Jamnagar: પૈસા મેળવવા માટે લોકો કોઈ પણ પાત્ર ભજવી કોઈના પણ હોદાના ઉપયોગ કરી લેતા હોય છે. જામનગરમાં ફરી નકલી પોલીસના નામે અનેક સાથે છેતરપીંડી કરી હોવાની ઘટના બની છે. જામનગરમાં પોલીસના નામે પૈસા પડાવનાર સામે કેટલીક ફરીયાદ નોંધાઈ હતી. જેના કેસમાં અસલી પોલીસ સક્રિય થતા નકલી પોલીસ અસલી પોલીસના હાથે લાગ્યો.
ઝડપાયેલો આ નકલી પોલીસ એસઓજી પોલીસના નામે ફોન કરી રૂપિયાની ઉઘરાણી કરતો હોવાનો ખુલાસો થયો હતો. નકલી પોલીસને જામનગર એસઓજી એ રૂપિયા 30 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. આરોપી પૂછપરછ દરમિયાન હાલારમાં 13 જેટલા છેતરપિંડીના ગુનાઓની કબુલાત કરી છે.
સબ્બીર હુશેન હારુન ભગાડ મુળ સલાયાનો વતની છે. જેને નકલી પોલીસના કેસમાં જામનગર એસઓજીની અસલી પોલીસે પકડી પડ્યો છે. આરોપીની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે હાલ સુધીમાં તેણે કુલ 13 જેટલા ગુનાઓ કરવામાં સફળતા મેળવી છે. મીઠાપુરમાં આવેલ તરૂણ જ્વેલર્સની દુકાનમાં ખરીદી કરી બેંક ખાતામાં નાણાં ન હોવા છતાં બેંકનો ચેક આપી સોનાની ખરીદી કરી છેતરપિંડી કરી હતી. જામ-ખંભાળિયામાં દ્વારકાધીશ ઈ-બાઈકવાળાને બાઈક ખરીદવાના નામે ફોન કરી ધાકધમકી આપવી, જામનગર શહેરમાં એક ટાયરની દુકાનવાળાને ટ્રકના આઠ ટાયર લેવાના નામે ધાકધમકી આપી હતી.
પવનચકકી વિસ્તારમાં પોલીસના નામે લેપટોપના દુકાનદારને ધાકધમકી આપવી, જામનગરની એક મોબાઇલની દુકાનના મોબાઇલ નંબર મેળવી મોબાઇલફોન મેળવવાના નામે ધાકધમકી આપી છેતરપિંડી આચરી હતી. મહાકાળી સર્કલથી આગળ અનાજ કરિયાણાની દુકાનવાળાને ખોટો ચેક આપી અનાજ કરિયાણું ખરીદ કરી છેતરપિંડી આચરી, જામનગરની એક હોટલમાં 20 માણસો જમવા માટે આવશે તેની વ્યવસ્થા કરવાના નામે ધાકધમકી આપી નાણાં પડાવ્યા હતા.
આ પણ વાંચો : યુવતીનો પીછો કરી વિધર્મી કરતો હતો પરેશાન, પરિવારજનોએ યુવતીને હિમ્મત આપતા આખરે નોંધાવી ફરિયાદ, જુઓ Video
એક નહીં બે નહીં અનેક આવા ગુના આ ઇસમે નકલી પોલીસ તરીકે કર્યા છે. ખંભાળિયામાં પણ સાઈકલની દુકાનવાળાને ખોટી ઓળખ આપી ત્રણ સાઈકલ માંગી 16 હાજરની છેતરપિંડી કરી છે. તાજેતરમાં રમઝાન માસમાં ખંભાળિયામાં આવેલ રોશન હોટલમાં ખંભાળિયાની મસ્જિદમાં બીરીયાની મોકલવાના નામે 32 હજારની છેતરપિંડી તથા ખંભાળિયામાં આવેલ અન્ય એક હોટલમાલિકને 15 થી 16 જણાના રહેવા તથા જમવાની સગવડ કરવાના નામે છેતરપિંડી કરી હોવાનુ કબુલાત આપી છે. કુલ 13 જેટલા ગુનાઓ કરનાર પોલીસની ઓળખ આપીને ધાકધમકી આપી છેતરપીંડી કરતો હતો.
Published On - 11:54 pm, Thu, 1 June 23