Jamnagar : ડ્રગ્સના કાળા કારોબાર વિરૂદ્ધ SOG ની લાલ આંખ, 6 લાખ રૂપિયાના ડ્ર્ગ્સ સાથે એક શખ્સની ધરપકડ

મળી આવેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં (international Market) આશરે 6 લાખ જેટલી કિંમત છે. હાલ દ્વારકા SOGએ જામનગર SOGને આરોપીનો કબજો સોંપ્યો છે.

Jamnagar : ડ્રગ્સના કાળા કારોબાર વિરૂદ્ધ SOG ની લાલ આંખ, 6 લાખ રૂપિયાના ડ્ર્ગ્સ સાથે એક શખ્સની ધરપકડ
SOG Search opreation
| Edited By: | Updated on: Aug 03, 2022 | 8:58 AM

ડ્રગ્સના (Drugs) કાળા કારોબાર વિરૂદ્ધ ફરી એકવાર ઓપરેશન પાર પડાયું છે. જામનગરના (jamnagar) બેડ઼ી વિસ્તારમાં દ્વારકા SOGએ બાતમીના આધારે સર્ચ ઓપરેશન (Search Opreation) હાથ ધર્યું. SOGના સર્ચ ઓપરેશમાં મોટી સફળતા મળી અને 60 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી. આ આરોપીનું નામ છે બિલાલ અબ્દુલ દલ બિલાલ. હાલ SOGએ આરોપી પાસેથી 60 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, મળી આવેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં (international Market) આશરે 6 લાખ જેટલી કિંમત  છે. હાલ દ્વારકા SOGએ જામનગર SOGને આરોપીનો કબજો સોંપ્યો છે. સાથે જ પોલીસે (Jamnagar police) એ દિશામાં તપાસ શરૂ કરી છે કે, આરોપી બિલાલ ક્યાંથી ડ્રગ્સ લાવ્યો હતો ? અને તેના તાર ક્યાં સુધી જોડાયેલા છે.

ડ્રગ્સનો કાળો કારોબાર કરનારની હવે ખેર નથી !

તો એક જ દિવસમાં સાબરકાંઠાના (Sabarkantha) હિંમતનગરમાંથી પણ એમડી ડ્રગ્સ ઝડપાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. મુદ્દામાલ સાથે હાલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો 10 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.જ્યારે 1 આરોપી ફરાર છે તેને શોધવા SOG એ કાર્યવાહી હાથધરી છે.મહત્વનું છે કે, હિંમતનગરની સબજેલ પાસેથી 35 ગ્રામ એમડી ડ્રગ્સ પકડી પાડ્યું છે.આ ડ્રગ્સની કિંમત 3.59 લાખ રૂપિયા છે.પોલીસે વજનકાંટાને પણ કબજે કર્યો છે.

Published On - 7:17 am, Wed, 3 August 22