જામનગરના બેડી નજીક આવેલા જોડિયા ભૂંગામાં રખડતા શ્વાનોના આતંકની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વોર્ડ નંબર-1માં આવેલી આંગણવાડી પાસે રમતી 10 વર્ષીય બાળકી પર બે રખડતા શ્વાનોએ હુમલો કર્યો. આ ઘટનાના હચમચાવતા દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે, જેમાં બાળકી પર શ્વાનોએ કરેલા હુમલાની તસ્વીરો સ્પષ્ટ જોવા મળી રહી છે.
મહિલાઓએ બાળકીને બચાવી
શ્વાનોના આકસ્મિક હુમલા દરમિયાન ગભરાઈ ગયેલી બાળકી બૂમાબૂમ કરવા લાગી, જેને સાંભળીને આસપાસની મહિલાઓ તરત જ દોડી આવી. મહિલાઓએ હિંમત સાથે શ્વાનોને ભગાવીને બાળકીનો બચાવ કર્યો. જોકે, આ હુમલામાં બાળકીને ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
CCTVમાં કેદ થઇ ઘટના
આ ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે કેવી રીતે બે શ્વાનો બાળકી પર હુમલો કરે છે અને સંપૂર્ણ વિસ્તારમાં ચીસોથી ગુંજી ઉઠે છે.
10 year old attacked by dog, critically injured#Jamnagar #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/PYyrWcv4kp
— Tv9 Gujarati (@tv9gujarati) March 31, 2025
રખડતા શ્વાનો પર કાર્યવાહી ક્યારે?
આ ઘટના બાદ સ્થાનિકોમાં રખડતા શ્વાનો અંગે ભય અને રોષ ફેલાયો છે. આ પ્રકારની ઘટનાઓને અટકાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. સ્થાનિકો હવે પૂછે છે કે શું રખડતા શ્વાનોના આતંક સામે નક્કર પગલાં ભરાશે? કે પછી આવી જ ઘટનાઓ ફરીવાર બનતી રહેશે?
Published On - 2:24 pm, Mon, 31 March 25