
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા જેમાં જામનગર ઉત્તરના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાનું નામ પણ સામેલ છે,રિવાબા જાડેજા 2019માં ભાજપમાં જોડાયા હતા. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા હાલમાં ક્રિકેટથી દુર પત્ની રિવાબા સિંહ માટે પ્રચારમાં વ્યસ્ત છે. જાડેજાના પત્ની જામનગરથી ભાજપના ઉમેદવાર છે અને તેઓ તેમના માટે જોરદાર પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે રાજનીતિમાં આવવાના સવાલોના જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં તેઓ તેમની પત્ની માટે પ્રચાર કરી રહ્યા છે પરંતુ તેઓ રાજનીતિમાં જોડાવાના વિરોધી નથી. તે ભવિષ્યમાં તેમાં પ્રવેશ કરી શકે છે.
રવિન્દ્ર જાડેજાને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે, વિશ્વભરના ક્રિકેટ પ્રેમીએ જાણવા ઉત્સુક છે કે, રવિન્દ્ર જાડેજા ક્રિકેટમાં ક્યારે ઝંપલાવશે, જે પ્રશ્નના જવાબમાં ક્રિકેટરે કહ્યું કે, હજુ મારે 4-5 વર્ષ ક્રિકેટ રમવાનું છે. થોડું ક્રિકેટ રમી અને પછી રાજનીતિમાં પ્રવેશવા અંગે વિચારીશ. આ સવાલોના જવાબ પરથી કહી શકાય કે, રવિન્દ્ર જાડેજા 4-5 વર્ષ ક્રિકેટમાં રમી શકે છે.
રિવાબા જાડેજાએ પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં જામનગર ઉત્તરની બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. રિવાબાના ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
રવીન્દ્ર જાડેજા ઈજાના કારણે વર્લ્ડ કપ 2022માં ભાગ લઈ શક્યો ન હતો. હાલમાં મેદાનમાં પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે, તે આ દિવસોમાં રાજકારણની પીચ પર પણ વ્યસ્ત છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ પણ ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. તેના જવાબમાં ક્રિકેટરે કહ્યું કે તે 5 વર્ષ સુધી તેની ક્રિકેટ કારકિર્દી પર ધ્યાન આપશે. ત્યારપછી જો તેમને તક મળશે તો તેઓ ચોક્કસપણે લોકોની સેવા કરવા માટે રાજકારણના ક્ષેત્રમાં ઉતરશે. આ વીડિયોમાં રવિન્દ્ર જાડેજા કહી રહ્યા છે કે, વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપના નેતાઓએ જામનગરમાં તેમના પત્ની રિવાબા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
જામનગર ના મારા તમામ મિત્રો ને મારુ દીલ થી આમંત્રણ છે. જય માતાજી🙏🏻 pic.twitter.com/olZxvYVr3t
— Ravindrasinh jadeja (@imjadeja) November 13, 2022