. જેની પાસેથી 500ની ચલણી નોટના કુલ રૂપિયા 18,50,000 રોકડ મળી આવ્યા. આરોપીએ ગુનાનો એકરાર કર્યો હતો.

આરોપીઓ અગાઉ પણ આપી ચુક્યા છે ગુનાને અંજામ

સાથે જણાવ્યુ કે ગુનામાં ધવલ સીનોજીયા અને દિલીપ કાંજીયા સંડોવાયેલ છે. ચારેય આરોપીઓ લૂંટનો પ્લાન તૈયાર કર્યો હતો. જે માટે મોટરસાઈકલની ચોરી કરી તેની નંબર પ્લેટના આંકડા તોડી નાખેલ. ધવલ સીનોજીયા અને દિલીપ કાંજીયાએ નરશી ખાણધર અને દસ્તગીર કુરેશીને જાણ કરી. ચારેય એક બીજાના સંપર્કમાં રહીને લૂંટ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્લુ છે કે દસ્તગીર કુરેશી પર 3 સુરત અને 3 મધ્યપ્રદેશમાં કુલ 6 ગુના નોંધાયેલ છે. નરસી ખાણધર સામે પણ અલગ-અલગ 6 ગુનાઓ નોંધાયેલ છે.

આ પણ વાંચો: જામનગરઃ માટી બચાવવાના સંદેશ સાથે 17 વર્ષના કિશોરે 10 મહિનામાં 10 રાજયમાં સાયકલ પર કર્યો પ્રવાસ, માટી બચાવવા લોકોને કરી અપીલ

Published On - 7:53 pm, Sat, 18 March 23

Next Article