Jamnagar ની જી.જી હોસ્પિટલમાં એટેન્ડેન્ટ શારીરિક શોષણ મામલે સરકાર એક્શનમાં, તપાસ કમિટીની કરી રચના

|

Jun 16, 2021 | 3:42 PM

Jamnagar : જી.જી. સરકારી હોસ્પિટલ (G.G hospital) કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવનારી યુવતીએ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો છે, જેના પડઘા ગાંધીનગર સુધી પડયા છે.

Jamnagar : જી.જી સરકારી હોસ્પિટલ (G.G hospital) કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવનારી યુવતીએ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો છે. જેના પડઘા ગાંધીનગર સુધી પડયા છે.

જામનગરની જીજી હોસ્પિટલમાં શારીરિક શોષણના ગંભીર આક્ષેપના પડઘા કેબિનેટમાં પડ્યા છે. મહિલા એટેન્ડેન્ટની ફરિયાદ મુખ્યપ્રધાનની સામે આવતા તપાસના હાથ ધરવામાં આવી છે. કેબિનેટ બેઠક બાદ, ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ (Pradipsinh Jadeja)કહ્યું કે, આ પ્રકારની ઘટના સરકાર ચલાવી નહીં લે. આ માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. પ્રાંત અધિકારી, ASP અને મેડિકલ કોલેજના ડીન સમગ્ર કેસમાં તપાસ કરશે અને તપાસના આધારે કાર્યવાહી કરાશે.

તો આ તરફ મહિલા આયોગે જામનગર જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને સત્વરે તપાસ રિપોર્ટ આપવા સૂચના આપી છે. એટેન્ડેન્ટ યુવતીઓને મેડિકલ કોલેજના હોસ્પિટલ તંત્ર તરફથી તેડું પણ આવ્યું છે. સમગ્ર ઘટના અંગે SDM, મેડિકલ કોલેજના ડીન સહિતની ટીમે તપાસ શરૂ કરી દીધી છે.

મહત્વનું છે કે, ગઇકાલે જી જી હોસ્પિટલના તમામ એટેન્ડન્ટ દ્વારા પગાર અને નોકરી અંગે કલેક્ટર કચેરીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર બાદ એટેન્ડેન્ટ યુવતીએ સુપરવાઇઝરો પર શારીરિક શોષણનો આક્ષેપ લગાવ્યો હતો. એટેન્ડન્ટ્સ યુવતીનો આક્ષેપ છે કે, જે મહિલા કે યુવતી સુપરવાઇઝરોની શોષણ કરતી શરતો માની લે છે, તેને જ નોકરી પર રાખવામાં આવે છે. જ્યારે બીજા બધાને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા છે.

Published On - 3:19 pm, Wed, 16 June 21

Next Video